કંઈક આવી હોય છે જંગલમાં રેહવાવાળી જનજાતિઓ ની દિનચર્ચા, જાણો આદિવાસી ઓથી જોડાયેલી આ રોચક વાતો.

તમારાથી કૉસો દૂર જંગલોમાં રહેનારા જનજાતિયોની આવી હોય છે દિનચર્યા,જાણો આદિવાસીઓથી જોડાયેલી થોડી વાતો કોઈ પણ સમાજનું અતીત ઘણું મહત્વપૂર્ણ હોઈ છે.જનજાતિયોના સંદર્ભમાં વિવહારીએ તો આ સવાલ ઘણો. અટપટો થઇ જાય છે કે તેમને આદિમાનવ સભ્યતા રૂપમાં પુરાતન જીવન સ્થિતિમાં અલગ છોડી દેવામાં આવે કે વિજ્ઞાન અને ટેકનીકની પ્રગતિની આધુનિક વ્યવસ્થામાં આગળ વધવાનો ચાન્સ આપવો જોઈએ. તેની સાથે આ સવાલ પણ એટલો જ મહત્વપૂર્ણ છે કે એમને વિકાસના નામે તેમને આધુનિક ઝટિલ રાજ્ય તંત્ર અને સમાજ વ્યવસ્થાની સામે તૂટીને વિખરાઈ જવા માટે છોડી દેવામાં આવે કે તેમને નવા પરિવેશમાં સહજ અને ગતિશીલ હોવા માટે પર્યાપ્ત અવસર આપવો જોઈએ. આદિવાસીઓને લઈને ઘણા એવા મુદ્દા છે જેની પર વાત કરવી જોઈએ,પરંતુ આજે અમે તમને એમની દિનચર્યા થી લઇને કેટલીક અન્ય અનસુની વાતો વીશે જણાવીશું

આદિવાસીઓ ના જીવનમાં આ પહલુ આજે પણ છુપાવામાં આવે છે.

જનજાતિયોઅના યૌન જીવન અને રીતિ રિવાજોના વિશે હસાવનારા સન્સનાટીભરી વિગતો તો ઘણી મળે છે,પણ તેમના પારિવારિક જીવનની માનવીય વ્યથા નથી જણાવવામાં આવતી,તેમના ઔલોકીક વિશ્વાસ,જાદુ-ટોના અને વિલક્ષણ અનુષ્ઠાનને આંખોથી જોયેલા હાલ તો મળે છે,પરંતુ તેમની જિંદગીના સંઘર્ષ અને સંઘર્ષ વીશે કદાચ જ કોઈ જણાવે છે .તે આજે પણ માણસની અલગ જાતિના રૂપમાં અજુબાની જેમ હાજર કરવામાં આવે છે.

જનજાતિયોની સંસ્કૃતિ.

જ્યારે આપણે કોઈ જાતિને આદિમાનવ કહે છે તો અમારો કહેવાનો અર્થ એ છે કે તે આપણા વર્તમાન જીવનની પહેલાની સ્થિતિનું ઉદાહરણ છે,પરંતુ આ વાત પણ તથ્યોના આધાર પર નથી કહેવામાં આવી..વિશ્વના માનચિત્ર પર અલગ અલગ ભૌગોલિક પરિવેશમાં એટલા પ્રકારની સંસ્કૃતિઓનું વિદ્યામાન છે અને રહી છે તે કહેવું પડે છે કે દરેક સમાજની સંસ્કૃતિ તેમના સાંચા છે અને સામન્ય સંસ્કૃતિના લક્ષણોના નિર્ધારણ માં કોઈના એક સંસ્કૃતિના સાંચા સંપૂર્ણ થઈ શકતા.

ઝારખંડની સાંસ્કૃતિક જનજાતિયો.

આ ક્ષેત્ર અને અહિયાની મૂળજાતિયો જેમાં જનજાતિયાં અને સદાણી સમુદાયની ભાગીદારી છે,સદીઓથી તે એક સમરસ અને સમતાવાદી સમાજ બનતા આવી રહ્યા છે ! આ ઇતિહાસ લગભગ 2 વર્ષ જૂનો છે જ્યારે સદાણી જાતિઓના મૂળ જાતિ નાગવંશીઓ એ છોટાનાગપુરમાં રાજ્ય બનાવ્યું હતું.

