પોતાનું લિંગ પરિવર્તન કરી આ વ્યક્તિ બન્યો “ટ્રાન્સ ક્વીન ઓફ ઇન્ડિયા,જુઓ તસવીરો.

તમે મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સના વિશે તમે સારી રીતે જાણતા હશો અને તમે તેમના વિજેતાઓ વિશે તમે પણ જાણતા હશો. આ અખબારોની હેડલાઇન્સ બની જાય છે.પરંતુ શું તમે જાણો છો કે દેશમાં ત્રીજા જાતિ માટે પણ આ રીતના કોન્સેપટ થવા લાગ્યા છે.ગયા વર્ષે દિલ્હી એનસીઆરના ગુરુગ્રામમાં ‘મિસ ટ્રાંસક્વિન ઇન્ડિયા’ નામનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યોના ટ્રાન્સજેન્ડરોએ ભાગ લીધો હતો. જેમાં કેટલાક 1500 ટ્રાન્સજેન્ડર્સ સામેલ થયા હતા અને આ સ્પર્ધામેં કોલકાતામાં રહેનારી નીતાશાએ મિસ ટ્રાન્સ ક્વીન નામનો આ એવૉર્ડ જીત્યો હતો અને તે વિજેતા બની હતી.હવે નીતાશા ભારતના આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધા માટે નીતાશા 25 ફેબ્રુઆરીએ ભારતથી થાઇલેન્ડ જવા રવાના થશે અને આ સ્પર્ધા માર્ચમાં યોજાવાની છે.તમને જણાવી દઈએ કે ભારત પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યું છે.એક રિપોર્ટ અનુસાર મિસ ટ્રાન્સ ક્વીન બનેલી નીતીશાને 3 વર્ષની ઉંમર એ ખબર પડી હતી કે તેનું શરીર તો છોકરાનું છે પરંતુ તે અંદરથી એક છોકરીની જેમ વિચારે છે.

આ જાણ્યા પછી નીતાશાએ તેના માતાપિતાને પૂછ્યા વિના જ છોકરી બનવાનું નક્કી કર્યું.નીતાશાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે તેમના માટે એ સવાલ નથી કે તે ટ્રાન્સજેન્ડર છે કે નહીં.પરંતુ સવાલ એ હતો કે તે આને લોકો સામે હેન્ડલ કરી શકશે? તેમણે લખ્યું કે આ ડરમાંથી બહાર આવવું મુશ્કેલ હતું.પણ હવે તે એક સામાન્ય છોકરી જેવી જ દેખાય છે.

શું છે આ પ્રતિયોગીતા.મિસ ઇન્ટરનેશનલ ક્વીન ટ્રાન્સજેન્ડર એ મહિલાઓ માટે થનારી સૌથી મોટી બ્યુટી ઇવેન્ટ છે.તે વર્ષ 2004 માં થાઇલેન્ડના પટાયા શહેરમાં પેહલી વખત થયો હતો.અને ત્યારથી તે દર વર્ષે થઈ રહ્યું છે.જો કે કેટલાક કારણોને લીધે આ 2 વાર ના થઇ શક્યું. સૌથી વધારે વખત તેને થાઇલેન્ડએ જીત્યું છે.અને હજી પણ થાઇલેન્ડનું ટ્રાન્સજેન્ડર જ તેનું મૌજુદા વિજેતા છે.તમને જણાવી દઈએ કે ભારતમાંથી પહેલીવાર કોઈ તેમાં ભાગ લઈ રહ્યું છે.

નીતાશાએ કહ્યું કે તે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા માંગે છે.તેણે કહ્યું કે તે ટ્રાંઝેન્ડર્સ વિશે લોકોની ધારણા બદલવા માંગે છે.સાથે જ નીતાશા કરણ જોહરની ફિલ્મોથી ડેબ્યૂ કરવા માંગે છે અને ડાયરેક્ટર સંજયલીલા ભંસાલી અને મધુર ભંડારકરની સાથે પણ કામ કરવાની તેની ઇચ્છા છે.