સખત પરિશ્રમ બાદ આ યુવક પાયલોટ બન્યો,અને પાયલોટ બનતાની સાથેજ યુવકે જે કામ કર્યું તે જાણી તમેને પણ ગર્વ થશે.

હરિયાણાના હિસાર જિલ્લાના સારંગપુર ગામમાં રહેતા વિકાસને નાનપણથી પાયલોટ બનવાના સપના હતા વળી તેણે નક્કી કર્યું હતું કે જ્યારે પણ તે પાઇલટ બનશે ત્યારે ગામના લોકોને પણ વિમાનમાં મુસાફરી કરાવશે પછી તે ક્ષણ આવી જ્યારે ગામનો આ યુવાન પાઇલટ બન્યો અને તેને ઈન્ડિગો એરલાઇન્સમાં નોકરી મળી વિકાસનું સ્વપ્ન પૂરું થયું છે હવે વારો આવ્યો છે અમારા ગામના વડીલોની હવાઈ મુસાફરી કરવાના સપનાને પૂર્ણ કરવાનો.

તો પછી વિકાસ તેના ખર્ચે ગામના 22 વડીલોને હવાઈ પ્રવાસ કરાવ્યો તેમાં લગભગ 1 લાખ રૂપિયા ખર્ચો આવ્યો વિકાસ પોતે જ તેમની સંભાળ લેતો હતો જેઓ ક્યારેય તેમના ગામની સીમાથી બહાર ન નીકળ્યા તેમના માટે હવાઇ મુસાફરી પર જવાનું એ સ્વપ્ન સાકાર થવા જેવું હતું.

તેની ખુશીને સેલિબ્રેટ કરવા માટે વિકાસ આ વૃદ્ધ લોકોને અમૃતસરથી દિલ્હી લઇ ગયો ત્યારબાદ દિલ્હીથી અમૃતસર પહોંચ્યા ત્યાં તેઓએ સુવર્ણ મંદિર જલિયાંવાલા બાગ અને બાઘા સરહદ પર ફેરવ્યા હવાઇ મુસાફરી કરનારાઓમાં 75 થી 90 વર્ષની ઉંમરના વૃદ્ધ હતા.

જે વૃદ્ધઓને વિકાસે હવાઈની સફર કરાવી છે તેમની ખુશી માટે કોઈ સ્થાન નથી આ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી કોઈએ કહ્યું કે આજના સમયમાં પુત્રો તેમના વૃદ્ધ માતાપિતાને ઘરની બહાર કાઢી મૂકે છે તેમના પરનો બોજ માને છે અને વિકાસે તેમને હવાઈ મુસાફરી પર લઈ ગયા હતા ત્યાં એક વૃદ્ધ મહિલા કે જે 80 ઉપરના છે તેમણે કહ્યું કે જો આજે તેનું મૃત્યુ થાય છે તો પણ તેને જીવનમાં કોઈ ઇચ્છા હોવાનો અફસોસ નહીં હોય.

બીજી બાજુ વિકાસની ખુશીનું પણ કોઈ ઠેકાણું નોહતું વિકાસ જ્યાંણી કહે છે જ્યારે હું પાયલોટનો અભ્યાસક્રમ કરતો હતો ત્યારે ગામના લોકો ઘણી વાર કહેતા હતા કે પાઇલટ બન્યા પછી શું અમને ફરવા લઈ જઈશ કે નહીં તે સમયે મેં તેને વચન આપ્યું હતું કે જ્યારે હું પાઇલટ બનીશ ત્યારે હું તમને મારા ખર્ચે હવાઇ ઉડાન કરાવીશ હવે જઈને સપનું સાકાર થયું.

વિકાસના પિતા મહેન્દ્ર જિયાણી ફતેહાબાદની જમીન વિકાસ બેંકમાં શાખા મેનેજર છે વિકાસ સિનિયર માધ્યમિકની અભ્યાસ હિસારની જિંદાલ મોર્ડન સ્કૂલમાં કર્યો પછી તે અમેરિકા જતા રહ્યાં કેલિફોર્નિયાથી બે વર્ષનો પાઇલટ કોર્સ કર્યો ત્યારબાદ 2016 માં ઈન્ડિગો એરલાઇનમાં પાઇલટ બની ગયાં.