મેષ રાશિમાં પ્રેમના ગ્રહ શુક્રનો પ્રવેશ, જાણો શું થશે તમારી રાશિ પર અસર

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય છે તેના જીવનમાં લગભગ તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય છે. દરેક ગ્રહ પોતાના નિયમિત સમયાનુસાર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કર છે એટલે કે ભ્રમણ કરે છે. સૂર્યનું ગોચર પ્રત્યેક રાશિમાં એક મહિના માટે હોય છે તો શનિનું ગોચર એક રાશિમાં અઢી વર્ષ માટે હોય છે. ચાલો જાણી શુક્રના મેષ રાશિમાં પ્રવેશથી રાશિ અનુસાર તમારા પર કેવો પ્રભાવ પડશે.

Advertisement

મેષ.

શુક્રનું આ ગોચર તમારી જ રાશિના પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે જેનાથી તમારા વ્યક્તિત્વમાં તો નિખાર આવશે જ સાથે સાથે તમારી સામાજિક છબી પણ સુધરશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. પ્રેમ સંબંધો બંધાય તેવા અવસરા પ્રાપ્ત થશે. જ્યારે વિવાહિત લોકોને પોતાના જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.

વૃષભ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના 12માં ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરુપ તમારે શારિરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે આ ગોચર દરમિયાન અનેક સુખ સુવિધાઓનો ઉપભોગ કરશો. જે માટે તમારા ખર્ચમાં પણ વૃદ્ધી થશે. આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસનો યોગ પણ છે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.

મિથુન.

તમારી રાશિના 11માં ભાવમાં શુક્રનું ગોચર થઈ રહ્યું છે. જે તમારા માટે આર્થિક લાભ આપનારુ રહેશે. તો કરિયરની દ્રષ્ટીએ પણ તમને નવી નવી ઓફર્સ મળશે. સ્ત્રી વર્ગ તરફથી તમને વિદેશ તરફી સહાયતા મળશે. જ્યારે કલાકાર વર્ગ માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. તમારા જીવનસાથીને પણ કોઇને કોઇ રીતે લાભ મળતા રહેશે.

કર્ક.

શુક્રનું આ રાશિ પરિભ્રમણ તમારી કુંડળીના 10માં ભાવમાં થશે. જેના ફળ સ્વરુપે તમે ઓફિસ અને કામધંધાના સ્થળે સારુ પરફોર્મન્સ આપી શખશો. તેમજ તમારી લાઇફસ્ટાઇલમાં પણ ખૂબ મોટા સુધારા આવશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરવામાં પણ સફળ રહેશો.. જ્યારે દાંપત્ય જીવનમાં પણ બંને વચ્ચે સાયુજ્ય જળવાઈ રહેશે.

સિંહ.

તમારી રાશિના નવમાં ભાવમાં શુક્રનું આ ગોચર થવા જઈ રહ્યું છે. જેના કારણે તમે તમારી વર્તમાન જોબને બદલવાનો વિચાર કરશો. દૂરનો યાત્રા પ્રવાસ તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ આ ગોચર દરમિયાન તમને તમારા ભાઈ બહેન દ્વારા સહયોગ પ્રાપ્ત થશે. જ્યારે શુક્રના પ્રભાવથી તમારા જીવનસાથીનો સહયોગ તમને નવી ઉર્જા અને ચેતનાથી ભરી દેશે. ગોચર દરમિયાન નસિબ દરેક પગલે તમારી સાથે ચાલતું અનુભવશો.

કન્યા.

શુક્રનું ગોચર તમારી રાશિના 8માં ભાવમાં થનાર છે. જેના કારણે તમને અચાનક ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. આ માટે ખૂબ જ સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરજો. તેમજ રોકાણ પણ ખૂબ જ વિચારીને કરવું. તમારા પોતાના આરોગ્ય માટે સાવધાન રહેવાની જરુર છે. કરિયરની દ્રષ્ટીએ કોઈ સારા સમાચાર મળી શકે છે.

તુલા.

આ રાશિના સાતમાં ભાવમાં શુક્રનું ગોચર થશે જેના કારણે જીવનમાં રોમાંસનું આગમન થશે. જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો આ સમયગાળો તમારા બંને પતિ પત્નીના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સારો સમય પસાર કરશો. પરંતુ થોડુ સંભાળીને ચાલજો નહીંતર પ્રેમના મીઠા રસમાં કડવાહટ ભળવાની શક્યતા પણ છે.

વૃશ્ચિક.

શુક્રનું આ ગોચર તમારી રાશિના 6 ભાવમાં થાય છે. જે થયા બાદ તમારા વિવાહિત જીનમાં સ્થિતિ ડામાડોળ જેવી બની શકે છે. જીવનસાથી સાથે વિવાદ વધુ ઉંડો થાય તેવી શક્યતાઓ છે. તો સાથે જ તમારા પોતાના આરોગ્ય પર પણ અવળી અસર પડી શકે છે. કોઈ મહિલાના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

ધન.

શુક્રનું ગોચર તમારી રાશિના 5માં ભાવમાં થવા જઈ રહ્યું છે. જેથી આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ અનુકૂળ છે. શુક્રના ગોચરથી તમારી આવકમાં વધારો થશે. પહેલા કરેલી મહેનતનું ફળ મળશે. તેમજ નવો સંબંધ તમને આકર્ષિત કરી શકે છે.

મકર.

શુક્રનું ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના પ્રભાવથી તમને આંતરિક આનંદ અનુભવશો. ઘર પરિવારમાં આનંદ અને સામંજસ્યનું વાતાવરણ સર્જાશે. ઘરમાં બાળકો પણ તમને ખુશખબર આપશે. આ દરમિયાન તમે ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો.

કુંભ.

તમારી રાશિના ત્રીજા ભાવમાં થનાર શુક્રનુ આ ગોચર તમને નાના નાના પ્રવાસ કરાવશે. ભાઈભાંડુઓમાં પ્રેમ વધારશે અને તમને ભાઈ બહેનનો સહયોગ મળશે. તમારી પ્રતિભા વિકસાવવાના મોકા પણ મળશે. કેટલાક નવા લોકો સાથે તમારા સંબંધ બનશે. તો ખાસ અને તમે જેની રાહ જોઈ રહ્યા હશો તેવો એક સુંદર સંબંધ પણ બંધાશે.

મીન.

મિન રાશિના જાતકોની કુંડળીમાં બીજા ભાવમાં શુક્રનું ગોચર થનાર છે. જેના પ્રભાવ સ્વરુપ આ રાશિના જાતકોની વાત કરવાની શૈલીમાં નિખાર આવશે અને પોતાના વાકચાતુર્ય દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહશે. સાસરા પક્ષ તરફના લોકો સાથે મજબૂત અને મધૂર સંબંધ બંધાશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.

Advertisement