હું 21 વર્ષનો છું, સે@ક્સ દરમિયાન મારા લિં@ગમાં ખુબજ બળતરા થાય છે, આનો કોઈ ઈલાજ ખરો?…

સવાલ.હું એક ટ્રાવેલિંગ સેલ્સમેન છું સાયકલ મોટર સાયકલ પર ઘણો પ્રવાસ કરું છું મારા બે વૃષણ વચ્ચે અસમતુલા છે શું કોઈ પ્રોબ્લેમ તો નહીં હોયને?

Advertisement

જવાબ.દર મહિને વૃષણોનું જાતે જ પરીક્ષણ કરવા માટે ત્રણ મિનિટ કરતાં વધારે વાર નથી લાગતી ઉત્તમ સમય હૂંફાળા પાણીથી સ્નાન કર્યા પછીનો છે તે વખતે વૃષ્ણની ત્વચા સૌથી શિથિલ હોય છે બન્ને વૃષણને વારાફરતી ચેક કરો ૨ વૃષણ ચેક કરતી વખતે બન્ને હાથનો ઉપયોગ કરો ૩ આંગળીઓ વૃષણના પાછળ ભાગમાં અને અંગૂઠો આગળ રહે એ રીતે હાથ રાખો ૪ બન્ને હાથની આંગળીઓ અને અંગૂઠા વડે વૃષણને ગોળ-ગોળ ફેરવો જો તમે સંપૂર્ણપણે નોર્મલ હશો તો વૃષણમાં સ્મૂધનેસ અનુભવશો અને સ્પન્જ જેવી ફીલિંગ આવશે પણ જો વૃષણના આગળના ભાગમાં કે સાઇડમાં ગાંઠ જેવું લાગે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

સવાલ.જો મારો જીવનસાથી કોન્ડમ પહેરવાની ના પાડે તો મારે શું કરવું?

જવાબ.યાદ રાખો તમને એનો આગ્રહ રાખવાનો અધિકાર છે સં-ભોગની ક્રિયા સામાન્ય રીતે પરસ્પરની સંમતિથી થાય છે તમે એને ગર્ભાવસ્થા તથા એઇડ્સ સહિતના સંભવિત પરિણામો વિશે સમજાવી શકો છો જે લોકો ગર્ભનિરોધકોનો ઉપયોગ નથી કરતા તેઓ સેકસ્યુઅલ બીમારીઓ વિશે નકારાત્મક વલણો અથવા મૂંઝવણો અનુભવતા હોય છે અથવા તેઓ તેમની પોતાની કે તમારી તબિયત માટે જવાબદાર હોતા નથી જો તમે સંભવિત પરિણામો સમજાવો તો એક સમજું વ્યક્તિ તેની જરૂરતનો વિચાર કરશે જો ન સમજે તો તમારા પર થનારાં પરિણામોનો વિચાર કરી યોગ્ય નિર્ણય લેજો.

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે મારી સમસ્યા એ છે કે મારી છાતી છોકરી જેવી દેખાય છે આ સમસ્યાના નિવારણ માટે મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને ગાયનેકોમેસ્ટિયા કહેવાય છે ઘણી વખત શરીરમાં યુવાસ્થામાં થતા શારીરિક હોર્મોનના બદલાવને કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે છથી બાર મહિના રાહ જોવી જો આપમેળે આપની સમસ્યા ઓછી ન થાય તો પ્લાસ્ટિક સર્જ્યનને બતાવવું પ્લાસ્ટિક સર્જ્યન તમારી નિપલની આજુબાજુ ચીરો મૂકી સર્જરી દ્વારા આ ચરબી ખૂબ સરળતાથી બહાર કાઢી શકે છે અને તમે ફરી પાછા નોર્મલ લેવલ પર આવી શકો છો ઓપરેશન કરાવ્યા પછી તમને ખ્યાલ પણ નહીં આવે કે આ જગ્યાએ ઓપરેશન થયું હતું.

સવાલ.મારી ઉંમર એકવીસ વર્ષની છે હું જ્યારે મારી ગર્લફ્રેન્ડ જોડે સં-બંધ રાખવાની કોશિશ કરું છું ત્યારે મારા શિશ્નમાં બળતરા થાય છે તો એ નિવારવા માટે મારે શું કરવું જોઇએ?

જવાબ.જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં બળતરા દુખાવો થવાના ઘણાં કારણો હોઇ શકે છે સૌથી સામાન્ય કારણમાં ઇન્દ્રિય ઉપરની અગ્રત્વચા છે સામાન્ય રીતે આ અગ્રત્વચા નીચે તરફ સરક્તી હોય છે પરંતુ ઘણીવાર શિશ્નમણિ એટલે કે આગળનો ભાગ વધારે પહોળો હોવાથી ચામડી શિશ્નમણિ ઉપરથી સરકી શકતી નથી આને મેડિકલ ભાષામાં ફાઇમોસીસ કહે છે આનો ઇલાજ ખૂબ જ સહેલો છે.

