ભારતીય રમતો વિષેની આવાત તમે નહીં જાણતાં હોય ,ખુબજ રહસ્યમય છે આ વાતો.

1.ભારતમાં ખેલ મંત્રાલય. ભારતના રમત ગમત વિભાગની રચના 1982 માં (આઝાદીના 35 વર્ષ પછી) નવી દિલ્હીમાં નવમી એશિયન રમતો દરમિયાન કરવામાં આવી હતી.1985 માં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ દરમિયાન, રમત વિભાગનું નામ બદલીને ‘યુવા બાબતો અને રમતો વિભાગ’ રાખવામાં આવ્યું. જે 27 મે 2000 ના રોજ ‘મંત્રાલય’ બની ગયું.ત્યારબાદ, 30 એપ્રિલ 2008 ના રોજ ‘યુવા બાબતો અને રમત મંત્રાલય’ ને બે અલગ અલગ સચિવો હેઠળ ‘યુવા બાબતો’ અને ‘રમતગમત વિભાગ’ તરીકે બે વિભાગ યુવા મામલના વિભાગ અને ‘ રમત ગમત વિભાગ’ ના રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.

2.શતરંજ ભારતની પેદાઈશ.
લોકપ્રિય ‘આંતરરાષ્ટ્રીય રમત’, ચૅસ એટલે કે શતરંજ મૂળ રૂપથી ભારતમાં શોધવામાં આવી હતી. ‘ચેસ’ ના મૂળ સ્વરૂપ અથવા પ્રારંભિક રમતને ‘ચતુરંગા’ / ‘ચતુરંગમ’ કહેવામાં આવ્યુ હતું.

3.ભારતમાં માર્શલ આર્ટ્સની ઉત્પતિ.
માર્શલ આર્ટ્સ ‘/’ આર્ટ ઓફ સેલ્ફ ડિફેન્સ ‘નું નિર્માણ ભારતમાં સૌ પ્રથમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્શલ આર્ટ બૌદ્ધ-સાધુઓ અને મિશનરીઓ દ્વારા એશિયન દેશોમાં ફેલાયું.

4.ઓલિમ્પિક રમતોમાં ભારત.
1900 માં ભારતે પહેલી વાર ‘ઓલિમ્પિક ગેમ્સ’માં ભાગ લીધો હતો. ભારતીય ખેલાડી નોર્મન પ્રિચાર્ડે ભારતનું પ્રતિનિધિત્વ કરતા ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો અને બે પદક જીત્યા હતા.

5.ભારત દ્વારા જીત્યા ઓલિમ્પિક મેડલ.
ભારતે 1900 થી 2016 દરમિયાન ઓલિમ્પિક રમતોમાં ફક્ત 28 મેડલો જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ શામેલ છે.

6.ભારતમાં આઈપીએલ.
ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ભારતની ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ (આઈપીએલ) ક્રિકેટ, યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ બાસ્કેટબ બોલ એસોસિએશન (એનબીએ) પછીની બીજી સૌથી અમીર સ્પોર્ટ્સ લીગ છે.

7.સાપ અને સીડી રમત ભારતમાં ઉદ્ભવી.
‘સાપ અને સીડી’ રમત ભારતમાં 13 મી સદીના કવિ-સંત જ્ઞાનદેવ દ્વારા બનાવવામાં આવી હતી. આ રમતનું મૂળ નામ ‘મોક્ષપટ’ હતું.

8- કાર્ડ ગેમ ભારતની દેન.
કાર્ડ રમત અથવા કાર્ડના પત્તાંઓથી રમાતી રમત મૂળ રૂપથી ભારતમાં ઉત્પન્ન થઇ હતી અને અન્ય દેશો દ્વારા તેને સંશોધિત કરવામાં આવી હતી.

9- ભારતમાં પૉલો ઉત્પન્ન.
પોલો રમતગમતની શરૂઆત પણ ભારતથી થઈ છે અને અન્ય દેશો દ્વારા તેને વધારે સંશોધિત કરવામાં આવી.

10- ‘હોકી’ ભારતની રાષ્ટ્રીય રમત નથી.


ફિલ્ડ હોકીને ભારતની ‘રાષ્ટ્રીય રમત’ માનવામાં આવતી હતી. જો કે, 2012 માં, ભારત સરકારે પુષ્ટિ આપી હતી કે ‘હોકી’ ભારતની સત્તાવાર રમતગમત નથી. ભારત સરકારે માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ પૂછેલા સવાલના જવાબમાં કહ્યું કે વાસ્તવિકતામાં કોઈ પણ રમત રાષ્ટ્રીય રમત નથી.