આ યુવકે લગ્ન ની લાલચ આપી યુવતીને હોટેલ માં લઇ જઇને કર્યું દુષ્કર્મ,અને પછી થયું એવું કે.

આજ ના સમય અપહરણ ના કિસ્સા ખૂબ વધી ગયા છે.અને આજ ના સમય માં એવા એવા કિસ્સા બહાર આવે છે કે જાણી ને તમારા પણ હોશ ઉડી જાય.અને હાલ માં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. એક રિપોર્ટ અનુસાર,અહીં એક યુવકે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી હોટેલ માં લઇ ગયો હતો અને ત્યાર બાદ આ યુવકે જબરદસ્તી કરી ને એ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.તો હવે જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

Advertisement

એક રિપોર્ટ મુજબ આ કિસ્સો પાદરા પાટોદ ગામ નો છે કિસ્સો એવો છે કે એક યુવક 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર રાજસ્થાન હોટલમાં રૂમ ભાડે કરી લઈ ગયો હતો.અને ત્યાર બાદ આ યુવકે યુવતી ને સંબંધ બાંધવા કહ્યું હતું પણ યુવતી એની વાત નકારી દીધી હતી.

અને આ યુવક ને આ વાત પસંદ ન આવી અને ત્યાર બાદ આ યુવકે આ યુવતી પર બળાત્કાર ગુજાર્યાે હતો.અને આ યુવક યુવતી ને છોડી ને ભાગી ગયો હતો.પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા.

બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવાર જનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.અને ત્યાર પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો. જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી તા.16 અને 17 નવેમ્બર દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે.

હાલ માં પાદરા ની પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે પાદરા માં પહેલા પણ આવા કિસ્સા ઘણા બની ચુક્યા છે.અને એ પણ એના પણ ઘણા વિપરીત હોય છે.અને તમને જણાવી દઈએ કે હાલ માં આ કિસ્સા ખૂબ ઉશ્કેરાયો છે.અને છોકરી ના પરિવાર ની ડિમાન્ડ છે કે આ યુવક ને જેલ થવી જોઈએ.

Advertisement