આ છે રેપર કિંગ “Yo Yo Honey Singh” ની પત્ની, બૉલીવુડ અભિનેત્રી ને પણ આપે ટક્કર તેવી છે અદા, જુઓ તસવીરો

યો યો હની સીંગ ને તો તમે જાણતાજ હશો.આજની પેઢીના સૌથી લોકપ્રિય રેપ સિંગર છે. જોકે આજકાલ ઘણા રેપ સિંગર્સ લોકપ્રિય બન્યા છે. પરંતુ હની સીંગ ની વાત જ અલગ હતી.હની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક એવા ગાયકોમાંથી એક છે.જેમણે બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.હની તેની પર્સનલ લાઇફ અને ગીતોને લઈને ઘણી વાર હેડલાઇન્સમાં રહ્યાછે.

હની મ્યુઝિક જગતનો એક ઓલરાઉન્ડર ખિલાડી છે. જેને રેપ સિંગિંગ ઉપરાંત મ્યુઝિશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે તેમને રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે તમારા પ્રિય રેપ સિંગર તમારા દિલની ધડકન હની સિંહ હૃદય માં કોણ રાજ કરે છે.

ખરેખર,હની ની લવ લાઇફ ઘણી રસપ્રદ રહી છે.તેમના લગ્ન અંગે થોડા સમય માટે સસ્પેન્સ સર્જાયું હતું.આ પછી અચાનક એક રિયાલિટી શો દરમિયાન તે નજર આવતા તેની પત્ની નું રહસ્ય બહાર આવ્યું હતું કે હની પરિણીત છે.તેની પત્નીનું નામ શાલિની છે.

હની અને તેની પત્ની શાલિની વચ્ચે રિલેશનશિપ ખુબ લાંબી અને ગાઢ રહી હતી.લગભગ 20 વર્ષ સુધી ચાલેલા આ લાંબા અફેર પછી આખરે બંનેએ લગ્ન કરી લીધા.હની અને શાલિની એક જ સ્કૂલમાં ભણતા હતા.લોકોની નજરથી દૂર આ બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા સ્કૂલ પછી.

હની લંડન સંગીત શીખવા ગયો પરંતુ બંને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નહીં.તેમના લાંબા અંતરના સંબંધ ચાલુ રહ્યા.હની છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તે ડ્રગના વ્યસન સામે લડી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે મુશ્કેલ દિવસોમાં તેની પત્નીએ હંમેશાં તેને ટેકો આપ્યો હતો.