જો અગ્રત્વચા વધારે પડતી ટાઇટ ન હોય તો કોઇ પણ તૈલી પદાર્થના ચાર-પાંચ ટીપાં અગ્રભાગ ઉપર મૂકીને ત્વચાને ઉપર નીચે મુવમેન્ટ આપો દસ-બાર દિવસમાં જો ત્વચા ઢીલી પડી જાય તો આગળ કોઇ જ સારવારની જરૂર નહીં રહે માત્ર દરરોજ સ્નાન વખતે ત્વચા નીચે ઉતારીને સાબુ-પાણી દ્વારા આ ભાગ સાફ કરવાનું રાખજો.

પરંતુ અગ્રત્વચાને બળપૂર્વક પાછળ સરકાવવાની કોશિશ ના કરશો નહીંતર બકરું કાઢતા ઊંટ પેસી જાય તેવી પરિસ્થિતિ થશે બળજબરીથી અગ્રત્વચાને પાછળ ખેંચી લેવામાં આવે તો ક્યારેક તેને ફરી આગળ લાવવાની સમસ્યા ઊભી થઇ શકે છે આ વખતે ઘણીવાર ઇન્દ્રિયમાં સોજો આવી જાય છે અને અસહ્ય દુખાવો થાય છે અને તાત્કાલિક ડોક્ટર પાસે જવું પડે છે માટે જ્યારે પણ આવી તકલીફ હોય ત્યારે બળનો પ્રયોગ ના કરશો જો તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો એક નાનું સુન્નતનું ઓપરેશન કરાવવું પડે માત્ર દસ મિનિટનું ઓપરેશન હોય છે

અને બીજા જ દિવસથી તમે કામ પર પણ જઇ શકો છો પરંતુ જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં દુખાવાના બીજા પણ ઘણાં કારણો હોઇ શકે છે ક્યારેક મૂત્રમાર્ગનો સોજો અથવા ઇન્ફેકશન પણ અસહ્ય દુખાવો આપી શકે છે પથરી અથવા પ્રોસ્ટેટ ગ્રંથિના સોજાને કારણે પણ ઇન્દ્રિયમાં બળતરા અનુભવાતી હોય છે.

ઘણી બધીવાર ફોર પ્લે એટલે કે સં-ભોગ પૂર્વેની ક્રિયામાં પૂરતો સમય ફાળવેલ ન હોવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉદ્ભવતી નથી અને આ ભીનાશના કારણે પણ સમાગમ વખતે દુખાવો બળતરા અનુભવાય છે આપને પીડા ક્યારે થાય છે તેની માત્રા કેટલી છે અને આ તકલીફ કેટલા વખતથી છે તે જાણ્યા અને તપાસ કર્યા પછી જ તકલીફનું નિદાન થઇ શકે.

સવાલ.હું ૩૨ વર્ષની યુવતી છું મારા પતિ ૩૫ વર્ષના છે લગ્નને સાડાત્રણ વર્ષ થયાં છે પણ અમે આજ સુધી પૂર્ણ સંભોગ નથી કરી શક્યાં પરણ્યા ત્યારે મને ખબર નહોતી કે મારા પતિને ઘણીબધી ખરાબ આદતો છે તેઓ ગાંજો અફીણ ચરસ વગેરે કેફી દ્રવ્યો અને ડ્રગ્સનું સેવન કરે છે.

તેઓ સંભોગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને ઇચ્છા થાય છે કોઈ વાર ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે તો ક્યારેક જરાય ઉત્તેજિત નથી થતી મુખ્ય તકલીફ એ છે કે તેમની ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે ત્યારે યોનિપ્રવેશ કર્યા પછી ૨૦-૩૦ મિનિટ સુધી અમે સમાગમ કરીએ છીએ હું અને તે થાકી જઈએ તો પણ વીર્યસ્ખલન નથી થતું મારે બાળક જોઈએ છે શું કરવું જોઈએ?

જવાબ.તમારી તકલીફ મૂંઝવણભરેલી છે અમુક વ્યક્તિઓને તમારા જેવી તકલીફ હોય છે જેમાં ઇચ્છા થાય છે ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે યોનિપ્રવેશ પણ બરાબર થાય છે પણ વીર્યસ્ખલન નથી થતું અમારી મેડિકલ ભાષામાં આવી તકલીફને રિટાર્ડેડ ઇજેક્યુલેશન કહેવાય છે તમારા કેસમાં જોઈએ તો તમારા પતિ ગાંજો ચરસ અફીણ વગેરેના વ્યસની છે.

અને એની આડઅસરને લીધે પણ ઘણી વાર સ્ખલન જલદી ન થતું હોઈ શકે તમે બન્ને કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળશો તો તે તમારી હિસ્ટરી જાણી જરૂરી તપાસ કરીને સેક્સથેરપી દ્વારા કે વાઇબ્રેટરની મદદથી અને જરૂર પડશે તો ઇલેક્ટ્રો-ઇજેક્યુલેશનની મદદથી વીર્યનું સેમ્પલ મેળવશે વીર્યનું સેમ્પલ નોર્મલ હશે તો બાળક થવાની પ્રક્રિયામાં ફાયદો થશે.

Advertisement