જાણો ઉત્તરાખંડના આ ગજબ ના મંદિર વિશે, જ્યાં ફેસબુક અને એપ્પલ નો માલિક પણ નમાવે છે મસ્તક..

તમે ભારતના ઘણા ઐતિહાસિક મંદિરો અને ધામો વિશે સાંભળ્યું હશે જેનાથી જોડાયેલી પરંપરાઓ અને આસ્થા અચભીંત કરનારી છે પરંતુ તમે જાણો છો આ મંદિરોમાં એક એવું પણ મંદિર છે જેની ફક્ત ભારતીયો ને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને વિશ્વાસ છે અમે વાત કરીએ છે ઉત્તરાખંડ ના નૈનિતાલમાં સ્થિત કૈચીં ધામની.

Advertisement

જ્યાં દુનિયાના સૌથી મશહુર કંપની એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સથી લઈને આજ ના સમયના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક ના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ દર્શન માટે આવી ગયા છે અને આ મંદિરની તાકાતને સમજે છે પરંતુ કૈચીં ધામ કેવી રીતે વસાવવામાં આવ્યું ચાલો તમને જણાવીએ.

નૈનિતાલ અલ્મોડા રોડ પર સ્થિત કૈચી ધામ.બાબા નિમ કૈરોલી નું તપોસ્થળ હતું.જેમને ક્ષિપ્રા નામના પર્વતીય નદીના કિનારે વર્ષ 1963 માં કૈચી ધામની સ્થાપના કરી હતી, માનવામાં આવતું હતું કે નિમ કૈંરોલી બાબા પાસે થોડી આધ્યાત્મિક. શક્તિઓ હતી જેને તે લોકોને સાચો રસ્તો બતાવવામાં મદદ કરતા હતા. ધામની સ્થાપના બાદ તેમને એક અમેરિકી ભક્ત રામદાસ એ તેમની પર એક બુક લખી હતી જેના પછી દુનિયાભરના લોકોનું આકર્ષણ આ ધામ તરફ વધ્યું.

બાબા નિમ કૈરોલી નો જન્મ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં સ્થિત એક નિમ કરોલી નામના ગામમાં થયો હતો તેથી તેમને તેમનું નામ પણ નિમ કરોલી રાખી લીધું નિમ કરોલીના આશ્રમમાં આવનારા વિદેશીઓ માં સૌથી વધારે લોકો અમેરિકાના છે કદાચ એટલે કે તેમની રામદાસની બુકનો પ્રભાવ પડ્યો હશે જેમને તેમને અહીંયા આવવા માટે પ્રેરિત કર્યા પરંતુ આજ સુધી કોઈ પણ અહીંયાંથી ખાલી હાથે નથી ગયા.

કૈચી ધામમાં બાબા ને મળવા આવેલા લોકોમાં સૌથી પહેલુ નામ એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સનું છે.સ્ટીવ જોબ્સની જિંદગી કષ્ટથી ભરેલી હતી.તે આપણે બધા જાણીએ છે માનવામાં.આવે છે કે સ્ટીવ જોબ્સ તેમના દોસ્તો સાથે આધ્યાત્મિક ટ્રીપ પર ભારત આવ્યા હતા જ્યારે તેમને કૈચી ધામમાં નિમ કરોલી બાબાના દર્શન કર્યા હતાં અને ત્યાર પછી પાછા આવીને એપ્પલની સ્થાપના કરી હતી.

અહીંયા એ નથી કહી શકાતું કે સ્ટીવ જોબ્સને નિમ કરોલી બાબાએ આશીર્વાદ આપ્યા અને તે સફળ થયા.પરંતુ એ જરૂર કહી શકાય કે ત્યાં તેમને અધ્યાત્મ ની પ્રાપ્તી થઈ જેનાથી તેમને તેમના જીવનમાં રસ્તો બનાવવાની હિંમત મળી.અને આ વાત ને જાતે સ્ટીવ જોબ્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિજ્ઞાન અને અધ્યામ બન્ને તેમની માટે જરૂરી છે કારણ કે અધ્યામ છે જે તેમને રસ્તો પસંદ કરવામાં મદદ કરે છે.

સ્ટીવ જોબ્સના પછી આંતરાષ્ટ્રીય બિઝનેસમેન અહીંયાં આવ્યા એ છે ફેસબુક ના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ જે સમય ફેસબુક ખોટમાં ચાલી રહ્યું હતું એ સમયે માર્ક ઝુકરબર્ગ અહીંયા આવ્યા હતા નિમ કરોલી બાબાની મૃત્યુ વર્ષ1973માં થઈ ગયું હતું પરંતુ એ ગામમાં તેમની સમાધિ બનાવી ગઈ અને માર્ક ઝુકરબર્ગ એ તેમના દર્શન કર્યા હતા.

તમે જાણો છો કે આજે માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે એવા જ કેટલાક તથ્યો છે જે અહીંયા આવનારા લોકોમાં આ ધામના પ્રતિ આસ્થાઓ મજબૂત કરે છે. કૈચી ધામમાં નિમ કરોલી બાબાની સમાધિ ના સિવાય પાંચ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે જેમાં હનુમાનજીની મૂર્તિ ઘણી ભવ્ય છે કદાચ તેથી જ નિમ કરોલી બાબાને હનુમાન ના અવતાર માનવામાં આવે છે.

અહીંયા આવી ગયેલા મોટા મોટા નામોમાં પૂર્વ રાષ્ટ્રપતિ વિવી ગિરી, અંગ્રેજ જનરલ મકન્ન, ભારતના પેહલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ જેવા નામ શામેલ છે જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ મંદિર કદાચ તેથી આટલું પ્રચલિત છે કેમ કે અહીંયા આવીને પોતાની જિંદગીમાં અલગ અલગ દુવિધાઓથી પસાર રહેલા લોકોને એક દ્રષ્ટિ મળે છે.

Advertisement