વિધવા મહિલા સાથે લગ્ન કરવાથી થાય છે આ ફાયદા,જાણીને તમે પણ ચોકી જશો, એક વખત જરૂર વાંચો

સામાન્ય રીતે યુવાનો હંમેશાને માટે એવું ઈચ્છતા હોય છે કે તેને એક એવો જીવનસાથી મળે કે જેની સાથે તે પોતાનું આખું જીવન વિતાવી શકે અને કાયમી માટે ખુશ રહી શકે.પરંતુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા દંપતીના લગ્નજીવનની શરૂઆત જ થઈ હોય છે કે તરત જ તેના પતિની મૃત્યુ થઇ જાય છે કોઈ પણ કારણો વસ નવ પરણિત સ્ત્રી વિધવા બની જતી હોય છે.આપણા સમાજની અંદર વિધવા મહિલાઓનો દરજ્જો ખૂબ જ નિમ્ન ગણવામાં આવે છે. લોકો તેને ખૂબ જ નીમ દ્રષ્ટિથી જોતા હોય છે.

એટલું જ નહીં પરંતુ ભારત દેશની અંદર આજે પણ ઘણી જગ્યાએ વિધવા મહિલાઓને સતીપ્રથા નો ભોગ બનવું પડે છે.ભારત દેશની અંદર આજે કેટલી એવી વિધવા મહિલાઓ છે કે જે પોતાના જીવન નિર્વાહ માટે ઠેરઠેર ભટકતી હોય છે.આપણે ત્યાં જ્યારે કોઇ પણ મહિલા વિધવા થઇ જાય છે.ત્યારે તેને કોઈપણ પ્રકારનું માન સન્માન મળતું નથી. પરંતુ જો અમે તમને એમ કહીએ કે વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો તેના કારણે તમારું જીવન સુખમય બની શકે છે.

જી હા મિત્રો સામાન્ય રીતે આપણે ત્યાં વિધવા મહિલાઓ સાથે કોઈપણ વ્યક્તિ બીજી વખત લગ્ન કરવા માટે રાજી થતા નથી. પરંતુ હકીકતમાં જો વિધવા મહિલાઓ સાથે લગ્ન કરવામાં આવે તો તેના કારણે તમારા જીવનની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને તમારું વૈવાહિક જીવન કાયમી માટે સુખમય નિવડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિધવા મહિલાઓ સાથે લગ્ન કરવાના કારણે તમને કયા પ્રકારના ફાયદા થાય છે.

થોડા સમય પેહલા સૌરાષ્ટ્ર ના લોકપ્રિય નેતા અથવા સૌરાષ્ટ્ર ના દબંગ નેતા જેમને કહી શકાય તેવા શ્રી વિઠ્ઠલ રાદડિયા સાહેબ ના એક નવજુવાન પુત્રનું અવસાન થયું ત્યારે તેમને તેમની વિધવા બનેલ પુત્રવધુનો વિચાર કરી ફરીવાર એનું બીજે લગ્ન ગોઠવ્યુ અને ખુદ સાસુ-સસરા એટલે વિઠ્ઠલ ભાઈ અને તેમના પત્ની એ કન્યાદાન કર્યું. આ પ્રસંગ ઉપરથી અમુક નોંધ લેવા જેવી છે આવડો મોટો માણસ જો પોતાના પુત્ર ના અવસાન બાદ જો પોતાની પુત્રવધુ ને પરણાવી શકતો હોય તો આપણે કેમ નહિ. અમુક જ્ઞાતી માં હજુપણ વિધવાઓ ને ફરી પરનાવતા નથી, અમુક વાર નવયુવાન યુવતી જ્યારે વિધવા બને છે ત્યારે એને ફરી વાર પરણાવવામાં આવે તો કોઈ વાંધો ન હોઈ શકે કોઈને. કેમ કે એનું પણ જીવન છે અને એ જીવન એને પોતાની રીતે જીવવાનો હક્ક છે.

