શુક્ર ગ્રહનું વૃશ્ચિક રાશિમાં આગમન સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ, આ રાશિઓ બનશે માલામાલ

જ્યોતિષમાં શુક્રને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે જાતકને કુંડળીમાં શુક્ર મજબૂત હોય તેમને ભરપૂર માત્રામાં ભૌતિક સુખ મળે છે. આવા લોકોનું રોમેન્ટિક જીવન પણ તરો તાજા રહે છે. તે વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. તેનું રાશિ પરિવર્તન બારેય રાશિ પર અસર કરે છે. શુક્રની સ્થિતિ અમુક રાશિને જબરદસ્ત આર્થિક લાભ કરાવે છે.

મેષ રાશિ.

આ ગોચર દરમિયાન શુક્રનો પ્રવેશ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. વિપરિત લિંગની વ્યક્તિ સાથે મિત્રતા ગાઢ બનશે. નવા લોકો સાથે થનારી મિત્રતાનો તમે આનંદ ઊઠાવી શકશો. ભોગ-વિલાસિતાની ચીજો તરફ તમારી રુચિ વધશે. ભૌતિક સુખ સાથે જોડાયેલી ચીજો પાછળ તમે ધૂમ ખર્ચ કરશો. આ ગાળામાં તમને કોઈ નવા સ્રોતથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. એકાએક થનારા લાભથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે બધા પ્રકારના સુખનો આનંદ માણી શકશો. કામના સ્થળે તમારા કામના વખાણ થશે. તમે ખાસ ઓળખ બનાવવામાં સફળ થશો. તમે નસીબ અજમાવવા માંગતા હોવ તો આ સારો સમય છે. તમારી સૂઝબૂઝથી તમે નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો. તમે પરિણીત હોવ તો આ ગાળામાં સંબંધીઓ તમારા ઘરે આવી શકે છે. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. નવા વાહન ખરીદવાના યોગ છે. પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. જો કે ચીજો ખરીદતા પહેલા તેની જરૂર છે કે નહિ તેની ચકાસણી અવશ્ય કરી લો.

વૃષભ રાશિ.

શુક્ર તમારી રાશિથી સાતમા ભાવમાં વિરાજમાન થશે. જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આવતી અડચણોને તમે વિચાર-વિમર્શથી સૂલઝાવી શકશો. મજબૂત સંબંધો માટે મતભેદની સ્થિતિથી બચવાની કોશિશ કરવી. કામવાસનામાં વધારો થાય. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ ગાળામાં તમે સ્વાસ્થ્યને લઈને સજાગ રહેશો. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ભોજનથી તમે સ્વસ્થ જીવન તરફ કદમ ઊઠાવી શકશો. નવા નવા લગ્ન થયા હશે તો આ ગાળો રોમેન્ટિક રહેશે. જીવનસાથી સાથે લગ્નના શરૂઆતના દિવસોનો ભરપૂર આનંદ ઊઠાવી શકશો. પ્રેમ જીવનની વાત છે તો અમુક કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ.

આ ગાળામાં તમારે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ ગાળામાં તમે સ્વાસ્થ્ય પર ધ્યાન નહિ આપો તો તમારા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફથી બચવા માટે અત્યારથી જ ધ્યાન રાખો. કામના ક્ષેત્રે સફળતા મેળવવા માટે વાદ વિવાદથી બચવું. ઑફિસના પોલિટિક્સનો ભાગ બનશો તો તમારા માટે જ નુકસાનકારક પુરવાર થશે. સામાજિક માન-મર્યાદા માટે કોઈપણ પ્રકારના અનૈતિક કામથી બચવું. આ ગાળામાં તમારા શત્રુ પ્રબળ થશે અને તમારા પર હાવી થવાની કોશિશ કરશે. આ ગાળામાં તેમને એવી કોઈપણ તક ન આપવી જેનો તે તમારી વિરુદ્ધ ઉપયોગ કરી શકે. આ ગાળામાં તમારા ખર્ચમાં વધારો થશે. ફાલતુ ચીજો પર ખર્ચ કરવાથી નુકસાન થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આ ગોચર મધ્યમ ફળદાયી સાબિત થશે.

કર્ક રાશિ.

આ ગોળા દરમિયાન શુક્ર તમારી રાશિના પાંચમા ભાવમાં વિરાજમાન થશે. આ ગોચર તમારા જીવનમાં ખુશીઓ લઈ આવશે. પારિવારિક સ્તર પર તમે પરિવારજનો સાથે ખુશીની ક્ષણો માણી શકશો. બાળકો અને સંબંધીઓ સાથે ઘણા સમય પછી આનંદની ક્ષણો માણી શકશો. લાંબા ગાળા બાદ પરિવાર સાથે શાંતિભરી ક્ષણો માણીને તમે આંતરિક આનંદ અનુભવશો. પ્રેમ જીવનની વાત છે તો આ ગોચર જીવનમાં બહાર લઈ આવશે. પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જઈ શકો છો. વૈવાહિક જીવન પણ સારુ રહેશે. જીવનસાથી સાથે મતભેદ ઊભો થઈ શકે છે. જો કે તેમને કામના સ્થળે મળનારી સફળતાથી તમારુ મન પ્રસન્ન રહેશે. આર્થિક દૃષ્ટિએ આ ગોચર કાળમાં કળાત્મક ક્ષમતાને કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ગીત-સંગીત અને અભિનય ક્ષેત્રે તમારી રૂચિ વધી શકે છે.

સિંહ રાશિ.

ગોચરની અવધિમાં શુક્ર તમારા રાશિના ચોથા ભાવમાં આવશે. તમારા પારિવારિક અને અંગત જીવનમાં ખુશીઓનો અનુભવ કરી શકશો. આ ગાળામાં તમે મિત્રો અને પરિવાર સાથે બહાર હરવા ફરવાનો પ્લાન બનાવી શકશો. પરિવારમાં કોઈ વાતને લઈને ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આથી આ ગાળામાં બધા સાથે પ્રેમથી વર્તવું જ તમારા માટે સારુ રહેશે. આ ગાળામાં તમને ભૌતિક સુખ સુવિધાનો લાભ ઊઠાવવાનો મોકો મળી શકે છે. આ ગાળામાં કામ પ્રત્યે તમારી એકાગ્રતામાં વધારો થશે. તમને તેના સકારાત્મક પરિણામ જોવા મળશે. કામમાં સજાગતા લાવીને તમે કામના સ્થળે તમારી છબિ સુધારી શકો છો. બીજી બાજુ જોબ બદલવાનું વિચારતા હોવ તો આ ગાળામાં તમે આ પગલુ ભરી શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા હોવ તો ધંધામાં વૃદ્ધિ કરવાનો સારો મોકો છે. બિઝનેસમાં આગળ વધવા માટે તમે નાની યાત્રા પર જઈ શકો છો. સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર વિશેષ ફળદાયી સાબિત થશે.

કન્યા રાશિ.

કન્યા રાશિના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર થશે. તમારા માટે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આ ગોચર વિશેષ ફળદાયી પુરવાર થશે. એક તરફ તમને વિવિધ સ્રોતથી લાભની પ્રાપ્તિ થશે. બીજી તરફ સમાજમાં તમારી માન-મર્યાદામાં વૃદ્ધિ થશે. આર્થિક રીતે તમે મજબૂત થશે. સામાજિક સ્તરે પણ તમારુ નામ વધશે. તમે વધુને વધુ લોકોના સંપર્કમાં આવશો. આ ગાળામાં તમારી બુદ્ધિ ક્ષમતામાં વૃદ્ધિ થશે. તમે સફળતાની નવી ઉડાન ભરશો. આ ગાળામાં તમારા દુશ્મનો તમારા પર હાવી થવાની કોશિશ કરશે પરંતુ તમે સૂઝબૂઝથી તેમને મ્હાત આપવામાં સફળ થશો. સફળતામાં બાધા બનતી અડચણોનો અંત આવશે, નસીબનો ભરપૂર સાથ મળશે. તમે પરિણિત હશો તો આ ગોચર તમારા માટે સારા સમાચાર લાવી શકે છે. પ્રેમ જીવનમાં ખુશીઓ તમારી રાહ જોઈ રહી છે. આ ગાળામાં તમે પાર્ટનરની મુલાકાત મા-બાપ સાથે કરાવી શકો છો. કન્યા રાશિના જાતકો માટે આ ગોચર વિશેષ ફળદાયી પુરવાર થઈ શકે છે.

તુલા રાશિ.

આ ગોચર દરમિયાન શુક્ર તમારા બીજા ભાવમાં વિરાજમાન થશે. તેનો વિશેષ પ્રભાવ તમારા આર્થિક જીવન પર જોવા મળશે. આ ગોચર દરમિયાન તમે પહેલા કરતા વધારે પૈસા કમાઈ શકશો. તમે પૈસા બચાવવામાં પણ સફળ જશો. આ ગાળામાં વારસાગત સંપત્તિ પણ મળી શકે છે. જો પરિણિત હોવ તો આ ગાળામાં તમારા જીવનમાં નવા મહેમાન આવવાની કિલકારીઓ ગૂંજી શકે છે. નવ વિવાહિત દંપતી પરિણિત જીવનનો ભરપૂર આનંદ ઊઠાવી શકશે અને જીવનની શ્રેષ્ઠ પળોનો આનંદ માણી શકશે. પ્રેમ જીવનની વાત કરીએ તો થોડું સંભાળીને ચાલવુ. પાર્ટનર સાથે થનારી તકરારને કારણે સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. કામ કાજમાં વિશેષ ધ્યાન રાખવું. તમારા કામનો શ્રેય કોઈ બીજું લઈ જાય તેવું બને. આથી આંખ અને કાન ખુલ્લા રાખવા. સરકારી નોકરી કરનારાઓને આ ગાળામાં વિશેષ લાભ મળી શકે છે. શુક્રના સકારાત્મક પ્રભાવથી તમારી વાણીમાં સુધારો થશે. તમે બીજાને તમારા તરફ આકર્ષિત કરવામાં સફળ જશો. આ ગાળામાં તમને પસંદગીનું ખાવા-પીવા પણ મળશે.

વૃશ્ચિક રાશિ.

શુક્રનું ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યું છે. શુક્ર તમારી રાશિના પ્રથમ એટલે કે લગ્ન ભાવમાં સ્થાપિત થશે. આ ગાળામાં તમને ભૌતિક સુખોનો લાભ મળશે. કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો વિદેશી સ્રોતથી ફાયદો થશે. ધંધામાં પાર્ટનર હોય તો તમારે તમારી ભાષા શૈલી પર ધ્યાન આપવું પડશે. તેમને ખોટું લાગે એવી વાત બોલવાથી બચવું. પરિવારથી દૂર રહેતા હોવ તો આ ગાળામાં પરિવારજનોને મળવાનું થશે. પિતા સાથે સંબંધો સુધરશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. અંગત સ્તરે તમે વિપરીત લિંગના લોકો સાથે વધુને વધુ સમય ગાળી શકશો. પરિણીત હોવ તો આ ગાળામાં જીવનસાથીનો ભરપૂર સાથ મળી રહેશે. વૈવાહિક જીવનનો આનંદ ઊઠાવવા માટે તમે થોડા સમય માટે રજા પર જઈ શકો છો. પ્રેમ જીવનની વાત કરીએ તો પાર્ટનર સાથે સારો સમય વીતાવી શકશો. આ ગોચર તમારા માટે ખાસ્સુ ફળદાયી પુરવાર થશે.

ધન રાશિ.

ગોચર દરમિયાન શુક્ર તમારી રાશિના બારમા ભાવમાં સ્થિત થશે. આ ગાળામાં તમારી અંદર એવા પરિવર્તન આવશે જેનાથી વાસના તરફ તમારો ઝુકાવ વધશે. આ ગાળામાં તમને સુખ પ્રાપ્ત થશે પરંતુ ભવિષ્ય અંગે વિચારીને કોઈપણ નિર્ણય લેવો તમારા હિતમાં રહેશે. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો આ ગાળામાં તમે પૈસાનો વધુ વ્યય કરશો. તમારી આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. સમજી વિચારીને ખર્ચ કરવાથી ફાયદો થશે. વિદેશ યાત્રાની તક મળી શકે છે. કામના સ્થળે તમારા પર કામનું પ્રેશર રહેશે પરંતુ ભવિષ્ય માટે આ વાત સારી પુરવાર થશે. બિઝનેસની શરૂઆત કરવા માંગતા હોવ તો તમે આ ગાળાનો રોકાણ કરવા માટે ભરપૂર લાભ ઊઠાવી શકો છો. બિઝનેસના સિલસિલામાં લાંબી યાત્રાના યોગ છે. ધન રાશિના પરિણીત જાતકોએ આ ગાળામાં ચેતીને ચાલવું. જીવનસાથી સાથે થનારા મતભેદને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે.

મકર રાશિ.

આ ગાળામાં શુક્ર તમારી રાશિના અગિયારમા ભાવમાં સ્થાપિત થશે. આની વિશેષ અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. તમને વિવિધ સ્રોતમાંથી લાભ મળશે. તમારા જીવનમાં ભૌતિક સુખોનું આગમન થશે. અંગત જીવનમાં તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે. તમે તેમની સાથે થોડી સારી ક્ષણો વીતાવી શકશો. ગોચરકાળ દરમિયાન મિત્રોના સાથથી માનસિક તણાવ દૂર થશે. તમે ખુશનુમા પળોનો આનંદ ઊઠાવી શકશો. શુક્રના પ્રભાવથી ભોગ-વિલાસિતા તરફ તમારુ જીવન આગળ વધશે. તમે મોંઘા કપડા, ઘરેણા અને મોજ શોખની વિવિધ ચીજો પાછળ ખર્ચ કરશો. ખર્ચ પહેલા એ ચીજ તમારા માટે કેટલી લાભદાયી છે તે વાતની ખાસ ચકાસણી કરી લેવી. ગોચર દરમિયાન તમારા સામાજિક વર્તુળમાં વૃદ્ધિ થશે. તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં આવશો. સામાજિક ગતિવિધિ વધતા તમે લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ થશો. તમે પરિણીત હોવ તો જીવનસાથીનો આ ગાળામાં ભરપૂર સાથ મળશે. શુક્રનો સકારાત્મક પ્રભાવ તમારા દાંપત્ય જીવન પર જોવા મળશે. પાર્ટનર સાથે વધુમાં વધુ સમય વીતાવી શકશો. જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધશે.

કુંભ રાશિ.

શુક્ર તમારી રાશિના દસમા ભાવમાં પ્રવેશ કરશે. આની સીધી અસર તમારા કાર્યક્ષેત્ર પર પડશે. કાર્ય સ્થળે તમે વ્યર્થ મતભેદનો ભાગ બની શકો છો. સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે. આ ગાળામાં તમારા સમય અને શક્તિ બન્નેનો વ્યય થશે. આ ગાળામાં કાર્ય સ્થળે સારી ઈમેજ બનાવી રાખવા ઑફિસ પોલિટિક્સથી પોતાની જાતને દૂર રાખવી. તમારા પર માનહાનિનો કેસ થઈ શકે છે. શુક્રના પ્રભાવથી તમારો ભાગ્યોદય પણ થઈ શકે છે. તમે તેનાથી જીવનમાં આવનારી કઠણાઈનો સામનો કરી શકશો. સરકારી કર્મચારી હશો તો ગોચરના ગાળામાં તમારી ટ્રાન્સફર થઈ શકે છે અને પ્રમોશનની પણ સંભાવના છે. પરિણિત હશો તો જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ઉથલ પુથલ મચ શકે છે.

મીન રાશિ.

મીન રાશિના જાતકોને શુક્ર નવમા ભાવમાં વિરાજમાન થશે. તેની આર્થિક સ્થિતિ પર અસર પડશે. આર્થિક દૃષ્ટિએ વિવિધ ક્ષેત્રોમાંથી લાભ મળી શકે છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. જીવનના વિવિધ સુખોનો લાભ ઊઠાવી શકશો. આ ગાળામાં તમે શોપિંગ પર વિશેષ ખર્ચ કરી શકો છો. ખાસ કરીને કપડાની ખરીદીમાં પૈસા ખર્ચાવાની શક્યતા છે. જીવન પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવશે. ઉદારતાની ભાવના જાગૃત થશે. પરિવારમાં ભાઈ બહેન સાથે મતભેદ થઈ શકે છે. પિતાનું સ્વાસ્થ્ય લથડી શકે છે. આ ગાળામાં તેમનું ખાસ ધ્યાન રાખવું. તમે કોઈને પ્રેમ કરતા હશો તો શુક્રના શુભ પ્રભાવથી સંબંધો મજબૂત બનશે. પ્રેમની નૈયા આસાનીથી પાર થઈ જશે. મીન રાશિના જાતકોનો ઝુકાવ આધ્યાત્મ તરફ વધશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. શુક્રનું આ ગોચર તમારા માટે વિશેષ ફળદાયી પુરવાર થશે.