જમજાતિઓને કહેવામાં આવે છે માણસોથી ભિન્ન

વિજ્ઞાનિકનું એક ગર્વ ભારતની જનજાતિયો અને ગૈરજનજાતિય સંસ્કૃનિઓના વિલગાવ અને અસમ્બદ્ધતા પર એટલું વધારે બળ આપી રહ્યું છે કે આજે આપણે તેમને એક દમ ભિન્ન માનવા લાગ્યા છે ,પરંતુ ઐતિહાસિક સંદર્ભમાં વિચાર કરવા પર સ્પષ્ટ થઈ જાય છે કે તેન એટલા ભિન્ન અને અસમ્બદ્ધ નથી.જેટલું સમજીએ અને સમજવમાં આવી રહ્યું છે.ઘણી જાતિયો હિન્દૂ સમાજમાં બદલાય ગઈ છે અને ઘણી બધી સાંસ્કૃતિ વિશેષતાઓ તેમની સામાન્ય અભીલક્ષણ પણ બની ગઈ છે.જે જગ્યાઓ પર તેમનું સ્થાનાંતર જાતિઓમાં નથી થયું,ત્યાં પણ ગૈરજાતિઓ સમુદાયથી તેમનો સંપર્ક બની રહ્યો છે.

જનજાતિયોને માનવામાં આવ્યું છે માણસોથી સભ્ય.

આ આદિમાનવ લોકોને જોઈએ તો તે આપણા કરતા ઘણા સભ્ય છે.તેમનો સમુદાય એવો છે કે 20-25 લોકોના સમૂહમાં એક માણસ જંગલી જાનવરને મારે તો તેને બધામાં વહેચવામાં આવે છે.કોઈ માછલી મારે તો તેને બધામાં વહેચવામાં આવે છે.શુ આવું આપણા સમાજમાં છે તો આપણે સભ્ય છે કે એ લોકો? આપણે તો પાડોશી સાથે ઝગડો કરીએ છે ખાવાને લઈને.

જનજાતિયાં સરકારને કઈ નજરથી જોવે છે.

નિયમગીરીના આદિવાસીઓ કહે છે કે તેમને સંઘર્ષ દરમ્યાન જ સરકારને જોવી છે.નિયમગીરી પર્વતો પર સરકાર જ્યારે પહોળો રસ્તો બનાવવાની તૈયારી કરી રહી હતી.,ત્યારે અમને ખબર પડી ગઈ કે ખરેખર આ રસ્તાનું નિર્માણ નિયમગીરીના આદિવાસીઓના વિકાસ માટે નથી.આ બૉક્સાઈડ ખનન માટે આવનારી કંપનીઓ માટે છે.ત્યારે નિયમગીરીના લોકો ભેગા થયા અને તેમના વિરુદ્ધ સંઘર્ષ શરૂ કર્યો .ત્યારે તેમને પેહલી વાર જાણ્યું કે સરકાર શુ હોઈ છે.કદાચ સરકાર પણ નથી જાણતી કે નિયમગીરી ફક્ત પર્વત અને જંગલનું નામ નથી.અહીંયા આદિવાસી પણ રહે છે.

નિયમગીરીના આદિવાસી સરકારથી શુ ઈચ્છે છે.

સંઘર્ષ દરમ્યાન પેહલી વાર નિયમગીરીના જંગલોની અંદર સોલર લાઇટ આપવામાં આવી.ગામડાંના વૃદ્ધને વૃદ્ધા પેન્શન ,ચોખા મળી રહ્યા.કેટલા લોકો કહે છે જંગલ ,પર્વત  સરકારના છે.,પરંતુ સરકાર તો જાતે જનતાની છે.જંગલ,પર્વત અહિયાં રહેનારા લોકોનું છે.આદિવાસી અહીંયા પર્વતો પર સ્કૂલ અને હોસ્પિટલ ઈચ્છે છે કોઈ પ્રકારની કંપની કે પોલીસ ચોંકી નહિ.

આદિવાસી એમની એકજુટતાને માને છે પોતાની તાકાત.

નિયમગીરીના આદિવાસીઓ પાસે પૈસા નથી,કોઈ પોલીસ તાકાત પણ નથી.તેમની શક્તિ તેમની એકજુટતામાં છે.તે પૈસા લઈને દલાલ નથી બનતા!

ક્યાં આદિવાસી વિકાસ વિરોધી છે.

