એક બે નહીં બાર છોકરીઓ સાથે અફેર હોવા છતાં પણ કુંવારો રહી ગયો સલમાન, જાણો એવું તો શું કારણ છે

સલમાન ખાન બૉક્સ ઓફિસનો કિંગ છે.પરંતુ વાસ્તવિક જીવનમાં તેની ઘણી વાર ખરાબ કારણોથી ચર્ચામાં રહ્યો છે.આ વાત બીજી છે કે આટલા વિવાદોમાં હોવા છતાં પણ સલમાનની ફેન ફોલોઇંગ ઓછી થતી નથી. સલમાન રેશ ડ્રાઇવિંગથી લઈને શિકાર સુધીની અનેક બાબતોમાં ફસાયેલા છે. આ સિવાય સલમાન ઘણીવાર તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં બની રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાનનું એક બે નહીં પરંતુ 12 છોકરીઓ સાથે અફેર હતું.

1. શાહીન

ઓછા જ લોકો જાણે છે કે સલમાન ખાનનો પહેલો પ્રેમ શાહીન નામની એક છોકરી હતી.ભાઈજાનને કિશોરઅવસ્થામાં જ પહેલો પ્રેમ થયો હતો.શાહીન એક્ટર અશોક કુમારની પૌત્રી હતી.કહેવામાં આવે છે કે શાહિન તે સમયે મોડલિંગ કરતી હતી.જ્યારે 19 વર્ષીય સલમાન તેના પ્રેમમાં ગિરફ્તાર થઈ ગયો હતો.સલ્લુ મિયા આ સંબંધને લઇને ખૂબ ગંભીર હતો અને વાત લગ્ન સુધી પહોંચી હતી.પરંતુ પ્રેમને લક્ષ્ય મળ્યું ન હતું.

2. સંગીતા બિજલાની

1980 માં સંગીતા બિજલાની મિસ ઈન્ડિયા બની હતી.તેના ઘણા વર્ષો પછી સલમાન સાથે તેનો અફેર શરૂ થઈ ગયો કહેવામાં આવે છે કે બંને લગ્ન કરવાના હતા.એટલુંજ નહીં તેમના લગ્નના કાર્ડ પણ છાપઈ ગયા હતાં.પરંતુ કાર્ડ્સ વહેંચાય તે પહેલાં જ બંને સંબંધ તૂટી ગયો.

3. સોમી અલી

એવું કહેવામાં આવે છે કે સોમી અને સલમાન આજે પણ સારા મિત્રો છે.પરંતુ સત્ય એ છે કે સોમી અલી પણ તેમની ગર્લફ્રેન્ડ માંથી એક છે.સોમી અને સલમાનનો અફેર પણ લાંબા સમય સુધી ચાલ્યો હતો.પરંતુ સલમાનના દારૂનું વ્યસન અને ડોરમીનેટિંગ રવૈયો જોઈને સોમીએ આ સંબંધથી દૂર રહેવું સારું માન્યું.

4. એશ્વર્યા રાય

સલમાનના આમ તો ઘણાં અફેર હતાં.પરંતુ એશ્વર્યા અને તેની લવ સ્ટોરી સૌથી વધુ હેડલાઇન્સ બની હતી.ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન એશને દિલ આપી બેઠો હતો.પરંતુ સલમાન અભદ્ર વર્તનને કારણે એશ્વર્યા તેનાથી દૂર થઈ ગઇ હતી.કહેવાય છે કે ભાઈજાને એશ્વર્યાની સાથે મારપીટ પણ કરી હતી.

5. સ્નેહા ઉલાલ

સ્નેહા ઉલાલને બોલિવુડમાં સલમાન ખાન જ લાવ્યો.એશ્વર્યા રાય સાથેનો ચહેરો મળવાના કારણે સ્નેહાને પહેલી ફિલ્મથી ખૂબ પબ્લિસિટી મળી.પરંતુ પછી તે બોલિવૂડથી ગાયબ થઈ ગઈ.એશનો ચહેરો મળવાને કારણે સલમાન સ્નેહા તરફ આકર્ષિત થયો હતો.પરંતુ તેમનો સંબંધ વધારે ટકી શક્યો નહીં.

6. કેટરિના કૈફ

એશ્વર્યા પછી જો સલમાન ખાન કોઈ સબંધમાં સૌથી વધારે સામેલ જોઈએ તો તે કેટરિના સાથે હતો પરંતુ ઘણા વર્ષોના ગંભીર સંબંધો પછી તેમનો સંબંધ તૂટી ગયો હતો અને કેટરિનાનું નામ રણબીર કપૂર સાથે જોડાયું.જોકે રણબીર સાથે પણ તેમનું જલ્દી બ્રેકઅપ થઈ ગયું હતું.સલમાન અને કટે એક સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે અને હવે ફરી એમની વચ્ચેની નજીકતા વધે તેવું લાગે છે.

7. ક્લાઉડિયા સિઝલા

સલમાન જર્મનની મૉડેલ ક્લાઉડીયા સાથે પણ ઘણીવાર જોવા મળ્યો હતો.તેથી તેના અફેરના સમાચાર પણ આવી રહ્યા હતા. એકવાર સલમાને કહ્યું હતું કે ક્લાઉડિયા એક ખૂબ સારી છોકરી છે અને તે તેને તેના પરિવાર સાથે મિલન કરવામાં ખૂબ ખુશ છે. પરંતુ આ સંબંધ પણ વધારે ચાલ્યો નહીં.

8. લુલિયા વંતુર

રોમાનિયાની મૉડલ લુલિયા વંતુર સાથે સલમાનના સંબંધો પણ ઘણી હેડલાઇન્સમાં હતા.વચ્ચે એ પણ સમાચાર હતા કે સલમાન લુલિયા સાથે લગ્ન કરવાના છે.લુલિયાને સલમાનના પરિવાર સાથે પણ ઘણી વાર જોવા મળી હતી.પરંતુ લુલિયાની સાથે પણ સલમાનના સંબંધો કોઈ અંત સુધી પહોંચ્યા ન હતા.

9. ઝરીન ખાન

ઝરીનને કેટરિનાની હમશકલ કહેવામાં આવે છે.ઝરીનને બોલીવુડમાં લાવવાનો યશ પણ ભાઈજાનને જ જાય છે.ઘણી વાર બંને એક સાથે જોવા મળ્યા હતા.જોકે બંનેએ તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર કર્યો નથી.

10. મહક ચંચલ

બિગ બોસમાં મહક ચંચલના આવ્યા પછી સલમાન અને મહેકના સંબંધને લોકોએ દોસ્તી કરતા કંઈક અલગ નજર આવ્યું.બિગ બોસ દરમિયાન સલમાને ખુલ્લેઆમ કહ્યું હતું કે મહક લઈને થોડો પક્ષપાતી થઈ જાય છે.

11. ડેઇઝી શાહ

ફિલ્મ જય હોની હિરોઇન ડેઝી શાહ પણ સલમાનને કારણે જ હિરોઇન બની હતી.આ ફિલ્મ પછી.બંનેના લિન્કઅપના સમાચાર પણ આવ્યા.પરંતુ આવા અહેવાલો હવાની જેમ થોડા દિવસોમાં ઉડી ગઇ.

12. હેઝલ મડ

કદાચ આ નામ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે પરંતુ એવું કહેવામાં આવે છે કે સલમાનને કારણે હેઝલને બોડીગાર્ડ ફિલ્મમાં રોલ મળ્યો અને એટલું જ નહીં. સલમાને તેમને બિગ બોસમાં ભાગ લેવા માટે પણ કહ્યું હેઝલ હવે ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની છે.