દુનિયા ની આ પાંચ અજાબીયોથી આજે પણ લોકો છે અજાણ,આવો જાણીએ એના વિશે..

માનવ સભ્યતાનો ઇતિહાસ ખૂબજ પુરાનો છે અને તેને લઈને આજે પણ જિજ્ઞાસા બની રહી છે.વૈજ્ઞાનિકો એને લઈને સતત આ વિશે સંશોધન કરવામાં રોકાયેલા છે. ફક્ત મહેલો અને મંદિરો જ નહીં શહેરો પણ શોધી નાખ્યા છે આ પુરાતત્ત્વવિદોએ,પરંતુ આજે પણ લોકો તેમના પ્રત્યે ઉદાસીન છે.વર્ષોની સખત મહેનત કરી જે પણ વૈજ્ઞાનિકો શોધે છે તે માનવ સમાજ માટે ખૂબ ઉપયોગી છે. આમાં ઘણી પુરાતત્ત્વીય શોધ પણ છે, જેનાથી આજે પણ આપણે અજાણ છે. દુનિયાની આ અજાયબીઓ આજે પણ કોઈ પહેલીથી કમ નથી.

1. રણમાં રહસ્યમય આકૃતિ.

સાઉદી રણમાં બનેલી આકૃતિ રહસ્યમય છે. તે આકાશમાંથી સ્પષ્ટ જોઇ શકાય છે. લોકપ્રિય વાર્તાઓ અનુસાર, આ આકૃતિ વૃદ્ધ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ છે. પુરાતત્ત્વીય વિભાગના જણાવ્યા અનુસાર, આનું નિર્માણ આશરે 2 હજાર વર્ષ પહેલાં થયું હતું.જો કે, આ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.

2. મેક્સિકોનું મંદિર.

મેક્સિકો સિટીના આ મંદિરને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે પરંતુ આજ સુધી કોઈ તેનું અસલી નામ જાણી શક્યું નથી.પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા મુજબ આ 500 વર્ષ જુના મંદિર વિશે કોઈ માહિતી નથી એની કોઈ લેખિત માહિતી પણ નથી અને દંતકથાઓમાં તેનો કોઈ ઉલ્લેખ નથી તેની ડિઝાઇન અમેરિકાના શહેર ન્યૂયોર્ક જેવી લાગે છે.

3. નાન મૈડોલ.

ટેમ્વેન ટાપુની પાસે એક ખૂબ જ ડરવાનું સ્થળ મળી આવ્યું છે જે એક હોરર ફિલ્મના સેટ જેવું તે લાગે છે.શાનદાર આર્કિટેકટ દ્વારા ડિઝાઇન કરેલું આ શહેર ક્યાં સમયગાળામાં બનાવમાં આવેલ છે તે એક પહેલી છે. આ સ્થાન વિશે કોઈપણ માહિતી ઉપલબ્ધ નથી.

4. ગૈલીલિ સાગરમાં બનેલો પહાડ.

રામસેતુ વિષે તો વૈજ્ઞાનિકો પણ જણાવી રહ્યા છે અને તેની કથાઓ પણ ઉપલબ્ધ છે. જો કે, ગૈલીલિ પાસે સમુદ્રમાં ઇઝરાઇલના પુરાતત્ત્વીય વિભાગને 2003 માં એક પહાડ પર નજર પડી જે નાના-નાના પત્થરોથી જોડાયેલો છે.આ કોઈ અજૂબાથી કમ નથી તેના વિશે લાખ કોશિશ કરવા છતાં અજુ સુધી કોઈ ઠોસ જાણકારી મળી નથી.તેને કેવી રીતે અને કોણે બનાવ્યો છે.

5. ગોસેક સર્કલ.

જર્મનીના પુરાતત્ત્વીય વિભાગને વર્ષોની સખત મહેનત પછી ગોસેક સર્કલ મળ્યુ જેને સાલ 1991 માં પહેલી વખત જોવા માં આવ્યુ હતું. જોવામાં તો, તે એક સામાન્ય આકૃતિની જેમ છે પરંતુ હજી સુધી તે વિશે ઘણી માહિતી મળી નથી. વિભાગનું કહેવું છે કે આ ડિઝાઇન સાત હજાર વર્ષ જુની છે. વિશ્વની આવી અજાયબીઓ છે કે જેના વિશે આજે પણ આપણે માહિતી એકત્રિત કરી શકયા નથી.