મારી પત્ની આખો દિવસ તેનાથી નાના યુવક સાથે સે@ક્સ વિશે જ વાતો કરે છે હું શું કરું….

સવાલ.મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.

Advertisement

મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે.આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.

ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે@ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે.

એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.હું 37 વર્ષની પરિણીતા છું, મારી સમસ્યાનો પાર નથી, મારા પતિ 42વર્ષના છે અને તેમને હવે સમાગમની ઈચ્છા ખુબજ ઓછી થવા લાગી, હું તેમને મુખમૈથુન કરું તોજ તેમને ઉત્તેજના આવે બાકી તેમને ઉત્તેજના નથી આવતી, અને મને મુખમૈથુન કરવાનું નથી ગમતું. તો હું શું કરું.

જવાબ.જી ચોક્કસ, એક તો આ ઉંમર એવી છે કે જ્યાં થોડી ઈચ્છા તો ઓછી થવાની જ છે, બીજું કે તમે મુખ-મૈથુન કરો તો જ ઉત્તેજના આવે છે પણ હાલ માર્કેટના સારામાં સારા ઉત્તેજના માટે સ્પ્રે આવે છે, જ્યુસ આવે છે, ટેબ્લેટ આવે જ છે, તમે એમાંથી કોઈનો યુઝ કરી શકો છો

સવાલ.મારી પત્ની ડિપ્રેશનથી પીડાય છે. મને તેની બહુ ચિંતા થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં મેં તેની પ્રોફાઇલ ડેટિંગ એપ પર જોઇ. મેં વધારે તપાસ કરતા ખબર પડી કે તે તેની વય કરતા નાના યુવાનો સાથે સેક્સટિંગ પણ કરે છે. હું તેને કંઇ પણ કહું તો એ ડિપ્રેસ થઇ જાય છે. મારે તેને કઇ રીતે સમજાવવી?.

જવાબ.તમારી તકલીફ સમજી શકાય છે. હાલમાં તેમની માનસિક પરિસ્થિતિ એવી છે કે તે તમારી સંવેદનાને સમજી નથી રહી. ડિપ્રેશન એવી સ્થિતિ છે જેમાં લાચારી, નિરાશા અને એકલાપણાનો અહેસાસ થાય છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિ ક્યારેક એવું કરી બેસે છે જે અંગે તેઓ સંપૂર્ણપણે સજાગ નથી હોતા.

તમારી પત્ની અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે.આવા સમયે તેમને તમારો સાથ મળે તે જરૂરી છે. રિસર્ચના તારણ પ્રમાણે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ ક્યારે માર્ગ ભટકી જતી હોય છે, જેના કારણે ઘણાં કેસમાં અફેર્સ અને વન નાઇટ સ્ટેન્ડ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમારે તમારી પત્નીને ધીરજપૂર્વક સમજાવવી જોઇએ.

તમારે પત્ની પર અપસેટ થવાના બદલે તેની સ્થિતિ સમજવી જોઇએ અને પ્રેમથી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવવો જોઇએ. જેવા કિસ્સા પણ બનતા હોય છે. તો વન નાઈટ સ્ટેન્ડ જેવા કિસ્સા પણ બનતા હોય છે પણ તેઓ આમ જાણી જોઈને કરે છે તેવું નથી હોતું.

પણ તેમની પીડા તેમને આ રસ્તા પર લઈ જતી હોય છે. તમે ધીરજપૂર્વક તમારી પત્નીને સમજાવશો તો જ તમારી આ સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આવી શકશે. તમારા પત્ની ડિપ્રેશનથી પીડિત હશે અને જો તમે એની સાથે જબરદસ્તી કરશો તો વાત વધી જશે અને પરિણામ ખરાબ આવશે.

Advertisement