કિંગ ખાન થી લઈને સોનમ કપૂર સુધી અનેક લોકો થયાં છે જાતિવાદનો શિકાર.

બોલિવૂડ સ્ટાર્સ ભલે રજાઓ વિતાવા વિદેશી સ્થાન પસંદ કરે કારણ કે તેમને ત્યાં શાંતિ તથા સૂકુંન મળે છે પરંતુ તે પણ સાચું છે કે ભારતીય કલાકારો ઘણીવાર વિદેશમાં રંગભેદ અથવા જાતિવાદનો સામનો કરવો પડે છે સામાન્ય ભારતીય ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ પણ રંગભેદના શિકાર થઈ ગયા છે અને તેમાં ઘણા મોટા નામ શામેલ છે.

1. પ્રિયંકા ચોપડા.

આજે ભલે પ્રિયંકા ચોપરા હોલીવુડમાં તેની અભિનયથી પ્રશંસા કરાવી રહી છે પરંતુ બોલિવૂડની આ પ્રખ્યાત અભિનેત્રીઓ પણ રંગભેદનો ભોગ બની છે પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે સ્કૂલના દિવસોમાં અમેરિકામાં હતી ત્યારે લોકો ઘણી વાર તેના ઘેરા રંગને કારણે તેમને બ્રાઉની કહીને ખીજવતા હતા.

હોલીવુડમાં પોતાને સ્થાપિત કરનારી પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં ભારતીય વિશેના રૂઢીવાદી વિચારને તોડતાં કહ્યું આપણામાંથી કરીની ગંધ આવતી નથી આપણે બધા ખરાબ નથી દેખાતા કે ના શરમાઈને આપણે કમ્પ્યુટરની પાછળ બેસી રહેતા હા અમારું કુટુંબ મોટું છે પરંતુ આનો અર્થ એ નથી કે દરેક કારમાંથી 15 લોકો નીકળે.ગ્લોબલ પૉપ કલ્ચરમાં પણ આપણે આપણી જાતને આની જેમ રજૂ કરીએ છીએ આટલું જ નહીં પ્રિયંકાએ એમ પણ કહ્યું કે એકવાર રંગભેદને કારણે હોલીવુડની ફિલ્મ તેના હાથથી નીકળી ગઈ હતી.

2. શાહરૂખ ખાન.

કિંગ ખાને પણ ઘણી વાર શરમનો સામનો કરવો પડ્યો છે નામમાં ખાન ને કારણે તેમની અમેરિકન એરપોર્ટ પર ઘણી વાર ચેકિંગ કરવામાં આવી 2009 માં જ્યારે શાહરૂખ નેવાર્ક લિબર્ટી એરપોર્ટ ગયો ત્યારે સત્તાધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને અલગ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી કેમ કે તેનું નામ કોમ્પ્યુટરાઇઝ્ડ ચેતવણી સૂચિમાં હતું દેખીતી રીતે આનું કારણ તેના શબ્દ સાથે ખાન શબ્દનો સમાવેશ હતો આ પરિસ્થિતિને તેમની ફિલ્મ માય નેમ ઇઝ ખાન ના ડાયલોગથી બરાબર સમજી શકાય છે માય નેમ ઇઝ ખાન અને આઈ એમ નોટ અ ટેરિરિસ્ટ.

3.સોનમ કપૂર.

તમેં કદાચ વિશ્વાસ નહીં કરો પરંતુ મસક્કલી ગર્લ સોનમ પણ જાતિવાદનો શિકાર થઈ ગઈ છે એક ઇવેન્ટ દરમિયાન સોનમે કહ્યું હતું કે જ્યારે તમે વિદેશ જાઓ છો ત્યારે લોકો ફક્ત તમારો રંગ જોઈને જ તમારા વિશે નિર્ણય લે છે જાણે કે આપણે હંમેશાં સ્ક્રીન પર હોઈએ છીએ અને અમારા માતાપિતા રૂઢીવાદી હોય છે.

4. રણવીર સિંહ.

રણવીરસિંહ એ જો કે જાતિવાદના શિકાર થવા પર આ મામલે કંઇ કહ્યું ન હતું પરંતુ પાછળથી એક અગ્રણી મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીરે તેના જીવનના કેટલાક ખરાબ અનુભવો શેર કર્યા હતા રણવીરે કહ્યું મારા જીવનમાં કેટલાક ખૂબ જ ખરાબ અનુભવો થયા છે બધુ હંમેશા સારૂ નથી હોતું હું ભાવનાત્મક અશાંતિ અને લાંબા સમયથી પૈસાની અછતથી પરેશાન હતો મારી મજાક ઉડાવવામાં આવી જાતિવાદ અને અપમાનનો સામનો કરવો પડ્યો.

5.શિલ્પા શેટ્ટી.

બોલિવૂડની યમ્મી મમ્મી શિલ્પા શેટ્ટીએ 2007 માં અમેરિકન ટીવી રિયાલિટી શો બિગ બ્રધરમાં રંગભેદનો સામનો કરવો પડ્યો હતો શો દરમિયાન તેના વિદેશી સાથીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને પ્રેશનિજનક કોમેંટ્સ કરી હતી પરંતુ આ બધા છતાં શિલ્પા શેટ્ટી તે શોની વિજેતા બની હતી તે સમયે આ બાબત ખૂબ સમાચારોમાં હતી.

6. ફ્રીડા પિન્ટો.

સ્લમડોગ મિલિયોનેર અભિનેત્રી ફ્રીડાના કહેવા પ્રમાણે તે પોતાના દેશમાં રંગભેદનો સામનો કરી રહી છે ફ્રીડાએ આરોપ લગાવ્યો કે ઉજળી છોકરીઓને હંમેશાં બોલિવૂડમાં તક મળે છે કાળી રંગની છોકરીઓ માટે બોલિવૂડમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે તેમનો મુદ્દો પણ એકદમ સાચો છે.