મંગળ થઈ રહ્યો છે અસ્ત, જાન્યુઆરીમાં તમારી રાશિ પર રહેશે આવી અસર

જ્યોતિષ મુજબ ક્રૂર ગ્રહ માનવામાં આવતા મંગળનો આગામી બે દિવસ પછી એટલે કે રોજ સવારે રાશિ કર્કમાં અસ્ત થશે અને ત્યારબાદ લગભગ મહિના પછી કન્યા રાશિમાં ઉદિત થશે. જ્યોતિષ મુજબ મંગળનું અસ્ત થવું પ્રાકૃત્તિક આપત્તિઓ તરફ ઇશારો કરે છે. વરસાદ અને ભૂસ્ખલનથી જાનમાલનું નુકસાન થઈ શકે છે. તેમજ તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડી શકે છે. આવો જાણીએ મંગળના અસ્તથી 12 રાશિ પર શું પડશે પ્રભાવ.

Advertisement

મેષ રાશિ.

મંગળનો અસ્ત થતા તમારા આરોગ્યને લઈને ચિંતાનો વિષય રહે. દુર્ઘટનાની આશંકા રહે છે. આ સમયગાળામાં વાણી પર સંયમ રાખો. કોઈને સાથે ઝગડો થઈ શકે છે. કે પછી કોઈ કારણ વગર પ્રવાસ પર જવાનો સમય આવે.આ સમયગાળા દરમિયાન તમે વિશેષ સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમે કોઇ પાસેથી ઉધાર કે લોન લીધી હશે તો આ સમયગાળા દરમિયાન તે ચૂકવી શકશો. સ્વાસથ્ય મામલે તમારે સાવધાન રહેવું પડશે. તમને કોઇ શારીરિક રોગ થઇ શકે છે. રૂપિયાના મામલે સાવધાન રહેવું પડશે. તમારો ફાલતૂ ખર્ચો પણ વધી શકે છે.

વૃષભ રાશિ.

વેપારમાં આ સમય દરમિયાન ઉતાર ચઢાવ જોવા મળે. પરિવારમાં ખુશી આવશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. જોકે કોઈ એવી ઘટના બની શકે જે તમારા હિતમાં ન હોય.સ્વાસ્થ્યના મામલે પણ તમારે સાવધાન રહેવું પડશે. દુશ્મનોથી બચીને રહેવું. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી સાથે વિવાદ થાય તેવી સંભાવનાઓ બની રહી છે. આ સમયગાળા દરમિયાન તમે સાવધાન રહો. મંગળના કારણે તમારા ખર્ચ પણ વધી શકે છે. આ દિવસોમાં સમજી-વિચારીને કામ કરવું પડશે.

મિથુન રાશિ.

તમારી રાશિ માટે મંગળનો અસ્ત લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો સમય છે. નોકરી અને કરિયરમા્ં કોઈ શુભ સમાચાર મળી શકે છે. સંબંધો વધુ મજબૂત બનશે. તમારું મન અશાંત રહેશે. કોઇ નજીકનો વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. મંગળના કારણે શારીરિક ઉતાર ચડાવ પણ અનુભવ થઇ શકે છે. તાવ કે લોહી સંબંધી સમસ્યા ઊભી થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. વાહન પણ સાવધાનીથી ચલાવવા જોઇએ. આ દિવસોમાં દરેક વાતચીતનો ઉકેલ લાવવાની કોશિશ કરવી.

કર્ક રાશિ.

મંગળ તમારી રાશિમાં અસ્ત થઈ ર્હયો છે જેથી આ સમય તમારા માટે શુભ નથઈ. સંતાન તરફથી કોઈ મુશ્કેલી આવી શકે છે. તેના અભ્યાસ અને કરિયર અંગે નુકસાન જોવા મળી શકે છે. નોકરીયાત વર્ગને અધિકારી દ્વારા હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. તમારી તર્ક શક્તિ પણ વધશે. મંગળના ગોચરકાળ દરમિયાન તમને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં કોઇ સરકારી પદ પર રહેલાં વ્યક્તિથી તમને લાભ મળી શકે છે. મંગળના પ્રભાવથી તમારું લગ્નજીવન સુખમય રહેશે. આ દરમિયાન તમારે પરિવારના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. ભાઈના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સિંહ રાશિ.

તમારી રાશિ માટે મંગળનો અસ્ત સારા સમાચાર લઈ આવશે. વેપારમાં આવેલી મુશ્કેલી દૂર થશે. પરિવારમાં તમે તમારી ફરજ યોગ્ય રીતે નિભાવી શકશો. આ સમય દરમિયાન આર્થિક મામલે ભૂલથી પણ કોઈ પ્રકારનું જોખમ ખેડો નહીં.તમારી મહેનત વધશે પરંતુ મહેનતનું પૂર્ણ ફળ મળી શકશે નહીં. પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ અને ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે. વિવાદ અથવા મતભેદની સ્થિતિ ઊભી થવાથી તમારે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો પડશે. તમે શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો. આ સમય જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

કન્યા રાશિ.

