માત્ર 17 વર્ષની ઉંમર ગુમાવ્યો પોતાનો પગ છતાં પણ નાં હાર્યો હિંમત આજે છે એવી ઉંચાઈ પર જાણી તમને પણ ગર્વ થશે.

52 વર્ષની અભિનેત્રી સુધા ચંદ્રન વિશે તમે જરૂર સાંભળ્યું જ હશે.મોટા પડદાથી લઈને નાના પડદા સુધી તેનું નામ ચાલે છે.સુધાએ તેની અભિનયની કારકીર્દિની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘મયુરી’ થી કરી હતી જે તેના જીવનની એક ઘટનાથી પ્રેરાઈ હતી.જે બાદ આ ફિલ્મ ‘નાચે મયુરી’ નો હિન્દી રિમેક પણ રીલિઝ થયો હતો.

Advertisement

આ ફિલ્મના માધ્યમથી સુધાએ તે ક્ષણોને ફરી જીવી હતી જેના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું.17 વર્ષની ઉંમરે સુધાને માર્ગ અકસ્માત થયો હતો જેના પછી તેનો એક પગ કાપવી નાખવો પડ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે સુધા ચંદ્રનનો એક પગ નકલી છે.પણ તેના મનમાં એવો જુસ્સો હતો કે તે હજી પણ તેના એક નકલી પગથી જ ડાન્સ કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સુધાએ 3 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું અને તેદરરોજ સવારે શાળાએ જતી પછી તે ડાંસ ક્લાસમાં જતી અને રાત્રે ઘરે પરત ફરતી હતી.નૃત્યની સાથે સુધા વાંચવામાં પણ સારી હતી અને દસમા ધોરણમાં સુધા 80 ટકા નંબર સાથે વર્ગમાં ટોપ પર હતી તેના નૃત્ય પ્રત્યેના પ્રેમને કારણે તેણે આગળનો અભ્યાસ આર્ટ્સમાં કર્યો હતો.

એકવાર સુધા ચંદ્રન બસમાં જઇ રહી હતી અને તે બસનો એક્સિડન્ટ થયો.આ એક્સિડન્ટમાં તેના પગને ઘણું નુકસાન થયું અને પગમાં ફ્રેક્ચર તેમજ કેટલાક ઘાવ પણ થયા હતા.જેના પર ડોકટરે પાટો બાંધી દીધો હતો પરંતુ થોડા સમય પછી તે ઘામાં ગેંગ્રેઇન થઈ ગયો હતો જેના કારણે તેના પગનો પંજો કાપી નાખવામાં આવ્યો હતો.તે સમયે સુધાની ઉંમર માત્ર 17 વર્ષની હતી.

પરંતુ પંજા કાપ્યા પછી પણ સુધાએ હાર માની નહીં અને પોતાનો નૃત્ય જીવંત રાખ્યો.આ સમગ્ર અકસ્માત પછી, સુધા 4 મહિનામાં ચાલવાનું શીખી ગઈ.આના થોડા સમય પછી સુધાએ ફરીથી નૃત્ય કરવાનું શરૂ કર્યું અને પછી તે દિવસ આવ્યો જ્યારે તેને સેન્ટ ઝેવિયર્સમાં પ્રદર્શન કરવાની તક મળી.જો કે પરફોર્મન્સ પહેલાં તે ખૂબ જ ડરી ગઈ હતી.પરંતુ તેમનો નૃત્ય એટલો અદભૂત હતો કે તેના સમ્માનમાં મોટાભાગના લોકો ઉભા થયા.

તેના અભિનય પછી, જ્યારે સુધા સ્ટેજની પાછળ ગઈ ત્યારે તેના પિતાએ તેના પગને સ્પર્શ કર્યો અને કહ્યું, “હું સરસ્વતીના પગને સ્પર્શ કરું છું તે અશક્યને શક્ય કરીને બતાવ્યું છે.” તે સમય જ સુધા માટે જીવનનો વળાંક બની ગયો હતો.

તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં સુધા નાના પડદા સાથે સંકળાયેલી હતી. તેમણે ‘નાગિન’ ઉપરાંત, ‘બહુરાનીયા’, ‘હમારી બહુ બહુ તુલસી’, ‘ચંદ્રકાંતા’, ‘જાને ભી દો પારો’, ‘ચશ્મે બદ્દુર’, ‘અંતરાલ’, ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી, ‘કસ્તુરી’, ‘અદાલત’ અને ‘શાસ્ત્રી સિસ્ટર્સ’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

આટલું જ નહીં, સુધાએ ‘નાચે મયુરી’, ‘શોલ ઓર શબનમ’, ‘હમ આપકે દિલમે રહેતે હૈ’, ‘શાદી કરકે ફસ ગયા યાર’, ‘મલામલ વિકલી’ તેમજ તેલુગુ, તમિલ, મલયાલમ, ભોજપુરી, જેવી ફિલ્મો પણ બનાવી છે. મરાઠી, ગુજરાતી અને કન્નડ ભાષાઓમાં પણ કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે સુધા જલ્દીથી ટ્રાઇબલ કમ્યુનિટિ આધારિત ફિલ્મ ‘ક્રિના’ માં પણ જોવા મળશે.

Advertisement