આ પાંચ રાશિના લોકો દિલ તોડવામાં માહિર હોય છે,તેમનાથી બચીને જ રહેજો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ પાંચ રાશિઓ અંગે જણાવવા જઈ રહ્યા છે જે દિલ તોડવામાં માહેર હોય છે. આ રાશિઓ માટે પોતાના સાથીનું દિલ તોડવુ કંઈ મોટી વાત નથી.આથી આ રાશિના લોકો સાથે પ્રેમમાં પડતા પહેલા હજાર વાર વિચાર કરજો. પ્રેમમાં પડવાથી લોકો કેમ ડરે છે.કારણ કે તેમને દિલ તૂટી જવાનો ડર લાગે છે.કોઈની સાથે પ્રેમની કેડી પર સફર શરૂ કરો અને વચ્ચેથી જ સાથી છોડીને જતો રહે તો તેનાથી મોટું દર્દ બીજુ કોઈ નથી હોતુ.કેટલાંક લોકોની ફિતરત હોય છે કે પ્રેમમાં અનુકૂળ પરિસ્થિતિ ન મળે તો તે પ્રેમીને દગો પણ આપી શકે છે.

Advertisement

મેષ રાશિ.

આ રાશિના જાતકો પ્રેમના મામલામાં ક્યારેય પાછા નથી પડતા. તે બીજા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રેમની વાત આવે તો તે દિલફાડ પ્રેમ કરી શકે છે પરંતુ તેઓ જેટલા જલ્દી પ્રેમમાં પડે છે તેટલો જ જલ્દી તેમનો પ્રેમ ઓસરી પણ જાય છે.તો તે કોઈપણ કારણ આપીને સામા પાત્રને તેમને છોડી દેવા ઉકસાવે છે.આ લોકો સાથીનું દિલ તોડવામાં એક સેકન્ડ પણ નથી લગાવતા.

મિથુન રાશિ.

આ રાશિના જાતકો બેવડુ વ્યક્તિત્વ ધરાવતા હોય છે અને તેમના આ સ્વભાવની અસર તેમની રિલેશનીપ પર પણ પડે છે.તે ક્યારેક પોતાના પાર્ટનરને લઈને બહુ પઝેસિવ થઈ જાય છે તો કોઈક વાર પાર્ટનરનું મોં જોવાની પણ ના પાડી દે છે.તેમને એ વાતનો બિલકુલ અહેસાસ નથી થતો કે તેમના આ વર્તનને કારણે સામેવાળાનું દિલ તૂટી જાય છે.

તુલા રાશિ.

આ રાશિના જાતકો સંતુલિત જીવન જીવવામાં માને છે. તેમને એવુ લાગે કે કંઈ ગરબડ છે તો તે તેને સ્થિર કરવાના રસ્તા શોધી જ લે છે.પરંતુ વાત જ્યારે ઈમોશન્સની આવે તો તે પાર્ટનર પર કંટ્રોલ રાખવા માટે પાર્ટનરની ફીલીંગ્સ સાથે જાત જાતના અખતરા કર્યા કરે છે અને અજાણતામાં તેમનુ દિલ તોડી નાંખે છે.

ધન રાશિ.

આ રાશિના જાતકો માટે તેમનું કરિયર પ્રેમ કરતા વધુ મહત્વનું હોય છે.તેમની નોકરી તેમના માટે પાર્ટનર કરતા પણ વધારે અગત્યની હોય છે.આ ચક્કરમાં તે પાર્ટનરનું દિલ કેટલીય વાર તોડી નાંખે છે.

મકર રાશિ.

આ રાશિના જાતકો પરિસ્થિતિ પ્રમાણે પોતાના પાર્ટનરનું દિલ તોડે છે.મેષ રાશિના જાતકોની જેમ જ જ્યારે પરિસ્થિતિ તેમને અનુકૂળ ન હોય અથવા તો તેમની મરજી પ્રમાણે બધુ ન ચાલી રહ્યું હોય તો તે પાર્ટનરનું દિલ દુઃખાવવામાં જરાયે વાર નથી કરતા.તે પોતાની તીખી વાતોથી પાર્ટનરને ખૂબ જ દુઃખ આપે છે.

Advertisement