કુંભ રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ,આ રાશિઓને એક મહિના સુધી જલસા જ જલસા…

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતાનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્ય મોટા ભાઈ પૂર્વ જ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા ગ્રહોની તુલનામાં સૂર્યને સૌથી ઊંચુ સ્થાન આપવામાં આવ્યું છે.જે જાતકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તે ન તો પોતાના પરિવાર પર પણ સમાજમાં પણ સન્માન અને પ્રતિષ્ઠા મેળવે છે.જો કુંડળીમાં સૂર્ય નબળો કે વિપરીત હોય તો પરિસ્થિતિ સાવ વિપરિત હોય છે.

મેષ રાશિ.

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સૌભાગ્યશાળી રહેવાની શક્યતા છે. લાંબા ગાળાથી તમારી જે ઈચ્છા પૂરી નહતી થઈ તે પૂરી થવાની શક્યતા છે.તમે આ દરમિયાન ધર્મ-કર્મના કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો.પરોપકાર કરવામાં પણ તમે ક્યાંય પાછીપાની નહિ કરે.તમારા પિતા માટે પણ આ સારો સમય છે.તમને જીવનસાથી તરફથી પણ લાભ મળશે.

વૃષભ રાશિ.

આ રાશિના જાતકોનું પારિવારિક જીવન દુઃખી રહી શકે છે. પ્રોપર્ટી ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ મોટા અને કઠોર નિર્ણય પણ તમારે લેવા પડી શકે છે. તમે તમારી વાણી પરથી નિયંત્રણ ખોઈ બેસશો જેનુ ફળ તમારે ભોગવવુ પડશે. તમને નિયંત્રણ અને સંયમમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી તરફથી ધનલાભ થઈ શકે છે.

મિથુન રાશિ.

તમારી ઈચ્છાશક્તિમાં વૃદ્ધિ થશે.તમને જે ઈચ્છશો તે પ્રાપ્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરશો. તમારે કોઈ યાત્રા પર જવુ પડી શકે છે.ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને જરૂરિયાતમંદની મદદ કરવાથી પણ તમે પાછીપાની નહિ કરો. તમારે ખોટા આરોપથી બચીને રહેવુ પડશે.પિતા સાથેના સંબંધો કડવા બની શકે છે.

કર્ક રાશિ.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સૂર્યનું આ ગોચર તમારા માટે લાભકારક નથી.આર્થિક રીતે પણ તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે.માનસિક તણાવ અને ખોટી ચિંતાઓ તમને ઘેરીને રાખશે.કેટલીક એવી બાબતો સામે આવશે જે તમારો સમય માંગી લેશે. આ દરમિયાન ખર્ચા વધશે.તમારે તમારા ખર્ચા પર કાબુ રાખવો પડશે.

સિંહ રાશિ.

સૂર્યનું આ ગોચર તમારા દાંપત્યજીવનમાં સમર્પણ વધારશે. તમને તમારા પાર્ટનર પાસેથી પ્રેમ મળશે પરંતુ ક્રોધને કારણે વાત વકરી શકે છે. આ દરમિયાન તમારી અંદર સ્ટ્રેસ અને ક્રોધ વધી શકે છે. તમારુ ધ્યેય હાંસલ કરવા તમારે ઘણી મહેનત કરવી પડશે. આ દરમિયાન પાર્ટનરશીપમાં કોઈ નવુ કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. પરંતુ આ નિર્ણય તમારી તરફેણમાં નહિ રહે.

કન્યા રાશિ.

આ ગોચરને કારણે તમારા જીવનમાં હકારાત્મકતા આવશે અને તમારો મૂડ પણ આ ગાળામાં ઘણો સારો રહેશે. તમારે કોઈ લાંબાગાળાની યાત્રા પર જવાની જરૂર પડી શકે છે. તમારી યોજનાઓને સાકાર કરવા તમારે વધારે મહેનત કરવી પડશે. તમે આ ગાળામાં તેમાં પીછેહઠ નહિં કરો. તમારે તમારુ અને તમારી આસપાસના લોકોનું ધ્યાન રાખવું પડશે.

તુલા રાશિ.

સૂર્યના આ ગોચર દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થાય. આ સાથે જ તમારી બુદ્ધિ ક્ષમતામાં પણ ગજબ વધારો થશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થવાને કારણે તણાવ ઊભો થઈ શકે છે. પરંતુ તમે આ ગેરસમજ તરત જ દૂર કરી શકશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે અભ્યાસમાં બિલકુલ બેદરકારી ન દાખવે. ભાઈ-બહેન તરફથી ધનલાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ.

આ સમય તમારા માટે સામાન્ય રહેશે.પારિવારિક જીવનમાં તમારે કેટલાક મહત્વના નિર્ણય લેવા પડી શકે છે.આ માટે તમારે ઘણી માથાકૂટ કરવી પડશે.તમે પોતાની જાતને અન્ય લોકોની સલાહ સૂચના વચ્ચે અટવાયેલા મહેસૂસ કરશો. તમારી માતાના સ્વાસ્થ્ય પર પણ થોડી અસર પડી શકે છે.તમારા જીવસાથીને કામમાં વાહવાહી મળશે.

ધન રાશિ.

આ ગોચર તમારી ઈચ્છા શક્તિ વધારશે અને તમારા નિશ્ચયને વધુ સુદૃઢ બનાવશે.તમારા નાના ભાઈ-બહેનોને મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.તમારે તેમનું ધ્યાન રાખવુ પડશે.તમે પરિવાર સાથ સારો સમય વીતાવી શકશો. તમને તમારા કામને કારણે ખ્યાતિ મળશે.

મકર રાશિ.

સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ લાભકારક પુરવાર થશે.સાસરા પક્ષ તરફથી તમને લાભ મળી શકે છે. આ સાથે જ તમને કોઈ ખુશખબરી પણ મળી શકે છે.આ દરમિયાન પરિવાર તરફથી થોડી મુશ્કેલીઓ નડી શકે છે.તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવુ પડશે નહિં તો સમસ્યા ઊભી થશે.

કુંભ રાશિ.

તમારા જીવનસાથી તમારા પ્રત્યે સમર્પિત રહેશે.તમારા બંનેના સંબંધોમાં પારદર્શિતા આવશે.તમે તેમને ખુશ રાખવાની વધારેમાં વધારે કોશિશ કરશો.તમારા બંનેનો પ્રેમ એક નવી ઊંચાઈ હાંસલ કરશે.આ ગાળામાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. દૃઢ નિશ્ચયથી તમે ધાર્યા કામ પાર પાડી શકશો.

મીન રાશિ.

સૂર્યના કુંભમાં ગોચરને કારણે તમારી ઉર્જામાં વધારો થશે. તમારી ઈચ્છાશક્તિ ચરમ પર પહોંચશે.સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકો પાસેથી સારી ખબર સાંભળવા મળી શકે છે.આ ગાળા દરમિયાન તમે રૂપિયા ઉધાર લઈ શકો છો.માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. તમારા અહમમાં વધારો થાય જેને તમારે કાબુમાં રાખવો જરૂરી છે.