શુ છે રામસેતુ ની હકીકત, જાણો એનો ઇતિહાસ અને રોચક જાણકારી.

ભારત વિવિધતાનો દેશ છે અહિયાની સંસ્કૃતિ વિશ્વની સૌથી અનોખી સંસ્કૃતિ માનવામાં આવે છે. જેનું મોટું કારણ એ છે કે અહીંયા અલગ અલગ ધર્મો નો સમાવેશ છે. ભારતમાં રહેનારા હિંદુ સમુદાયની ધાર્મિક આસ્થાથી સંતાયેલી નથી કારણ કે તે ભારતના દરેક રાજ્યમાં તમને ઘણા મંદિરો મળી જશે જે હિંદુ ધર્મની આસ્થાનું પ્રતીક છે.

હિંદુ ધર્મની બુક રામાયણના દ્વારા હિંદુ સમુદાય લોકોને સાચા માર્ગ પર ચાલવા, માતા પિતાનો આદર કરવા,ખોટા પર સાચાનો વિજય જેવા ઘણા સંદેશા આપે છે, સાથે સમાજમાં બધાની સાથે હળીમળીને રહેવા માટે પ્રેરિત કરે છે. તથ્યો અનુસાર હિંદુ સમુદાયની ધાર્મિક બુક રામાયણ ને ઋષિ વાલ્મિકીએ સંસ્કૃતમાં લખી હતી. જેના પછી લેખક તુલસીદાસજી એ હિન્દીમાં અનુવાદ કર્યું.

રામાયણની કથાને એમ તો ઘણા લોકો કાલ્પનીક માને છે પરંતુ રામાયણ ની વાર્તા એ તેને સત્ય સાબિત કરી દીધું .ઘણા લોકો અત્યારે પણ તેને અલગ અલગ રીતે જોવે છે. આ અધ્યાય છે રામસેતુનો અધ્યાય! રામસેતુનું નિર્માણ કોણે કર્યું અને રામસેતની વૈજ્ઞાનિક આધાર પર શુ ઇતિહાસ છે.vરામસેતુનો ધાર્મિક ઇતિહાસ.

હિંદુ ધાર્મિક બુક રામાયણના અનુસાર ભગવાન રામ અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર હતા રાજા દશરથની ત્રણ પત્નીઓ હતી, કૌશલ્યા, કેકૈયી અને સુમિત્રા ભગવાન રામ કૌશલ્યાના પુત્ર હતા, કેકૈયી ના પુત્ર ભરત અને કૌશલ્યા ના પુત્ર લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. રાજા દશરથ એ કેકૈયીને ને બે વચન આપ્યા હતા કેકૈયીએ એ બે વચનોમાં રામને 14વર્ષનો વનવાસ અને ભરત માટે રાજપાટ માગ્યું.

પોતાના પિતાના વચનનું માન રાખીને ભગવાન રામ તેમની પત્ની સીતાજી સાથે વનવાસ પર ગયા અને તેમની સાથે તેમના નાના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે ગયા. પરંતુ વનમાં રહેવા દરમ્યાન રાવણ નામના રાક્ષસ એ ભગવાન રામની પત્ની સીતાનું હરણ કરી લીધું રાવણ લંકાના રાજા હતા. જે આજ ના શ્રીલંકા દેશમાં હતી,રાવણ સીતાને લંકા લઇને ગયા,પરંતુ તમે જાણો છો કે શ્રીલંકા અને ભારત વચ્ચે વિશાળ હિંદમહાસાગર છે જેને પાર કરવું નમુંમકીન છે.

માનવામાં આવે છે પોતાની પત્નીને બચાવવા માટે ભગવાન રામ એ જ વાનરોની મદદથી માનવ નિર્મિત પુલ રામસેતુનું નિર્માણ કર્યું હતું. અને દિલચસ્પ વાત એ છે કે કાલ્પનિક કહાની કહેવામાં આવે છે તેમાં રામાયણનો પૂલ અસલમાં પણ ભારતના રામેશ્વરમ ટાપુ અને શ્રીલંકા ના મન્નાર ટાપૂની વચ્ચે બનેલો છે જેની ખાતરી જાતે વૈજ્ઞાનિકો એ કરી હતી અને આ પુલ સેટેલાઇટ દ્વારા પણ અંતરિક્ષથી ચોખ્ખો દેખાય છે.

