અચાનક એકા એક એક્સિડન્ટમાં આ લોકોએ ગુમાવ્યો હતો પોતાનો જીવ,આજે પણ નથી જાણવા મળ્યું મોતનું સાચું કારણ.

ક્યાં સુધી કોઈનું જીવન સલામત છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે કેટલાક પ્રતિભાશાળી લોકો સંઘર્ષ કરે છે અને રાતોરાત સ્ટાર્સ બની જાય છે જ્યારે કેટલાક સ્ટાર્સ અચાનક જ દુનિયાને અલવિદા કહે છે અને આકાશમાં એક તેજસ્વી તારો બની જાય છે આ ખૂબ જ દુખદાયક ક્ષણ હોઈ છે પરંતુ અહીંયા પર જ માનવ શક્તિ સંકોચતી હોય તેવું દેખાઈ છે ચાલો આપણે અહીં 11 તારાઓ સાથે થયેલા અકસ્માતો પર પ્રકાશ પાડીએ.

ડાયના.

બ્રિટેનની શાહી પરિવારની પુત્રવધૂ અને રાજકુમારી ડાયના ને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંની એક તરીકે પણ જાણવામાં આવે છે ડાયનાનું મૃત્યુ હજી એક રહસ્યની જેમ છે જેનું નિરાકરણ થતું નથી અથવા તેનું નિરાકરણ કરવા પ્રામાણિકપણે કરવામાં આવી રહ્યું નથી 31 ઓગસ્ટ 1997 ના રોજ પેરિસમાં માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

પોલ વૉકર.


હોલીવુડ સ્ટાર પોલ વૉકર કાર અકસ્માતનો શિકાર બન્યા હતા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ના સ્ટાર પોલ વૉકર લોસ એન્જલસમાં મિત્રની કારમાં જઇ રહ્યો હતો કે મોત એ પોતાની ઝપેટમાં લઈ લીધા.

સૌંદર્યા.

ફિલ્મ સૂર્યવંશમ માં અમિતાભ બચ્ચનની સાથે જોવા મળી રહેલી પ્રખ્યાત અભિનેત્રી સૌંદર્યાનું 31 વર્ષની ઉંમરમાં વિમાન અકસ્માતમાં નિધન થયું હતું.

જ્હોન ડેન્વર.

અમેરિકન લેખક અને ગાયક જ્હોન ડેનવર 1997 માં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો તે ટેક મી હોમ ગીતથી ખૂબ પ્રખ્યાત બન્યો હતો.

તરુણી સચદેવ.

ફિલ્મ પા માં અમિતાભ બચ્ચનની સાથે અભિનય કરી ચુકી તરુણી સચદેવનું માત્ર 14 વર્ષની ઉંમરમાં અવસાન થયું. તેનું મોત નેપાળમાં વિમાન અકસ્માતમાં થયું હતું.

સોનિકા ચૌહાણ.

પ્રખ્યાત મૉડેલ અને એન્કર સોનિકા સિંહ ચૌહાણ કાર અકસ્માતની શિકાએ બની અને તેનું મોત નીપજ્યું હતું. તેમની કારને બાંગ્લા સીરીયલના અભિનેતા વિક્રમ ચેટર્જી ચલાવી રહ્યા હતા.

ગગન કંગ.

મહાકાલીની સીરિયલથી ચર્ચામાં રહેનારા ગગન કંગને 2017 માં કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જસપાલ ભટ્ટી.

જસપાલ ભટ્ટીનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું તેમની અચાનક વિદાયના કારણે બધાને આશ્ચર્ય થયું હતું.

આનંદ અભ્યંકર.

મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા આનંદનું 2012 માં મુંબઈ-પુણે હાઇવે પર નિધન થયું હતું.

યશુ સાગર.

યશુ સાઉથ ફિલ્મોમાં ઉભરતા કલાકાર હતા જેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

રેખા સિંધુ.

5 મે 2017 ના રોજ ચેન્નાઈ-બેંગ્લોર હાઇવે પર કન્નડ અભિનેત્રી રેખા સિંધુએ કાર અકસ્માતમાં દુનિયાને અલવિદા કહ્યું હતું.