જાણો સેફથી લઈને શાહરૂખ સુધીની હસ્તીઓ એ કેવીરીતે કર્યો હતો પોતાનાં પ્રેમનો ઇજહાર.

ફક્ત બોલિવૂડ ફિલ્મો જ નહી પરંતુ બૉલીવુડ સ્ટાર્સનું અંગત જીવન પણ લોકો માટે ચર્ચાનો વિષય છે જ્યારે ઘણા ઓનસ્ક્રીન કપલ વાસ્તવિક જીવનમાં પતિ અને પત્ની બને છે ત્યારે લોકો તેમની લવ સ્ટોરી જાણવામાં ખૂબ જ રસ હોઈ છે ફિલ્મોમાં છોકરીઓને હજારો વખત પ્રપોઝ કરનારા બૉલીવુડ સ્ટાર્સએ તેમન વાસ્તવિક જીવનમાં પોતાના પાર્ટનરને કેવી રીતે પ્રપોઝ કર્યો છે એ જાણવું ખૂબ રસપ્રદ રહેશે ચાલો આજે તમને જણાવી દઈએ કે બોલીવુડના કેટલાક સ્ટાર્સે જીવનસાથીને પ્રપોઝ કરવા માટે કઈ અનોખી રીત અપનાવી હતી.

Advertisement

 

હોટ બિપાશા બાસુ કરણ સિંહ ગ્રોવરની ત્રીજી પત્ની છે બંને અલોન ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા અને જલ્દીથી લગ્ન કરી લીધા હતા બિપાશા અને કરણનાં લગ્નને બે વર્ષ થઇ ગયા છે અને બંને તેમના સંબંધથી ઘણા ખુશ છે કરણ એ જે રીતે તેની પાર્ટનરને પ્રપોઝ કરવાની રીત અપનાવી હતી ખરેખર તે ખૂબ રોમેન્ટિક હતું ખરેખર કરણ બિપાશાને દ્વારા કો-સમૂઇ આઇલેન્ડ પર લઈ ગયા હતા.

કરણના અનુસાર.


અમે લોકો કો-સામુઇમાં હતા અને તે 31 ડિસેમ્બરની રાત હતી. આકાશમાં આતિષબાઝીની રોશની ફેલાયેલી હતી. મારા હાથ માં રિંગ. બિપાશા ફટાકડાના વીડિયો બનાવી રહી હતી મેં તેને રિંગ આપી અને તેના એક્સપ્રેશન એવા હતા જાણે કોઈ તેમને મારવા જઈ રહ્યું હોય.કરણના પ્રસ્તાવથી બિપાશા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી પરંતુ તેણે કરણના લગ્ન પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. હવે બિપાશાના સોશ્યલ મીડિયા અકાઉન્ટની તસવીરો એ સાબિતી છે કે બંને વચ્ચે ખૂબ સારા સંબંધ છે.

શાહરૂખ ખાન-ગૌરી ખાન.

બોલિવૂડના આ આદર્શ કપલનાં લગ્નને 27 વર્ષ થયાં છે. આ બંનેની લવ સ્ટોરી પણ કોઈ પણ ફિલ્મ સ્ટોરી કરતા ઓછી રસપ્રદ નથી. દિલ્હીની ગૌરી ખાન સાથે શાહરૂખને તે જ સમયે પ્રેમ થયો જ્યારે તે મોડેલિંગમાં કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે દરમિયાન ગૌરી પોતાને શાહરૂખથી દુરી કરવા માટે મુંબઇ આવી હતી. આ સમય તેની કારકિર્દીનો વળાંક સાબિત થયો કેમ કે શાહરૂખને ગૌરીના ગયા પછી તેમના જીવનમાં ગૌરીનું મહત્ત્વ સમજાયું. શાહરૂખ પાગલની જેમ ગૌરીને શોધતો રહ્યો અને અંતે ગૌરી તેને બીચ પર બેઠેલી જોવા મળી શાહરૂખ અને ગૌરી બંનેને તેમના પ્રેમનો એહસાસ થયો અને શાહરૂખે તેના જીવનસાથીને પ્રપોઝ કરવામાં જરા પણ મોડું કર્યું નહીં. ગૌરીએ શાહરૂખના લગ્નના પ્રસ્તાવને ભવિષ્યની ચિંતા કર્યા વગર સ્વીકારી લીધો.

3. અભિષેક બચ્ચન-એશ્વર્યા રાય બચ્ચન.

