માત્ર પૈસા માટે બૉલીવુડ ની આ અભિનેત્રીઓ કર્યા “Rich Businessmen” સાથે લગ્ન, એક તો છે બૉલીવુડ કવીન

આજના યુગ માં કોઈ પણ બોલિવૂડ ફિલ્મ ની અભિનેત્રી ની કારકિર્દી ખૂબ લાંબા સમય સુધી ટકી શકે નહીં અભિનેત્રી ગમે તેટલી સફળ કેમ ના હોય લગ્ન પછી તેની કારકિર્દી પર અસર પડે છે. એટલા માટે જ મોટાભાગની અભિનેત્રીઓએ પોતાના માટે એવા જીવનસાથીની પસંદગી કરે છે જેથી ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હિટથી ફ્લોપ સુધીની ઘણી અભિનેત્રીઓએ પણ અમીર બિઝનેસમેનને તેમના જીવનસાથી તરીકે પસંદ કરે છે.જેથી તેમની એસો આરામ ની જિંદગી બની રહે જો તે બોલિવૂડમાં કરિયર ન બનાવી શકે તો પણ તેને વાંધો નહીં કારણ કે તેનો પતિ ખૂબ જ અમીર છે.ચાલો આપણે જણાવીએ કે આ સૂચિમાં કઇ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

1. રિંકી ખન્ના.

સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી રિન્કીએ બોલિવૂડમાં પગ મૂક્યો હતો પરંતુ તે એક-બે ફિલ્મો કર્યા પછી તે ગાયબ થઈ ગઈ હતી.રિંકે ખન્ના એ ઉદ્યોગપતિ સમીર સરન સાથે લગ્ન કર્યા છે તેમને એક પુત્રી પણ છે.

2. દીયા મિર્ઝા

બોલિવૂડની આ સુંદર અભિનેત્રીનું ફિલ્મી કરિયર પણ વધારે ખાસ ચાલી શકયુ નહીં.આટલી ખૂબસૂરત હોવા છતાં પણ દીયા ના ભાગમાં કોઈ સફળ ફિલ્મ આવી નથી ત્યારબાદ દીયાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાહિલ સંધા સાથે ઓક્ટોબર 2014 માં લગ્ન કરી લીધા સાહિલ તેનો બિઝનેસ પાર્ટનર પણ છે અને બન્ને બોર્ન ફ્રી એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તેની પ્રોડક્શનની બે ફિલ્મો અત્યાર સુધી રિલીઝ થઈ છે લવ બ્રેકઅપ્સ જિંદગી અને બોબી જાસૂસ.

3. શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીને આજે પણ ખુબ લોકો પંસદ કરે છે ધડકન ફિલ્મમાં સુંદર અભિનયના કારણે આજે પણ લોકો તેના દિવાના છે.શિલ્પાની પરફેક્ટ ફિગર અને પાતળી કમરે કેટલાય લોકોના દિલને લૂંટી લીધા છે પરંતુ 2009 માં શિલ્પાએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરીને તેને કેટલાય લોકોનું દિલ તોડ્યું હતું. કુંદ્રાનો રિયલ સ્ટેટ થી લઈને માઇનિંગ સુધી ખુબજ મોટો બિઝનેસ છે શિલ્પા રાજ કુંદ્રાની બીજી પત્ની છે.

4. ઇશા દેઓલ.

ડ્રીમ ગર્લ હેમા માલિનીની મોટી પુત્રી ઇશાનું બોલિવૂડ કરિયર ખૂબજ ફ્લોપ રહ્યું છે ત્યારબાદ ઇશાએ તેના બોયફ્રેન્ડ ભરત તકથાની સાથે લગ્ન કર્યા.ભરતને હીરાનો કારોબાર છે અને ઈશા સાથે ઘણા વર્ષોથી રિલેશનસિપમાં હતા.

5. વિદ્યા બાલન

‘ડર્ટી પિક્ચર’ હોય કે ‘કહાની’ દરેક ફિલ્મમાં પોતાના જોરદાર અભિનયથી દર્શકોને દિવાના બનાવનાર વિદ્યા બાલનનાં લગ્ન પણ બિઝનેસમેન સાથે થયાં છે.વિદ્યાએ ડિસેમ્બર 2012 માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા.

6. રવિના ટંડન

બોલિવૂડની ફિલ્મમાં દમદાર એક્ટીગથી લોકોને દિવાના બનાવનાર સુપરહીરો ગર્લ રવિના ટંડને ઘણા વર્ષોના ડેટિંગ પછી 2003 માં ફિલ્મ કલાકાર અનિલ થંડાની સાથે લગ્ન કર્યા.

7. ઇશા કોપીકર

આ ખલ્લાસ અભિનેત્રીએ તેના જીવન સાથી તરીકે અમીર બિઝનેસમેનને પસંદ કર્યા હતા.ઇશાના પતિ ટિમિ નારંગનો હોટલનો બિઝનેસ છે.

8. અમૃતા અરોરા

‘વિવાહ’ ફિલ્મ માં દમદાર એકટીંગ કરનાર અમૃતાનું ફિલ્મી કરિયર સારું ચાલ્યું નહી. તે માટે જ તેમણે પોતાનું ઘર વસાવી લીધું અમૃતાએ શકીલ લદાક સાથે લગ્ન કર્યા છે જે બિલ્ડર હોવા ઉપરાંત હોસ્પિટેલિટી સાથે પણ સંકળાયેલ છે.

9. ટીના મૂનીમ

આપણે ટીના મૂનીમ ને સારી રીતે ઓળખી એ છે.ટીના મુનિમ એ પાછલા યુગની પ્રખ્યાત અભિનેત્રી હતી.તેણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે.

10. આયેશા ટાકિયા

આયેશાની બોલિવૂડ કારકિર્દી બહુ લાંબી ચાલી શકી નહીં પરંતુ આયેશા ને લોકો ખૂબ પસંદ કરતાં હતા.આયેશાએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર સાથે 2009 માં લગ્ન કર્યા હતા જે ઉદ્યોગપતિ છે