આ છે બૉલીવુડનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા ડિવોર્સ, પ્રેમ માટે ચૂકવી કરોડોની કિંમત

‘પ્રેમની કોઈ કિંમત હોતી જ નથી’ અને આવી વાતો ફક્ત પુસ્તકો અને ફિલ્મોમાં જ સારી લાગે છે અને પસંદ કરવામાં આવે છે.અને હાલના જીવનમાં પ્રેમ ક્યારેક ખૂબ ભારે પડી જાય છે.અને જો તમને આ વાત ખોટી લાગતી હોય તો એ સ્ટાર્સઓ ને પૂછી જુઓ કે જેમણે તેમના પ્રેમથી અલગ થવા માટે ભારે કિંમત ચૂકવી પડી હતી.અને અમુક બોલીવુડના સ્ટાર્સઓ ના તલાક ની કિંમત જાણીને તમને પણ ચક્કર આવી જશે.

1. કરિશ્મા કપૂર અને સંજય કપૂર

કરિશ્મા અને સંજય કપૂરના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતાં અને 2016 માં તૂટી પણ ગયા હતાં.અને આ છૂટાછેડા માટે સંજય કપૂરે 14 કરોડ રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો.અને રિપોર્ટ્સના મુજબ ડિવોર્સ સેટલમેન્ટ હેઠળ સંજયે 14 કરોડ બોન્ડ ખરીદવા પડ્યા હતા અને જેનો ઉપયોગ તેના બંને બાળકોના ઉછેર માટે કરવામાં આવ્યો હતો અને આ બોન્ડથી કરિશ્માને દર મહિને 10 લાખનું વ્યાજ પણ મળે છે.

2. ફરહાન અખ્તર અને અધુના ભાભાની

ફરહાન અને અધુના પણ 16 વર્ષ સાથે રહ્યા પછી તે 2017 માં અલગ થઈ ગયા હતા. અને છૂટાછેડા થઈ ગયા પછી અધુનાએ મુંબઇમાં (બેન્ડસ્ટેન્ડમાં 10,000 ચોરસ ફૂટ ફેલાયેલો બંગલો) ઘર રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.અને આ સિવાય ફરહાન અધુનાને પોતાની પુત્રીની ઉછેર માટે ઘણાં પૈસા પણ આપવા પડે છે.

3. રિતિક રોશન અને સુજૈન ખાન

પહેલાં રિતિક રોશન અને સુજૈન ખાનને બોલિવૂડના આદર્શ કપલ માનવામાં આવતા હતા અને 2012 માં તેમણે છૂટાછેડા લઈને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.અને મીડિયાના રિપોર્ટ્સ મુજબ રિતિક રોશને પણ સુજૈનને 340 કરોડ રૂપિયા આપી દીધા હતા.

4. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

એક મુલાકાતમાં સૈફે અલી ખાને કહ્યું હતું કે ‘છૂટાછેડા થયા પછી તેમણે અમૃતાને 5 કરોડ આપવાના હતા અને તેમાંથી 2.5 કરોડ તેમણે પહેલેથી જ આપી દીધા છે અને બાળકોને દર મહિને 1 લાખ રૂપિયા આપે છે અને તેમનો પુત્ર 18 વર્ષનો થાય ત્યાં સુધી આ પૈસા તેમને ચૂકવવા પડશે’ એવું પણ કહેવામાં આવ્યું હતું.

5. સંજય દત્ત અને રિયા પિલ્લઇ

સંજય દત્તથી છૂટાછેડા લીધા પછી રિયાને લક્ઝરી એપાર્ટમેન્ટ અને પતનપત્ર તરીકે મોંઘી કાર મળી હતી અને એટલું જ નહીં પણ એમ પણ કહેવામાં આવે છે કે સંજય દત્ત લાંબા સમયથી રિયાના તમામ બીલ ચૂકવતો હતો.

6. લિએન્ડર પેસ અને રિયા પિલ્લઇ

લિએન્ડર પેસથી છૂટાછેડા લીધા પછી રિયાને વળતર તરીકે 4 લાખ રૂપિયા મળ્યા હતા અને જેમાંથી 90,000 પુત્રીના ઉછેર અને શિક્ષણ માટે ફ્રી માટે આપવામાં આવ્યા હતા.

7. આદિત્ય ચોપડા અને પાયલ ખન્ના

રાણી મુખર્જી સાથે લગ્ન કરવા બદલ છૂટાછેડા બાદ આદિત્ય ચોપડાએ પહેલી પત્ની પાયલને 50 કરોડ રૂપિયા ચુકવવા પડ્યા હતા.

8. પ્રભુદેવા રામ રામલથ

પ્રભુદેવા પત્ની પાસેથી છૂટાછેડા લીધા પછી વળતર રૂપે 1 લાખ રૂપિયા અને બે મોંઘી કાર અને 25 કરોડનું ઘર વેચાણ રાખીને ચૂકવવું પડ્યું હતું.

9. આમિર ખાન અને રીના દત્તા.

ખબરોના મુજબ આમિર ખાને તેની પહેલી પત્ની રીનાથી છૂટાછેડા લીધા પછી 50 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

10. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા

જોકે અરબાઝ ખાન અને મલાઈકાએ સમાધાનની રકમ અંગે ક્યારેય કશું કહ્યું નથી પણ જો સમાચારની વાત માની લેવામાં આવે તો તે મલાઇકાએ જાળવણી ભથ્થું માટે 10 કે 15 કરોડ રૂપિયા માંગ્યા હતા.પણ તેમને આ રકમ મળી છે કે નહીં તે અંગે કોઈ નિશ્ચિત સમાચાર આપવામાં નથી આવ્યા.