આ છે દુનિયાની સૌથી મોંઘી બાઈક જેની ટોપ સ્પીડ જાણી આખો ચાર થઈ જશે, માત્ર 9 વ્યક્તિઓ પાસેજ છે આ બાઈક

આજના યુગમાં ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને કેમ ના હોય તેની ગતિ બધાને ખૂબ આકર્ષિત કરે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં બુલટ ટ્રેન એક નવી જ યોજના છે.તે માટે જ ભારત માં બુલેટ ટ્રેનનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

હકીકતમાં તે ટ્રાફિક સિસ્ટમમાં પણ મોટો સુધારો જોવા મળશે.પરંતુ શું તમે જાણો છો કે અહીં એક બાઇક છે જે બુલેટ ટ્રેનથી પણ આગળ નીકળી ગઈ છે.જી હા ડોજ તોમાહોક એક એવી બાઇક છે.જે ગતિની દ્રષ્ટિએ ખૂબ જ ઉન્નત અને વિશેષ છે.આજે લોકોનો બાઈક પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ જોવા મળે છે.

બાઇક પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક ખબર છે કે આ બાઇક એટલી ઝડપે દોડે છે કે લોકોને લાગે છે કે તે ઉડે છે.આ બાઇક વિશ્વની સૌથી ઝડપથી દોડતી બાઇક છે જે 672 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.નોંધપાત્ર વાત એ છે કે આ બાઇકને 15 વર્ષ પહેલા માર્કેટમાં નોન-સ્ટ્રીટ લીગલ કોન્સેપ્ટ તરીકે બજારમાં ઉતારવામાં આવી હતી.

જેની કિંમત 35 કરોડથી પણ વધારે છે.તમને જણાવી દઈએ કે આ સુપરબાઇક 2003 માં ઉત્તર અમેરિકાના ઇન્ટરનેશનલ ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને તેના બે આગળ અને બે પાછળ ટાયર છે.

આ ચાર ટાયરવાળું બાઇક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.ડોજ તોમાહોક બાઈક માત્ર 2 સેકંડ કરતા પણ ઓછા સમયમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.તેમાં 8.3-લિટર વી -10 SRT વાઇપર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જે 500 H P પાવર આપે છે.આ પાવરફૂલ સુપરબાઇક 712 NM અને 4200 RPM નું ટોર્ક જનરેટ કરીને ઝડપ પ્રાપ્ત કરી લે છે તમને જણાવી દઈએ કે આ ખાસ બાઇક દુનિયાભરના ફક્ત 9 લોકો પાસે જ છે. જોકે આ વાત વિચારવા જેવી છે કે તેઓ આ બાઇકનો ઉપયોગ કેવી રીતે કરતા હશે.