એશ્વર્યા અભિષેક કરતા 2 વર્ષ મોટી છે પરંતુ પ્રેમમાં ઉંમર નથી જોવાતી. અભિષેકને એશ્વર્યા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ તેમના પ્રેમને લગ્નમાં પરિવર્તિત કર્યા. એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેકે એશ્વર્યાને પ્રપોઝ કરવાની વાર્તાઓનો ઉલ્લેખ કર્યો હતો.તેણે કહ્યું કે ન્યૂયોર્કમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તે હોટલના રૂમની બાલ્કનીમાં ઉભા હતા અને દુનિયાની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા.તેમની ઇચ્છા ફિલ્મ ગુરુના શૂટિંગ સમયે પૂર્ણ થઈ હતી તેના ઘણા દ્રશ્યો ન્યૂયોર્કમાં શૂટ થયા હતા અભિષેકે તે જ હોટલની બાલ્કનીમાં તેના પાર્ટનરને પ્રપોઝ કર્યું અને દુનિયાની સૌથી સુંદર મહિલા તેની પત્ની બની ગઈ. એશ અને અભિષેકના લગ્નને 11 વર્ષ થયા છે.

4. સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન.

સૈફ અને કરીના તેમના અંગત સંબંધો વિશે ખૂબ ઓછું બોલતા હોય છે પરંતુ સોશિયલ મીડિયા પરના તેમના ફોટાએ એ બધાના મોંઢા બંધ કરી દીધા જે સૈફ અને કરીનાની ઉંમરના તફાવત તરફ આંગળી ઉઠાવતા હતા. અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા પછી સૈફે પોતાની કરતા 10 વર્ષ નાની કરિના કપૂર સાથે લગ્ન કર્યા અને બંને કપલ્સ એકબીજાની સાથે ખૂબ ખુશ છે.એક ટીવી ચેટ શોમાં કરીનાએ જણાવ્યું કે કેવી રીતે સૈફે તેને પ્રપોઝ કર્યો.
કરીના અનુસાર તેમણે મને પેરિસમાં મળ્યાના થોડા મહિના પછી પ્રપોઝ કર્યો. મને લાગે છે કે તે રીટ્સ હોટલનો બાર હતો અને મેં ના કહ્યું હતું. આ જ સફર દરમિયાન સૈફે મને ફરીથી પૂછ્યું, આ વખતે તે જગ્યા નોટ્રે ડેમ ચર્ચ હતી. હું મારી કારકિર્દીમાં વ્યસ્ત હતી તેથી મેં તેમના વિશે વિચારવા માટે સમય માંગ્યો. મેં તેને બે દિવસ પછી હા પાડી.બંનેના લગ્ન 6 વર્ષ થયાં છે અને આજદિન સુધી તેમની વચ્ચે કોઈ અણબનાવના સમાચાર નથી આવ્યા. કરીનાની સાથે હવે તેનો પુત્ર તૈમૂર પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગયો છે.

5. સોહા અલી ખાન-કુણાલ ખેમુ.

તેના ભાઈ અને પિતાની જેમ સોહાની લવ સ્ટોરી પણ પેરિસ સાથે ગાઢ સંબંધ છે. 39 વર્ષીય સોહા તેના બોયફ્રેન્ડ કુણાલ ખેમુ જે તેનાથી 5 વર્ષ નાના છે તેની સાથે એક મહિનાના લાંબા યુરોપ પ્રવાસ પર ગઈ હતી. આ સફર પર કૃણાલે તેના જીવનસાથીને પ્રપોઝ કરવાનું મન બનાવ્યું હતું. તે પેરિસના રોમેન્ટિક શહેરમાં સોહાને એક સુંદર સરપ્રાઈઝ આપવા માંગતો હતો.જોકે તેમની યુરોપ ટ્રીપની પ્લેનિગમાં પેરિસ શામેલ ન હતું પરંતુ તે ખાસ કરીને સોહાનો પ્રપોઝ કરવા માટે પેરિસ ગયા અને ખૂબ જ રોમેન્ટિક શૈલીમાં તેના જીવનસાથીને પ્રપોઝ કર્યો હતો. સોહાએ પણ ખુશી ખુશીથી હા પાડી હતી અને 25 જાન્યુઆરી 2015 ના રોજ સોહા કુણાલની ​​પત્ની બની ગઈ.

Advertisement