લગ્નને ભારતમાં અત્યંત વધારે મહત્વનો સંબંધ માનવામાં આવે છે.અને જયારે પણ કોઈ છોકરીના લગ્ન થાય છે. ત્યારે તે પોતાના આગળના સુખી જીવનના ઘણા બાધા સપના જુવે છે.પણ દુર્ભાગ્યવશ બધી છોકરીઓના એવા સપના નથી પુરા થઇ શકતા.ઘણી વખત કોઈ દુર્ઘટનાને કારણે એક પરણિત મહિલાના પતીનું મૃત્યુ થઇ જાય છે. તેવામાં તે મહિલા ઉપર વિધવા હોવાનો સિક્કો લાગી જાય છે.તેવામાં આપણા સમાજમાં વિધવા મહિલાઓ માટે સ્થિતિ કાંઈ વધુ સારી નથી.આપણા દેશમાં ઘણા કિસ્સાઓમાં તો થોડા જુના વિચારના લોકો એ મહિલાને જ તેના પતીના મૃત્યુનું કારણ ગણાવે છે. તેઓ કહે છે કે આ મહિલા તેના ઘર માટે શુભ નથી.

અને એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તેમજ ઘણા કિસ્સામાં વિધવા મહિલાને સમાજ ધૃણાની દ્રષ્ટિથી પણ જોવામાં આવે છે. અને વિધવા બન્યા પછી એ છોકરીનું આગળનું જીવન ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો દ્વારા તો તેને સમાજથી અલગ ગણવામાં આવે છે.એવામાં તેના સુના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવા માટે તેમના લગ્ન થવા જરૂરી બની જાય છે. પણ આ કામમાં સમસ્યા એ છે કે ઘણા લોકો એક વિધવા મહિલા સાથે લગ્ન કરવાને યોગ્ય નથી સમજતા. તેમને એવું લાગે છે કે તે મહિલા એક પનોતી છે જે લગ્ન પછી આપણા ઘરમાં આવી જશે. પરંતુ આ પ્રકારના અંધવિશ્વાસમાં વિશ્વાસ કરવાની કોઈ જરૂર ખરી.

એનાથી ઉલટું એની સાથે લગ્ન કરી તમે એનું જીવન ફરીથી આબાદ કરી શકો છો. એક વિધવા મહિલા સાથે લગ્ન કરવાથી ઘણા ફાયદા થઇ શકે છે. આજે અમે તે ફાયદા ઉપર થોડો પ્રકાશ નાખીને જણાવવાનો પ્રયાસ કરીશું, કે એક વિધવા મહિલા સાથે લગ્ન કરીને તમને કેટલો ફાયદો થઇ શકે છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિધવા મહિલાઓ સાથે લગ્ન કરવાના કારણે તમને કયા પ્રકારના ફાયદા થાય છે. એક વિધવા મહિલા પોતાના પતિને પહેલા જ ગુમાવી ચુકી હોય છે.

એવામાં પોતાના લાઈફ પાર્ટનરની જવાબદારી સારી રીતે સમજે છે. તે મહિલા એ વાત સારી રીતે જાણે છે. કે આ જીવનનો કોઈ ભરોસો નથી હોતો. જીવન ક્યારેય પણ સાથ છોડી દે છે. એટલા માટે તે સારી રીતે જાણે છે કે આ જીવન ની દરેક પળને સૌની સાથે એન્જોય કરવી જોઈએ. તેને કારણે જ તે તમારી સાથે નાની-નાની વાતો ઉપર લડાઈ ઝગડા નહિ કરે.

તેમજ એ તમારો સાથ જીવનભર આપશે. તમે તેના મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો છે, જયારે સમાજે તેનો હાથ છોડી દીધો ત્યારે તમે એનો હાથ પકડ્યો છે.તેવામાં જયારે તમારા જીવનમાં મુશ્કેલ સમય આવશે તો તે તમારો સાથ ક્યારે પણ નહિ છોડે. તેમજ વિધવા મહિલા ઘણી જ વફાદાર અને ઈમાનદાર હોય છે. તે દરેક સંબંધોની કિંમત કરવાનું સારી રીતે જાણે છે.તે એ વાતને સારી રીતે સમજે છે કે સંબંધમાં સત્ય અને દગાને સ્થાન નથી હોતું. સાથે જ એક વિધવા મહિલાને ઘરને અને ઘરના દરેક સભ્યને સંભાળવાનો પણ સારો એવો અનુભવ હોય છે. તેવામાં તે તમારા ઘર અને ઘરના સભ્યોને સાથે લઈને ચાલશે.

