આ છે અત્યાર સુધી ની સૌથી વધુ પસંદ કરાયેલ ફિલ્મો, નંબર 2 તો છે વિશ્વ પ્રસિદ્ધ.

બોલીવુડમાં આમ તો દર વર્ષે ફિલ્મો બને છે પરંતુ કેટલીક જ એવી હોય છે.જેને દર્શકો વારંવાર જોવાનું પસંદ કરે છે અને તે તેમની ફેવરેટ લીસ્ટમાંથી વર્ષો પછી પણ નથી જતી.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે બોલીવુડની કેટલીક એવી ક્લાસિક હિટ ફિલ્મો વિશે જે વર્ષો પછી પણ દર્શકોની ફેવરિટ બની રહી છે અને તક મળે છે ત્યારે તેઓ એક વાર જરૂર જુએ છે.

Advertisement

જાને ભી દો યારો

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને ઓમપુરીની કૉમિક જોડી આજે પણ દર્શકોને હસાવા પર મજબુર કરી દે છે.ઘણા ફિલ્મ નિર્માતાઓ આ ફિલ્મના ટ્રેન્ડની નકલ કરવા માંગતા હતા.પરંતુ સફળ ન થઈ શક્યા.

બોબી

ડિમ્પલ કાપડિયાએ આ ફિલ્મ દ્વારા નાની ઉંમરમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.ડિમ્પલ અને ઋષિ કપૂરની જોરદાર કેમિસ્ટ્રીએ સ્ક્રીનને આગ લગાવી દીધી હતી.ટીનેજ રોમાંસ પર બનેલી આ ફિલ્મ સુપરહિટ રહી અને આજે પણ ફિલ્મના ગીતો લોકોના મોઢા પર છે.

હમ આપકે હૈ કોન

તેને જો પરફેક્ટ ફેમીલી ફિલ્મ કહેવામાં આવે તો તે ખોટું નથી. ફેમિલી નાટક ભાવના અને ઘણાં સુંદર ગીતોથી સજ્જ આ ફિલ્મ સિનેમા પ્રેમીઓનીઆજે પણ ફેવરેટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના તમામ ગીતો હિટ હતા અને સલમાન-માધુરીની જોડી પડદા પર જોરદાર જોવા મળી હતી.

પડોશન

આજ સમયના ફિલ્મ નિર્માતાઓને લાગે છે કે વાસ્તવિક અને સ્વચ્છ કોમેડી ફિલ્મો બનાવાનું ભૂલી ગયા છે.ત્યારે જ તો વર્ષો પછી પણ આ ફિલ્મ દર્શકોની પસંદ બની રહી છે.સુનીલ દત્ત,સાયરા બાનુ, મહેમૂદ અને કિશોર કુમારની જબરદસ્ત એક્ટિંગે ફિલ્મને હિટ બનાવી હતી.

ચશ્મે બદદુર

1981માં આવેલી આ ફિલ્મ પણ બોલિવૂડની ક્લાસિકલ ફિલ્મોમાંની એક છે.દીપ્તિ નવલ, ફારુખ શેખ અને રાકેશ બેદીએ આ ફિલ્મમાં પોતાની જોરદાર કોમિડીથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.

મેરા નામ જોકર

એક જોકરોના જીવન પર બનેલી રાજ કપૂરની આ ફિલ્મને કોણ ભૂલી શકે છે.

સત્તે પે સત્તા

સાત ભાઈઓની કહાનીઓ પર બનેલી આ ફિલ્મ તે સમયે જબરદસ્ત હિટ રહી હતી.ફિલ્મમાં હેમા માલિની અને અમિતાભની કેમિસ્ટ્રી કમાલની હતી.થોડી નાટક થોડી ભાવના અને કોમેડીથી ભરેલી આ ફિલ્મ આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે.

શ્રી420

રાજ કપૂર અને નરગિસ જેવા મહાન કલાકારોની આ ફિલ્મ ભલે ઘણી જૂની થઈ હશે.પરંતુ સારા સિનેમા જોવાના શોકીનની તે આજે પણ ફેવરેટ છે.ફિલ્મનું ગીત ‘મેરા જૂતા હૈ જાપાની’ સુપર હિટ રહ્યું હતું.

ડોન

તમને અમિતાભનો એ ડાયલોગ તો યાદ હશે જ ડોનને પકડવો મુશ્કિલ જ નહી નામુમકીન છે.જોકે અમિતાભ બચ્ચનની આ સુપરહિટ ફિલ્મની રિમેક બની ગઈ છે.પરંતુ જે વાત જૂના ડોનમાં હતી એ તે નવા ડોનમાં નથી.

લવ સ્ટોરી

કુમાર ગૌરવ યાદ છે તમને જીહા તે લવ સ્ટોરી ફિલ્મવાળા.કુમાર ગૌરવ અને વિજેતા પંડિતની જોડી આ ફિલ્મમાં ખૂબ જ ક્યૂટ લાગી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી.

Advertisement