જેના કારણથી રામાયણમાં આસ્થા રાખવાવાળા લોકો તેને ભગવાન રામના હોવાનું પ્રમાણ માને છે. વૈજ્ઞાનિકો ના અનુસાર આ પૂલનું નિર્માણ લગભગ 7000 ઇ.સ પૂર્વ કરવામાં આવ્યું હશે,અને રામાયણમાં વિશ્વાસ રાખનારા લોકોનું પણ માનવુ છે કે તે લગભગ 7000ઇ.સ પૂર્વ જૂનું છે. તેનો મતલબ એ થઈ શકે કે સાચે પુલનું નિર્માણ ભગવાન રામ એ કર્યું હશે.પણ અહીંયા વિચારવાની વાત એ છે કે એ સમયે આટલો મોટો પુલ તૈયાર કરી શકવો કેવી રીતે સંભવ છે. રામસેતુને લઈને વૈજ્ઞાનિકોની રાય.

રામસેતુ ના વિશ્વસ્તર પર અડેમ્સ બ્રિજના નામથી જાણવામાં આવે છે. આ બ્રિજને લઈને કેટલાં લોકોની ઘણી અલગ અલગ રાય છે તેથી કોઈ પણ સાચું કહી શકતું નથી જો કે, વૈજ્ઞાનિક પણ આ વાતને માને છે કે રામસેતુ એક માનવ નિર્મિત પુલ છે જેને કદાચ 15મી શતાબ્દી થી પેહલા લોકો શ્રીલંકા આવવા જવા માટે ઉપયોગ કરતા હશે,પરંતુ સમુદ્રમાં ઉથલ પુથલ ના કારણે પથ્થર પાણીમાં દબાઈ ગયા અને તેની પર રેતી પણ લગભગ 5000 વર્ષ જૂની જ છે. રામસેતુના પથ્થર પાણીમાં કેમ નહોતાં ડૂબતા.

જે રામસેતુને આજે સેટેલાઇટ થી પણ જોઈ શકાય છે તેને લઈને લોકોના મનમાં ઘણીવાર એક સવાલ જરૂર આવે છે કે રામસેતુના પથ્થર પાણીમાં ડૂબતા હશે. કહાની અનુસાર આ પથ્થરો પર ભગવાન રામનું નામ લખેલું હતું. પરંતુ શું હકીકતમાં પણ એવું છે ખરેખર કેટલાંક વૈજ્ઞાનિકોના અનુસાર રામસેતુ બનાવવામાં કદાચ પ્યુમાઇસ સ્ટોન નો ઉપયોગ થયો હશે તે સ્ટોન એક ખાસ રીતનો પથ્થર હોય છે જે જ્વાળામુખીના લાવાથી ઉતપન્ન થાય છે અને પાણીના સંપર્કમાં આવ્યા પછી થોડા કણોમાં બદલાઈ જાય છે જે આવા પથ્થર ને નિર્મિત કરે છે જે પાણીમાં સરળતાથી તરી શકે છે.

પરંતુ અમુક વૈજ્ઞાનિક આ વાતને ખોટી પણ માને છે કારણ કે રામેશ્વરમની આસપાસ સદીઓથી કોઈ જ્વાળામુખી હતો જ નહીં તો આ રિતનો પથ્થર ત્યાં કેવી રીતે આવેશકે છે જેના કારણે રામસેતુ પર વિશ્વ સ્તર પર શોધ હજુ પણ ચાલું છે. જો કે, આ કહેવું ખોટું નથી કે રામસેતુમાં ભલે હજુ પણ કેટલીક શોધ થવાની બાકી હોય પરંતુ રામસેતુના અસ્તિત્વ ને કારણે રામાયણમાં આસ્થા રાખવાવાળા લોકોના વિશ્વાસને મજબૂતી મળે છે.