હું 29 વર્ષનો છું અમે હવે બાળક ને જન્મ આપવા માંગીએ છીએ,મને જણાવો કે ગર્ભધારણ કરતા પહેલા કેવા બોડી ચેકઅપ કરાવવા જોઈએ…

સવાલ.મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા શિશ્નની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો.

જવાબ.મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના નોર્મલ કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા શિશ્નનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં. શિશ્નના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સેક્સ વિષયક પુસ્તક સેક્સ સત્ય અસત્યમાં કરાઈ છે.

આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.

સવાલ.પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જાતીય સંબંધ બાંધવાથી, ભારે સામાન ઉઠાવવાથી કે ઓટો-બસમાં ટ્રાવેલ કરવું એ મિસકેરેજનું કારણ બને છે?

જવાબ.ના, આવું નથી હોતું. જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય અને પ્રકૃતિ પ્રમાણે જો તેમાં કોઈ ડિફેક્ટ ન થાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. જો સ્ત્રી પડી જાય કે તેનો એક્સિડન્ટ થાય તો તેને મિસકેરેજ થઈ શકે છે, પરંતુ જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય તો શરૂઆતના ત્રણ મહિના દરમિયાન સુરક્ષિત રીતે જાતીય સંબંધ બાંધવાથી, યોગા, એક્સરસાઈઝ કે રોજિંદું કામ કરવાથી મિસકેરેજ થતું નથી.

પ્રેગ્નન્સી દરમિયાન જાતીય સંબંધ જરૂર બાંધી શકાય, પરંતુ 13મા અઠવાડિયા પછી જાતીય સંબંધ ન બાંધવા. ડોક્ટર પણ ચોથા મહિના પછી શારી-રિક સંબંધ ન બાંધવાની સલાહ કપલને આપતા હોય છે. જો કોઈ સ્ત્રીને પહેલાં મિસકેરેજ થયું હોય અથવા વારંવાર મિસકેરેજ થઈ રહ્યું હોય તો તેણે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની જરૂર હોય છે અને આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં શારી-રિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. સાથે સીડીઓ ચઢવી, ભારે સામાન ઊંચકવો અને ઓટો-બસમાં ટ્રાવેલ કરવાનું પણ ટાળવું જોઈએ.

સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.મારી ઉંમર 29 વર્ષ છે. અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ. અમને હવે બાળક જોઇએ છીએ, મારે જાણવું છે કે ગર્ભ રહે તે પહેલાં કોઇ બોડી ચેકઅપ કરાવવું પડે? મેં સાંભળ્યું છે કે આજકાલ કપલ ગર્ભ રાખતાં પહેલાં બોડી ચેકઅપ કરાવતાં હોય છે. તો શું એ કરાવવું ફરજિયાત હોય છે?

જવાબ.ફરજિયાત ન કહી શકાય પણ એ આવનારા બાળક માટે સારું છે. તમારું બોડી ચેકઅપ કરવાથી તમારી અંદર કોઇ બીમારી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. જો કોઇ બીમારી હોય તો ગર્ભ રહે તે પછી શું પ્રીકોશન રાખવા અને આગળ શું કરવું તે ખબર પડે છે.

ઘણી વાર એચઆઇવી જેવી મોટી બીમારીના કારણે ગર્ભ રહ્યાં પછી સમસ્યા વધી જતી હોય છે. એ જ રીતે કોરોનાના કારણે પણ આવું થઈ શકે છે. માટે ચેકઅપ કરાવી લેવાથી ફાયદો જ થશે. અલબત્ત, એચઆઇવીની સમસ્યા બધાંને ન હોય એટલે આ સર્વ માટે લાગુ નથી પડતું, પણ સેફ સાઇડનો સવાલ છે. એ સિવાય સ્ત્રીનું હિમોગ્લોબિન વગેરે પણ ચેક થઇ જાય છે, જે સ્ત્રી અને તેના ગર્ભ માટે સારું છે.

સવાલ.હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.

જવાબ.તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.