હજી તો લગ્ન થયાં ને એક વર્ષ પણ નથી થયું ત્યાં તો કપિલનાં ઘરે પારણા બંધાઈ ગયાં, જુઓ તસવીરો.

કોમેડિયન કિંગ કેવતાં કપિલ શર્માના ઘરે પારણા બંધાઈ ગયાં છે. કેહવાય છે કે હજી તો કપીલનાં લગ્ન ને એક વર્ષ પણ નથી થયો ત્યાંતો નાનકડા મહેમાનનું આગમન થયું છે અને તે પિતા બની ગયો છે.તેની પત્ની ગિન્ની ચતરથે દીકરીને જન્મ આપ્યો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું કે તે પિતા બની ગયો છે. અનેક બૉલીવુડ કલાકારોએ પણ તેને શુભેચ્છાઓ આપી છે. ત્યારે હવે કપિલ ના માથે એક નવી જવાબદારી પણ આવી ગઈ છે.

કપિલ શર્માએ પોતાન ટ્વીટર એકાઉન્ટમાં થી લોકો ને જાણ કરી હતી. કપિલે ટ્વિટ કરી પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે કરતાં લખ્યું કે આજે દીકરીના જન્મથી હું ખૂબ જ ખુશ છે. આપ સૌની શુભેચ્છાઓથી આજે મારા ઘરે દીકરી નો જન્મ થયો છે. સૌના આશીર્વાદની જરૂર છે.કપિલની આ ટ્વિટ પછી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો અને ફેન્સે તેને અભિનંદન પાઠવ્યા, સાથે જ ગુરૂ રંધાવા, રકુલ પ્રીત જેવા અનેક સેલિબ્રિટીસે પણ તેને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે હવે આગામી દિવસો માટે આ ખુબજ ચર્ચિત મુદ્દો બની શકે છે.

જેમ સૈફ અલી નાં પુત્ર તૈમુર જન્મ થી જ ચર્ચામાં આવી ગયો હતો તેમ અહીં પણ થઈ શકે છે. જોકે હાલમાં કેહવાય છેકે કપિલ આઉટ ઓફ કન્ટ્રી છે. તેઓ ભારતમાં નહીં પરંતુ બહાર છે. કપિલે સોમવારે મોડી રાતે ટ્વિટ કરીને પિતા બન્યાની ખુશી શેર કરી હતી. કપિલ શર્માએ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 2018ની 12 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા અને બંનેના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. તેના લગ્નમાં ટીવી, બોલિવૂડ અને પંજાબી ઈન્ડસ્ટ્રીના ઘણાં સ્ટાર્સ સામેલ થયા હતા. બેબીમૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વારયલ થઈ હતી. કપિલ શર્મા નું લગ્ન ખુબજ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે અનેક સ્ટાર્સ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં.આજે હવે કપિલ પોતાની દિકરી નો ફોટો સેર કરે તેની રાહ તેના ફેન્સ જોઈ રહ્યાં છે.