મિત્રો એક વિધવા થયેલી મહિલાએ પોતાના જીવનમાં ઘણા દુ:ખ અને તકલીફ સહન કર્યા હોય છે. જેમાં એની કોઈ ભૂલ પણ નથી હોતી. જે થયું હોય એ તો નિયતિ હોય છે. તેવામાં જો તમે એક વિધવા સાથે લગ્ન કરો તો તે તમારી સાથે કોઈ વાતની ફરિયાદ નહિ કરે કે કોઈ નખરા પણ નહિ કરે. એટલું જ નહિ જયારે કોઈ મોટી મુશ્કેલી આવશે તો તે તૂટીને બેસી નહિ રહે પરંતુ પોતાને સંભાળીને તે મુશ્કેલીને દુર ભગાડવાનો પ્રયાસ કરશે. એવું સાહસ માત્ર વિધવા મહિલાઓમાં જ જોવા મળે છે.

વિધવા મહિલાઓ એક વખત પોતાના જીવનસાથીને ગુમાવી ચૂકી હોય છે. અને આથી તેને પોતાના ભવિષ્યમાં થનારા જીવનસાથી પ્રત્યે ખૂબ વધુ લગાવ હોય છે. અને તેની દ્રષ્ટિ ની અંદર તેનું મૂલ્ય પણ ખૂબ વધારે હોય છે. આથી જ વિધવા મહિલાઓ સાથે લગ્ન કરવાના કારણે તે તમને ખૂબ વધુ સારી રીતે પ્રેમ આપી શકે છે. અને સાથે સાથે તે હંમેશાં એ માટે તમારી સાથે રહેવાની કોશિશ કરે છે.વિધવા મહિલાઓ પ્રમાણમાં વધુ સહનશીલ હોય છે. અને આથી જ નાની-મોટી વાતો તે સહન કરતાં શીખી જાય છે જેથી કરીને તમારા ઘરની અંદર નાના મોટા ઝઘડા થતા નથી. અને તમારા બંને વચ્ચે નો પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે.

એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે વિધવા થયેલી મહિલાઓ પોતાના બીજા પાર્ટનર પ્રત્યે વધુ વફાદાર રહેતી હોય છે.જેથી કરીને તમને લગ્ન જીવનની અંદર કોઈપણ પ્રકારના વિશ્વાસઘાત નો અવકાશ રહેતો નથી.વિધવા મહિલાઓ જ્યારે પોતાના પતિને ગુમાવી શકે છે ત્યારે સમાજ દ્વારા તેનો તિરસ્કાર કરી દેવામાં આવે છે. આથી જ આવી મહિલાઓ હંમેશા ને માટે પ્રેમની શોધમાં હોય છે આવી પરિસ્થિતિ ની અંદર જ્યારે તમે તેને અપનાવો જુઓ ત્યારે તે તમારા પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. અને કાયમી માટે તમારી બનીને રહી જાય છે.

આ ઉપરાંત જો એક સામાજિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જે મહિલાઓ પોતાના પતિને ગુમાવી ચૂકી હોય છે.તે મહિલા ઓને ખૂબ જ સામાન્ય જીવન વિતાવવું પડે છે.આવામાં જો તમે આવી કોઈ મહિલા સાથે લગ્ન કરશો તો તેના કારણે તેના જીવનની અંદર ફરીથી ખુશીઓ ભરાઈ જશે.

આથી જ તેના જીવનના પુણ્યના ભાગીદાર તમે બની જશો.આમ જો તમે પણ વિધવા મહિલાઓ સાથે લગ્ન કરો તો તેના કારણે તમારા જીવનની અંદર તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી.પરંતુ સાથે સાથે તમે અન્ય કોઈ મહિલાનું સમગ્ર જીવન બદલાવી શકો છો તો એક વખત આ અંગે જરૂર વિચાર કરજો.એટલા માટે તમારે બધાએ તમારી અને સમાજની વિચારસરણી બદલવી જોઈએ,અને કોઈપણ વિધવા મહિલા સાથે લગ્ન કરવામાં અચકાવું ન જોઈએ.