રિયલ લાઈફને પણ સાઈડમાં મુકી દેતી હિરલ-ચિરાગની લવસ્ટોરી, 7 મહિના 5 સર્જરી, જાણો સમગ્ર સ્ટોરી.

ભલભલી ફિલ્મોની સ્ટોરીને ભુલાવીદે તેવી આ હિરલ-ચિરાગ ની સ્ટોરી વાંચવા માટે પણ તમારે કઠણ કાળજું જોઈશે. એક અદ્ભુત કિસ્સો અમદાવાદમાં થોડા દિવસ અગાઉ બન્યો હતો. જ્યાં એક યુવકે અને યુવતી ની સગાઈ થાય છે નામે ચિરાગ અને હિરલ બન્ને એક બીજાને પેહલી મુલાકાત થી પસંદ કરવા લાગ્યાં હતાં. બંને માં અતૂટ પ્રેમ બંધાઈ ગયો હતો. આ પ્રેમ કેટલો હતો તે કહેવાની જરૂર નથી આગળ ની સ્ટોરી વાંચી તમે આપો આપ જ સમજી જશો. સગાઈના માત્ર 2 મહિના બાદ યુવતી એટલેકે હિરલની કરંટ લાગતા તેનો એક હાથ અને બે પગ કાપવા પડ્યા હતા. પરંતુ તેનો ભાવી પતિ યુવતીને જીવનભરનો સાથ આપવા તૈયાર થયો હતો. સાંભળીને નવાઈ લાગીને, પરંતું રિયલ લાઈફની આ સ્ટોરી રિલ લાઈફને પાછળ પાડી દે છે.

આ ઘટનામાં એક દુ:ખદ બાબત સામે આવી છે. જે જાણી ને તમને વધું દુઃખ થશે. અહીં સમગ્ર મામલો હતો કે સગાઈનાં માત્ર 2 મહિના ની અંદર હિરલ ને કરંટ લાગતા એક હાથ અને બે પગ ગુમાવવા પડ્યાં હતાં. હિરલ આ વાત ને લઈને ખુબજ હેરાન હતી અને તેને સૌથી વધું દુઃખ એવાત નું હતું કે તેની આ સ્થિતિ પછી તેનો સાથ ચિરાગ આપશે. પરંતુ જે વાત ની તેને સૌથી વધારે ચિંતા હતી તે વાત હવે તેની હિંમત બની ગઇ હતી. ચિરાગ ના એકજ જવાબે હિરલ ને અને સમગ્ર પરિવાર જનોને ખુશ કરી દીધાં હતાં અને ચિરાગ નો જવાબ હતો કે હું હિરલ સાથે હજી પણ લગ્ન કરવા માટે તૈયાર છું મારે એકમાત્ર હિરલજ જોઈએ છે.

ત્યારે આવાતે સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. આટલી કપરી પરિસ્થિતિ માં હિરલ નો સૌથી મોટો સહારો બની ચિરાગ અડીખમ ઉભો હતો. પરંતુ ગઈ કાલે એવી ઘટનાં ઘટની કે સૌ કોઈનાં આંખમાં આશુ હતાં અને બધાંનાં હોઠ પર માત્ર એક જ જવાબ હતો કે હવે ચિરાગ શું કરશે આટલા પરથી અમે શું કહેવા માંગીએ છીએ એતો તમે જાણીજ ગયાં હસો. આવો જણાવી દઈએ ગઈ કાલે શું થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીરલ વડગામાએ ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા હતા. સાત મહિના પહેલાં વીજ તાર પડતા દાઝી ગયેલી હીરલ વડગામા જિંદગીની રેસ હારી ગઈ હતી. અનેક પ્રયાસો છતાં પણ હિરલ જીત ના મેળવી શકી.

હીરલ 7 મહિનામાં 5 સર્જરીઓ સાથે મોત સામે ઝઝૂમી હતી. સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને સમાજના અથાક પ્રયત્નો છતાં હીરલને બચાવી શકાઈ નથી.હીરલના આકસ્મિક નિધનથી પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હીરલના સંબંધી ઈજુભાઈ વડગામાએ હીરલને શ્રદ્ધાંજલિ આપતી લાગણીસર પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ જોત જોતામાં જ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ હતી. સૌ કોઈને રડાવે દે તેવી આ લવસ્ટોરી ને વાંચી તમારી આંખ પણ ભીની થાઈજ ગઇ હશે. હિરલ સાથે આટલું બધું થયાં છતાં પણ ચિરાગ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો તેનાથી વધારે ખુશી ની વાત હિરલ માટે શું હોઈ લાખોમાં એક વ્યક્તિ આવો મળે છે જે આટલો લવ કરતો હોય.

કોઈ પણ ફિલ્મી સ્ટોરી ને સાઈડ માં મૂકી દે તેવી હિરલ અને ચિરાગ ની લવસ્ટોરી વાંચી સૌ કોઈની આંખો ભીની થઈ ગઇ હતી. નાની નાની વાત માં પોતાની પત્ની નો સાથ છોડનાર વ્યક્તિઓ એ આ કીસ્સો ખાસ વાંચી લેવો જોઈએ. સામાન્ય કારણોમાં સંબંધો તોડનારા લોકો માટે આ કિસ્સો ખરેખર પ્રેરણા રૂપ છે. માત્ર 2 મહિનાનો હિરલ સાથેનો પરિચય અને તેમાં પણ એક મહિનો તો સારવાર માટે સાથે રહેનાર ચિરાગ આ જીવન સાથ આપવાનુ વચન આપ્યુ છે. ત્યારે ખરેખર કળીયુગની આ અનોખી લવ સ્ટોરી ખરેખર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે. કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ મહિનામાં આટલો બધો લવ કરી શકે તે ઘણા લોકોને હજી પણ સાચું લાગતું નથી પરંતુ આ વાત સાચી છે અને આ લવસ્ટોરી ખુબ જ ચર્ચિત થઈ હતી.