શું તમે જાણો છો રેલવે સ્ટેશન પર કોણ કહે છે”યાત્રી કૃપ્યા ધ્યાન દે”,આ મહિલા દ્વારા અપાય છે સૂચના.

આજ સુધી તમે ઘણી વખત તમે ટ્રેનમાં નાની, મોટી કે ખૂબ મોટી મુસાફરી કરી હશે.કેટલાક લોકો માટે તો આ એક નિયમિત રુટીન પણ છે.ટ્રેનમાં યાત્રા કરવામાં ફક્ત ટ્રેન મોડી હોવા કે ટ્રેન છૂટી જવા સિવાય પણ ઘણા સારા કે ખરાબ અનુભવો થાય છે. જેવા પણ હોઈ અનુભવ તો અનુભવ છે.આપણી મુસાફરી દરમિયાન આપણે ઘણી વસ્તુઓ પર ધ્યાન આપીએ છીએ.પરંતુ શું તમે ક્યારેય પ્લેટફોર્મ પર સંભળાતી અવાજ પર ધ્યાન આપ્યું છે. ખરેખર અમે વાત કરી રહ્યાં છે એ મહિલા વિશે જેનો અવાજ સાંભળીને આપણને ખબર પડે છે કે કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવી રહી છે કે તે કેટલી મોડી છે.

Advertisement

“યાત્રીગણ કૃપીયા ધ્યાન દે” ટ્રેનમાં મુસાફરી દરમિયાન પ્લેટફોર્મ પર આ અવાજ સંભળાતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ અવાજ પાછળ કઈ મહિલા છે? કોણ છે એ મહિલા જે એકવારમાં કહે છે કે યાત્રીગણ ધ્યાન દે અને તમામ યાત્રીઓ તેમનું ધ્યાન તે મહિલાના અવાજ લગાવે છે.તો તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ સરલા ચૌધરી છે, જે 25 વર્ષથી વધુ સમયથી રેલ્વેમાં અનાઉંસમેન્ટ કરી રહી છે.

1982 માં, સરલાએ રેલ્વેમાં અનાઉંસર પદ માટે એક ટેસ્ટ આપ્યો હતો અને જેમાં તે પાસ પણ થઈ ગઈ હતી. ત્યારબાદ તે દૈનિક અનાઉંસર તરીકે લાગી હતી અને તેનું કામ કરવાનું શરૂ કર્યુ હતું. તેના કામ,મેહનત અને રુચિને જોઈને 1986 માં રેલ્વેએ તેમને અનાઉંસર પદ માટે પરમેનેન્ટ કરી દીધા.પરંતુ એક મહિલા હોવાના કારણે આ કામ સરલા માટે એટલું સરળ નોહતું જેટલું તમને વાંચવામાં લાગ્યું હશે.

તેમ છતાં, તેણે પોતાના કામને પૂરી લગનથી અને ઉત્સાહથી કર્યું.એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે તે સમયે કમ્પ્યુટર નહોતા, તેથી જુદા જુદા સ્ટેશનો પર જઈને અનાઉંસમેન્ટ કરવી પડતી હતી.એક અનાઉંસમેન્ટને રેકોર્ડ કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગતો હતો. આ સાથે, આ રેકોર્ડિંગ્સ વિવિધ ભાષાઓમાં પણ કરવામાં આવતી હતી.એક અહેવાલ મુજબ પછી રેલ્વે સ્ટેશનની તમામ ઘોષણાઓની જવાબદારી ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમને સોંપવામાં આવી દીધી.

આ સાથે સ્ટેન્ડબાય પર સરલાના અવાજને મેનેજમેન્ટ વિભાગ એ કંટ્રોલ રૂમમાં સેવ કરી લીધો. જો કે, કેટલાક અંગત કારણોને લીધે સરલાએ 12 વર્ષ પહેલાં આ કામથી રિટાયરમેંટ લઈ લીધી હતી અને હાલમાં તે OHE વિભાગમાં કાર્યાલય અધિક્ષક રૂપમાં કાર્યરત છે.સરલાનું કહેવું છે કે તેને ખૂબ ખુશી થાય છે જ્યારે લોકો તેના જોયા વગર તેના અવાજના વખાણ કરે છે.આજે પણ રેલ્વે સ્ટેશન પર પોતાનો અવાજ સાંભળીને તેને ખૂબ જ ખુશી થાય છે.

Advertisement