આ વસ્તુઓ પત્નીને ભેટ આપવાથી ઘરમાં થાય છે માં લક્ષ્મીનો વાસ પુરુષો ખાસ જાણી લે.

ધાર્મિક શાસ્ત્રોમાં અને અનેક પુરાણોમાં દેવી લક્ષ્મીનાં અનેક રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે.કેહવાય છે કે જેના ઘરે માં લક્ષ્મી નો વાસ હોય તેના ઘરે કોઈ પણ રીત નું દુઃખ રહેતું નથી. ઘરમાં વાસ કરતી માં લક્ષમી નું રૂપ એટલે ગૃહ લક્ષ્મીનું છે.આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. ઘરમાં રહેતી પત્ની કે પૂત્રવધુને ગૃહ લક્ષ્મી માનવામાં આવે છે. આજથી વર્ષો પહેલાંની વાત કરીએ તો પત્નીને માતા લક્ષ્મી માનવામાં આવતી હતી.તેથીજ ભારતીય રીતી રિવાજમાં જ્યારે લગ્ન બાદ પત્ની ઘરે આવે ત્યારે તેની પૂજા કરવામાં આવે છે.

Advertisement

જ્યારે ઘરમાં રહેતી લક્ષ્મી નારાજ થાય છે ત્યારે ઘરની દશા બગડી જાય છે.કહેવામાં આવે છે કે જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને ખુશખુશાલ રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે.દેવી લક્ષ્મીને ખુશ રાખવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી.તમારી પત્નીને સમયાતંરે 4 પ્રકારની ભેટ આપકા રહેવાથી દેવી લક્ષ્મી ખુશ રહે છે અને ઘર પર પોતાની કૃપા રાખે છે.

જ્યોતિષ શાસ્ત્ર ઉપરાંત મનુસ્મૃતિ અને પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન રહે છે.તે ઘરમાં સદૈવ લક્ષ્મી ઘન ઘાન્યની કૃપા રાખે છે અને જે ઘરમાં તેઓ દુખી રહે છે ત્યાં ઘનની પરેશાની અને મુશ્કેલીઓ વધે છે.એટલે ગૃહલક્ષ્મી એટલે સમયાંતરે વસ્ત્ર ભેટ કરવું જોઇએ.ગૃહલક્ષ્મી ઉપરાંત બહેન, માતા અને અન્ય સુહાગન સ્ત્રીને પણ વસ્ત્ર આપવું શુભ માનવામાં આવે છે.કોઈ પણ સ્ત્રીને અમુક પ્રકારની ખાસ વસ્તુઓ આપવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે લક્ષ્મીનું પ્રસન્ન થવું તમારા માટે ખુબજ લાભ થશે.

સૌ પ્રથમ સ્ત્રીઓને દાન આપવાની વાત કરીએ તો આભૂષણ આપો. આપણાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આભૂષણો વગર દેવીની પૂજા સંપન્ન નથી થતી અને તમે પણ જોયુ જ હશે કોઈ પણ પૂજામાં દેવીની ઘરેણાં પહેરાવવા માં આવે છે.એટલે દેવીની પૂજામાં આભૂષણ જરૂર ચઠાવવામાં આવે છે. આભૂષણ ગૃહ લક્ષ્મીને પણ ગમતા હોય છે એટલે તેમને પણ થોડા થોડા સમયે આવી ભેટ આપવી જોઇએ. પત્નીમાં સાક્ષાત માં લક્ષ્મીજી નો વાસ હોવાથી તમારે સમયસર પત્ની ને આભૂષણો લાવી આપવા એટલે કે ભેટ આપવી.

બીજા નંબરે વાત કરીએ તો તેમાં સુહાગની વસ્તુઓ આવે છે. સુહાગનની નિશાની એટલે સુહાગની વસ્તુઓ સુહાગની સામગ્રી જેમ કે સિંદૂર, ચાંદલા, બંગડીઓ પણ ઉપહારમાં આપવાથી સૌભાગ્ય વધે છે. જેનાથી દેવી અતિ પ્રસન્ન થાય છે એટલે થોડા થોડા સમય પર તેમને પણ ભેટ આપવી જોઇએ. સુહાગની વસ્તુઓ ભેટ આપવાથી દેવી ખુબજ ખુશ થાય છે.

ત્રીજા નંબરે વાત કરીએ તો સારી અને મીઠી વાણી જેનાથી સૌ કોઈ નું ધ્યાન તમારી તરફ આવી જાય તેવી વાણી. ગૃહ લક્ષ્મીની પ્રસન્નતા માટે આ ઉપહારો સાથે એક ખાસ ઉપહાર આપવો જોઇએ જેમાં કોઇ પણ ખર્ચ નથી કરવાનો. આ ઉપહાર છે સન્માન અને મીઠા બોલ. જો તમે આવો ઉપહાર આપો છો તો મનુસ્મૃતિ પ્રમાણે ઘરમાં પ્રેમ અને આનંદ ભરપૂર રહે છે. સારી વાણી આ ઘરના કંકાસ નો નાસ કરે છે માટે તમારે પણ આ વાણી નો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement