તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જિંદગીને સરળ બનાવતા આ આવિષ્કાર કોઈ પુરુષે નહીં પરંતુ સ્ત્રીએ કર્યા છે.

જ્યારે પણ તેની શોધની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલું નામ થોમસ એડિસન અથવા રાઈટ ભાઈઓનું આવે છે. શું તમારા મગજમાં ક્યારેય સ્ત્રી શોધકનું નામ આવ્યું છે  કદાચ નહીં. કારણ કે ઘણા લોકોને ખબર નથી કે ઘણી બધી વસ્તુઓ જે આપણું જીવન સરળ બનાવે છે તેનો આવિષ્કાર મહિલાઓએ કર્યો છે. ચાલો આજે અમે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે મહિલાઓએ બનાવી છે.

1. કોલર આઈડી.

ફોનમાં હાજર કોલર આઈડી અને કોલ પ્રતીક્ષાની સુવિધા ડોકટર શર્લિ એન.જેક્સને વિકસાવી હતી. જેક્સન. શર્લી એક સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અને પી.એક.ડી હાસિલ કરનારી આફ્રિકન અમેરિકન મહિલા હતી. 70 ના દાયકામાં તેમના સંશોધનથી કોલર આઈડી અને કોલ પ્રતીક્ષા સુવિધાઓની શોધ થઈ. આ સિવાય પોર્ટેબલ ફેક્સ, ફાઇબર ઓપ્ટિક કેબલ અને સોલર સેલ જેવી ચીજોની શોધ તેમના સંશોધનને કારણે થઈ હતી.

2. મોનોપોલી.

આ એક પ્રકારની ગેમ છે જે 1903 માં એલિઝાબેથ મેગી દ્વારા શોધાયેલી છે. તેને લેન્ડલોલ્ડ્સ ગેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે જમીન પડાવવાને લગતી સમસ્યાઓ ધ્યાનમાં રાખીને આ રમતની રચના કરી છે.

3.ધ ફાયર એસ્કેપ.

આની શોધ એના કોલ્લેની નામની મહિલાએ 1897માં કરી હતી. 1900 ના દાયકાની શરૂઆતમાં,એના નો મૉડેલનો ઉપયોગ યુ.એસ. માં ઘણી જગ્યાએ અગ્નિ સલામતીને ધ્યાનમાં લેવા માટે કરવામાં આવ્યો હતો.

4. વિન્ડશિલ્ડ વાઇપર.

ક્યારેય વિચાર્યું કે ગાડીમાં વાઇપર કોણે બનાવ્યો હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે એક મહિલા દ્વારા બનાવવામાં આવી હતી. તેની શોધ મેરી એન્ડરસન દ્વારા 1905 માં કરવામાં આવી હતી. જ્યારે તેઓએ જોયું કે ડ્રાઇવરો તેમની કારનો આગળનો કાચ સાફ કરવા માટે વારંવાર કારમાંથી બહાર નીકળતા હતા, ત્યારે તેઓએ વિન્ડશિલ્ડ વાઇપર બનાવવાનું વિચાર્યું હતું.

5. ડીશવોશર.

મહિલાઓના જીવનને સરળ બનાવવા માટે ડિશવોશરની શોધ એક મહિલા દ્વારા કરવામાં આવી હતી, તેનું નામ જોસફિન કોચરેન્જ હતું. કોચરેન એ 1887 માં ડીશવોશરની શોધ કરી. તેમણે લગ્નમાં મોટા પ્રમાણમાં ગંદી પ્લેટો ધોવા માટે લેવાયેલા મહેનતને ઘટાડવા માટે તેની શોધ કરી.

6.ધ લાઈફ રાફ્ટ.

મારિયાએ બેઅસલી નામની સ્ત્રીના મગજમાં વિચાર આવ્યો કે કેમ ના કોઈ એવી વસ્તુ બનાવમાં આવે જેનાથી પાણીમાં ડૂબી જવાના જોખમને ઘટાડી શકાય અને 1882 માં તેણે લાઇફ રેફ્ટની શોધ કરી. આનાથી ઉંડા પાણીમાં ડૂબી જવાનું જોખમ ઓછું થઇ જશે.

7. આધુનિક બ્રા.

1910 ની વાત છે, જ્યારે મેરી ફેલ્પ્સ જેકબ 19 વર્ષની હતી અને પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહી હતી. કોર્સએટ પહેરી લીધા પછી, તેણે જોયું કે તે તેના ગાઉનમાંથી તે બહાર દેખાય છે. પછી તેણે તેની નોકરાની પાસે 2 રૂમાલ અને એક રિબન મંગાવી અને તેને બ્રા તરીકે ડિઝાઇન કરીને પહેરી. આમ વિશ્વની પ્રથમ આધુનિક બ્રા બની. તેને તેના અવિષ્કારને 1914 માં પેટન્ટ કરાવી.

8. કર્લિંગ આયર્ન.

થિઓરા સ્ટીફન્સ એક આફ્રિકન અમેરિકન હેરડ્રેસર હતા, જેમણે 1980 ના દાયકામાં કર્લિંગ આયર્નની શોધ કરી હતી, જેના કારણે આજે તમે તમારા વાળને સરળતાથી કર્લી કરી શકો છો.

9. રહેણાંક સોલર હીટિંગ.

ડૉક્ટર મારિયા ટેક્સએ એમઆઈટી યુનિવર્સિટીના સૌર ઉર્જા સંશોધન પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો અને તે જ સમયે સોલર હીટિંગની શોધ કરી હતી. આ સમય દરમિયાન તેમણે 1947 માં એલેનોર રેમન્ડ સાથે મળીને કામ કર્યું હતું.

10. વાયરલેસ કોમ્યુનિકેશન.

હાડી લમર નામની મહિલાએ વાયરલેસ કમ્યુનિકેશનની શોધ કરીને દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. હેડી એક ઓસ્ટ્રિયન અભિનેત્રી હતી અને યુ.એસ. માં રહીને તેણે વાયરલેસ કમ્યુનિકેશનની શોધ કરી હતી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ શોધ છે. આજે ઘણી સિસ્ટમ્સ આના પર આધારિત છે. સ્પેક્ટ્રમથી સંબંધિત બધી તકનીકી આના આધારે છે. આ જીપીએસ, બ્લુ ટૂથ, સીડીએમએની તકનીકનો પણ આધાર છે.

11. કમ્પ્યુટર એલગોરિધમ.

એડા કિંગ નોએલ ખૂબ હોશિયાર ગણિતશાસ્ત્રી હતા. તેમને ગાણિતિક અલ્ગોરિધમનો ઉપયોગ કરીને મશીનને પ્રોગ્રામ કરવાની રીત શોધી. એટલે, તેમણે પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો હતો.