એક સેમિનારની વાત છે-ત્યાં લોકો કહી રહ્યા હતા કે આદિવાસી બધી વસ્તુઓમાં વિરોધ કરે છે.સરકાર તેમનો વિકાસ કરવા માંગે છે,પરંતુ તે જ વિકાસ નથી ઇચ્છતા,તે રસ્તોનો વિરોધ કરે છે.તેના પર આદિવાસીઓ કહ્યું કે એ સ્કૂલ અને હોસ્પિટલનો વિરોધ નથી કરતા.

પરંતુ કંપનીઓના પ્રવેશ માટે પચાસ ફૂટ રસ્તાઓનું નિર્માણનો વિરોધ જરૂર કરશે.કારણ કે ત્યારે તેમના ઘરો આગળથી રોજ હજાર ગાડીઓ જશે.પોલીસ, ઠેકેદારો,દલાલ,બઝાર બધું એક સાથે નીકળશે .તેમની સ્ત્રીઓ પર બળાત્કાર થશે.જ્યારે તેમના છોકરા જંગલમાં એકલા ફરતા જોવા મળશે ,તો પોલિસ તેમને માઓવાદી કહીને ગોળી મારશે,જેવું આજે પણ કરી રહી છે.

જંગલ ,પર્વતો સાથે આખું જીવન પણ બરબાદ થઈ જશે.એના પછી પણ લોકો કહે છે કે આદિવાસી વિકાસ નથી ઇચ્છતા ! ત્યારે આદિવાસીઓ એ કહ્યું કે ,ઠીક છે એક કાગળ પર લખીને આપો કે રસ્તા પોહળા થયા પછી પણ કંપનીઓ,પોલિસ,જંગલમાં નહી આવે.આ સાંભળી બધા ચુપ રહી ગયા.

આદિવાસીઓ માટે કેટલા જરૂરી છે પૈસા.

આજે પણ આદિવાસી અનાજની બદલે બીજો સમાન આપે છે.અદલા બદલીની પરંપરા છે .બીજા લોકો કપડાં, સાબુ,તેલ,મીઠું,ચોખા લઈને આવે છે અને વન્યજાતિ દાળ,એરંડીના બીજ,નારંગી,લીંબુ જે પર્વત પર પણ ઉપલબ્ધ છે,લઈને જાય છે અને જરૂરતની વસ્તુઓની અદલા બદલી કરી લે છે તો જંગલની અંદર પૈસાનું શુ કામ છે?
બીમારી થવા પર તે જંગલમાં જ જડીબુટીઓથી સારવાર કરે છે.અને પ્રસુતિ દરમ્યાન બાળકો ગામડામાં જ જન્મ લે છે અને એવા ખૂબ ઓછા છે. જેમની મૃત્યુ થઈ હોય.

જંગલો અને પર્વતો પર રેહવું કઠિન છે,આ વાતને લઈને તેમના મંતવ્યો.

આ સવાલ પર એક આદિવાસીએ જણાવતા કહ્યું કે,” જ્યારે અમે પેહલી વખત મોટા શહેરમાં ગયા ત્યારે તે ઘણું ભયજનક લાગ્યું” શહેરના લોકો જંગલમાં વાઘ, ભાલુંના નામથી બીવે છે,પરંતુ શહેરમાં તે પોતાના જેવા માણસથી જ બીવે છે. તે જંગલ,પર્વતના જીવનથી પણ વધારે ભયજનક છે.

આગળ તેને કહ્યું કે અમે જંગલોમાં એ નથી જાણતા કે માણસોથી બીવાનું કેમ હોઈ છે. અમારી દીકરીઓ જંગલોમાં એકલી ફરે છે.છોકરા ઝાડ પરથી ફળ ઉતારે છે.ગામમાં ધ્રાંગડી ,ધ્રાંગળીબાસા છે,જ્યાં યુવા એકબીજાને મળે છે, ભેગા થઈને વાત કરે છે, પર્વતો પર નદીઓ,ઝરણાંઓ છે, ફળ ફૂલ છે,અનેક પ્રકારના કંદમૂળ છે,અમને ભોજન પાણીની ખોટ નથી.તેમની વાતોથી એ સાબિત થાય છે કે તે તેમના પરિવેશમાં ઘણા ખુશ છે. આ હતી આદિવાસીઓ અને અન્ય પ્રજાતિયોથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો,આશા કરીએ છે કે તમને પસંદ આવી હશે.