આપણા સમાજ માં કિન્નરો સારી નજર થી જોવા મા નથી આવતી પણ તેમના આશીર્વાદ ને ખૂબ ફળ રૂપ માનવા માં આવે છે અને તેમને કોઈ પણ માણસ ખરાબ શ્રાપ નથી લેવા માંગતા લગ્ન કે કઈ બાળક નો જન્મ થાય ત્યારે કિન્નરો ને આવવું શુભ માનવામાં આવે છે અને લોકો તેમના આશીર્વાદ જરૂર લે છે.
કિન્નરો નું જીવન કેવું હોય છે તેના ઉપર લોકો દ્વારા ચર્ચા કરવા માં નથી આવતી અને કિન્નરો નું જીવન રહસ્યમય માનવા માં આવે છે આજે આપણને કિન્નરો સાથે સકડાયેલી અમુક વાતો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે તમને કદાચ ખબર નહીં હોય. તેમનામાં હોય છે અધ્યામિક શક્તિઓ.
કિન્નરો ને ત્રીજી જેન્ડર માનવા માં આવે છે અને કિન્નરો ની દુનિયા આપણી દુનિયા થી ખૂબ અલગ હોય છે એવું કહેવા માં આવે છે કે તેમના મૃત્યુ ની જાણકારી પહેલાથી જ થઈ જાય છે અને મૃત્યુ નો આભાસ થવા ની સાથે તે દુનિયા મા થી જતા રહે છે અને એકલા રહે છે એટલુજ નહીં પણ જ્યારે તેમના મૃત્યુ ની ખબર પડે છે ત્યારે તે જમવા નું પણ બંધ કરી દે છે અને માત્ર પાણી એકલું પીવે છે. ભગવાન પાસે આશીર્વાદ માંગે છે.
મૃત્યુ થવાના અમુક દિવસો પહેલા કિન્નરો ભગવાન ની પ્રાર્થના કરવા ની ચાલુ કરી દે છે અને ભગવાન પાસે એટલુંજ માંગે છે કે આવતા જન્મ માં તેમને કિન્નર ના બનાવે જ્યારે અન્ય બીજી કિન્નરો ને મૃત્યું ની ખબર પડે છે ત્યારે તેમ ના સાથી પાસે આશીર્વાદ લેવા જરૂર આવે છે પણ હકીકત માં માન્યતા એવી છે કે મૃત્યું પામેલ કિન્નર પાસે આશીર્વાદ લેવા ઉત્તમ માનવા માં આવે છે અને તેમના દ્વારા લીધેલ આશીર્વાદ જરૂર ફળ રૂપે મળે છે.બીજા અન્ય લોકોને મૃત્યુના સમાચાર ખબર પાડવા દેતા નથી. અંતિમ યાત્રા અલગ રીતે બહાર કાઢવામાં આવે છે.
કિન્નરો ની અંતિમ યાત્રા ખૂબ અલગ પ્રકારથી કાઢવામાં આવે છે અને તેમના દેહ ને ઉભો રાખી ને અંતિમ યાત્રા કાઢવા માં આવે છે જ્યાં કિન્નરો ની અંતિમ યાત્રા જોવી ખૂબ અશુભ માનવા માં આવે છે એવું કહેવાય છે કે જો સામન્ય માણસ આ યાત્રા જોવે તો તેમને બીજા જન્મમાં કિન્નર નો અવતાર મળે છે.
મૃત કિન્નરને ગાળો બોલવામાં આવે છે.
કિન્નર ના મત્યું પછી બીજી કિન્નરો દ્વારા ખૂબ ગાળો બોલવા માં આવે છે અને યાત્રા કાઢતા પહેલા ચમલ અને બુટ દ્વારા મારવા માં આવે છે આવું કરવા થી કિન્નર દ્વારા જો કોઈ પાપ થયું હોય તો તેનું પ્રાયશ્ચિત થઈ જાય અને આવતા જન્મ માં તે સામન્ય માણસ નું જીવન માં જન્મ મળે.
રાત્રી માં દફન વિધિ થાય છે.
કિન્નરો ના દેહ ને અગ્નિ દાન કરવામાં નથી આવતું અને કિન્નરો નું અંતિમ સંસ્કાર ખાનગી રીતે કરવામાં આવે છે તેમના દેહને રાત્રીના સમય માં દફન કરવામાં આવે છે જેનાથી કોઈ માણસ જોઈના શકે જ્યાં દફન કરતા પહેલા કિન્નરના મોંહમાં પવિત્ર નદીનું પાણી પણ અડવામાં આવે છે.
એક અઠવાડિયા સુધી વ્રત રાખે છે.
તેમના કરીબી કિન્નરો ના મૃત્યું પછી કિન્નરો દ્વારા એક અઠવાડિયા સુધી વ્રત કરાવવા માં આવે છે અને ભગવાન પાસે આશીર્વાદ માંગવા માં આવે છે કે મૃત કિન્નર ને બીજા જન્મ માં સામાન્ય માણસ ની જેમ જન્મ આપવા માં આવે.