મંગળનો અસ્ત તમારા માટે લાભદાયક રહેશે. નોકરી અને વેપારના ક્ષેત્રે તમને લાભ થઈ શકેછે. આર્થિક રુપે આ સમય તમને મજબૂતી પ્રદાન કરશે. સંબંધોમાં પ્રગાઢતા વધશે.તમારે સમજી વિચારીને બોલવું પડશે. સ્વાસ્થ્યના મામલે પણ પરેશાની વધી શકે છે. તાવ અને માથાનો દુખાવો થઇ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે નહીં. મંગળના ગોચર દરમિયાન તમારે વાહન સાવધાનીથી ચલાવવા પડશે. કોઇપણ પ્રકારનો નશો કરવાથી બચવું. મંગળના કારણે કામકાજમાં મહેનત વધારે રહેશે પરંતુ ફાયદો ઓછો મળશે.

તુલા રાશિ.

મંગળનો અસ્ત થવાથી આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. પરિવારમાં તમારું માન વધશે. કોઈ જગ્યાએથી અણધાર્યું સમ્માન કે ભેટ મળે તેવા યોગ છે. તો કોઈ કારણે સમાજમાં અપમાનીત થવાનો પણ યોગ છે. કાર્યક્ષેત્રમાં કોઇ ખાસ ઉપલબ્ધિ પણ હાંસલ થઇ શકે છે. મોટા ભાઈ-બહેન સાથે વધારે સમય વિતશે. કોઇ પરેશાનીની સ્થિતિમાં તમને આસપાસના લોકો અને સાથે કામ કરનાર લોકોની મદદ મળી શકે છે. મંગળના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થાય તેવા યોગ બની રહ્યા છે. તમારી આવક વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત તમને વિશેષ લાભ મળવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ.

આ સમય દરમિયાન ભાગદોડ રહેશે. મંગળનો અસ્ત આરોગ્ય માટે કષ્ટકારી રહેશે. વેપારમાં નુકસાનથી સાવધાન રહેવું. રચનાત્મક કાર્યો સફળતા અપાવશે. આર્થિક રુપે નુકસાન ઉઠાવવા તૈયાર રહેવું. પારિવારિક મામલાઓમાં પણ તમારી માટે સમય સારો રહેશે.આ દિવસોમાં તમે પ્રોપર્ટી કે શેર માર્કેટમાં રોકાણ કરશો તો ફાયદો મળશે. આ રાશિના બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે પરંતુ ફાલતૂ ખર્ચ પણ વધશે. આ સમયગાળા દરમિયાન લેણ-દેણ અને રોકાણના મામલે તમારે સંભાળીને રહેવું.

ધન રાશિ.

શિક્ષણ અને સ્પર્ધામાં તમારા પ્રયાસને સફળતા મળશે. પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક મામલે જોખમ ન ઉઠાવવું. મનમાં કોઈ વાતને લઈને એકલતા સાલી શકે છે. મહેનત વધારે કરવી પડશે અને તમને તેનો ફાયદો પણ મળી શકે છે. તમારું કામકાજ વધશે. દાંપત્ય જીવન ઉપર તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જીવનસાથીને તમારે સમય આપવો. દાંપત્ય જીવનના થોડાં મામલાઓનો ઉકેલ આવશે. મંગળના કારણે તમારા અને જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ આવી શકે છે. તમારે સંભાળીને રહેવું.

મકર રાશિ.

કેટલીક વેપારિક સમસ્યા આવશે. દાંપત્ય જીવનમાં અશાંતિ રહી શકે છે. વાત વધારે વણસશે તો છૂટાછેડા સુધી પણ પહોંચી શકે છે. તમારે કોઈ બાબતે વાદવિવાદથી દૂર રહેવું જોઈએ. જેનાથી તમને નુકસાન થશે. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન સાથે મતભેદ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી આ ગોચરકાળમાં તમારા ખર્ચ વધવાની સાથે તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું અને ધનનો વ્યય સમજી વિચારીને જ કરવો. મંગળનું ગોચર તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

કુંભ રાશિ.

મંગળનો અસ્ત તમારા માટે હિતકારી છે. વિરોધી પરાસ્ત થશે. બીજાથી સહયોગ મેળવવામાં સફળ રહેશો. સરકારમાં અટવાયેલા કામ આ સમય દરમિયાન પૂરા થઈ શકે છે. સત્તાનો સહયોગ રહેશે. અચાનક પ્રવાસના યોગ છે. પારિવારિક દ્રષ્ટિએ સમય યોગ્ય નથી. ભાઈ બહેન સાથે મતભેદ થઇ શકે છે. મંગળના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. મંગળના ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. આ સમયગાળા દરમિયાન તમને આંખ સંબંધિત સમસ્યા થઇ શકે છે. આ દિવસોમાં તમે કોઇ એવું કામ પણ કરી શકો છો જેનાથી તમારી ઇમેજ ખરાબ થઇ શકે છે. મંગળના કારણે વિવાદના યોગ બની રહ્યા છે.

મીન રાશિ.

મંગળના અસ્તથી તમારો સમય સારો રહેશે. સંતાન તરફની ફરજ પૂરી કરી શકશો. પારિવારિક જીવન આનંદમય રહેશે. વેપારમાં વ્યસ્તતા વધશે. રાજકીય મદદ મેળવવામાં સફળ રહેશો. વિવાદ વધવાના યોગ બની રહ્યા છે. થોડી પારિવારિક ચુનોતીઓનો પણ સામનો તમારે કરવો પડી શકે છે. આ સિવાય કાર્યક્ષેત્રમાં તમારી માટે સમય શુભ રહેશે. તમારા કામકાજથી અધિકારી ખુશ રહેશે. મંગળના કારણે પ્રમોશનના યોગ બની રહ્યા છે. તમે મહેનત વધારે કરશો અને તેનો ફાયદો તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે.

Advertisement