પોતાની જ રાશિ સિંહમાં આવી રહ્યા છે ગ્રહોના રાજા સૂર્ય, આ રાશિઓને ચાંદી જ ચાંદી

સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્ય એક મહિના સુધી સિંહ રાશિમાં રહેશે. આ સૂર્યની પોતાની રાશિ છે એટલે તેમાં સૂર્ય ખૂબ જ બળવાન માનવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે. જો સૂર્યનું ગોચર તમારી રાશિ માટે શુભ પુરવાર થતુ હશે તો તમને તેનુ ખૂબ જ શુભ પરિણામ મળશે. અને જો અશુભ પ્રભાવ હશે તો આ ગોચર તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. જાણો તમારી રાશિ પર સિંહ રાશિમાં સૂર્યના ગોચરની કેવી અસર પડશે.

મેષ.

મેષ રાશિ માટે સૂર્ય પાંચમા ભાવમાં બેસીને શિક્ષા, કોમ્પિટિશનમાં સફળતા અને સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ અપાવશે પરંતુ પ્રેમના મામલામાં ગ્રહનું ગોચર શુભ પરિણામ નહિ આપે. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગો છો, નવી નોકરી માટે એપ્લાય કરવા માંગો છો તો આ સમય શ્રેષ્ઠ છે.

વૃષભ.

વૃષભ રાશિ માટે ચોથા ભાવમાં રહીને સૂર્ય મિશ્ર પરિણામ આપશે. માનસિક અશાંતિનો અનુભવ થશે પરંતુ જો તમે મકાન, વાહન વગેરે ખરીદવા માંગતા હોવ તો આ ગાળો શ્રેષ્ઠ છે. નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો સારા પરિણામ મળશે.

મિથુન.

મિથુન રાશિના જાતકો માટે સૂર્ય સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણય અને કરાયેલા કાર્યોના વખાણ થશે. પરિવારના વડીલો અને ભાઈ ભાંડુ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. જ્યાં સુધી તમે કોઈ કામની શરૂઆત ન કરો ત્યાં સુધી તેને જાહેર ન કરશો.

કર્ક.

કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ધન ભાવમાં આવી રહ્યો છે. આનાથી તમારી આર્થિક મજબૂતીમાં વધારો થશે. આ ગાળામાં તમારે વાણી પર સંયમ રાખવો પડશે. જરૂર પડે તો જ બોલવુ. ડાબી આંખનું ધ્યાન રાખવુ, આંખમાં તકલીફ થઈ શકે છે.

સિંહ.

સૂર્ય તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં આવીને તમારી ગરિમામાં વૃદ્ધિ કરશે. તમે કોઈ પણ પ્રકારનું જોખમ લેતા ખચકાશો નહિ. સૂર્ય સિંહ રાશિમાં રહેશે ત્યાં સુધી તમને નસીબનો ભરપૂર સાથ મળશે. સરકારી નોકરી કે સરકારી કામ મેળવવામાં તમને સફળતા મળી શકે છે.

કન્યા.

કન્યા રાશિના જાતકોના વ્યય સ્થાનમાં સૂર્યનું આગમન થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું પડશે. કોર્ટ કચેરીના મામલાથી બચવુ પડશે. ઝઘડા વિવાદની કોર્ટની બહાર પતાવટ કરી દેશો તો ફાયદામાં રહેશો.

તુલા.

તુલા રાશિના જાતકો માટે આવકના નવા નવા સ્રોત ઊભા થશે. ભાઈઓમાં મતભેદ પેદા થઈ શકે છે. મોટા ભાઈના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. એકલા હશો તો ધનની આવક વધશે. કામ, વેપારમાં ઉન્નતિ થશે.

વૃશ્ચિક.

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યના ગોચરથી વેપારમાં ઉન્નતિની સાથે સાથે નોકરીમાં પ્રમોશનના યોગ છે. તમે સ્થાન પરિવર્તન ઈચ્છતા હોવ, નવી સર્વિસ માટે એપ્લાય કરવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ છે.

ધન.

ધન રાશિના જાતકો માટે સૂર્યનું મૂળ ત્રિકોણ ગોચર ખૂબ જ શુભ ફળદાયક પુરવાર થશે. આ જ મોકો છે જ્યારે તમે કંઈ નવુ કરી શકો છો. નોકરી માટે અરજી કરશો તો સફળતા મળશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. યાત્રા, દેશાટનનું સુખ માણી શકશો.

મકર.

મકર રાશિના આઠમા ભાવમાં ગોચરથી પરાક્રમમાં વૃદ્ધિ થાય પરંતુ તમે ષડયંત્રનો શિકાર પણ બની શકો છો. ઉચ્ચ અધિકારીઓ સાથએ વાતચીત કરતી વખતે ભાષા શૈલીનું ખાસ ધ્યાન રાખવુ. આ ગાળામાં આગ, પોઈઝનિંગથી બચવુ.

કુંભ.

સૂર્યના સાતમા ભાવમાં આગમનથી દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. પોતાની જીદ અને આવેગ પર નિયંત્રણ રાખવું. અંદર અંદર મતભેદ પેદા થઈ શકે છે. વેપારની દૃષ્ટિએ આ ગાળો સામાન્ય રહેશે. આ ગાળામાં તમારે ખૂબ સમજી વિચારીને ચાલવુ પડશે. સાવધાન રહેવુ.

મીન.

મીન રાશિના જાતકો માટે ઋણ, રોગ અને શત્રુ ભાવમાં સૂર્યનું આગમન સ્વાસ્થ્ય માટે ચિંતા પેદા કરાવી શકે છે. પરંતુ આ વહીવટના મામલામાં સફળતા અપાવશે. પોતાની ઉર્જા અને શક્તિનો ઉપયોગ કામમાં લગાવશો તો ફાયદો થશે.