આ જગ્યાએ લગાવો ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો પછી જુઓ કમાલ,તમારી દરેક મુસીબતો નો અંત છે આ તસવીરો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆજે, કૃષ્ણ ભગવાન બે રૂપે ઓળખાય અને પૂજાય છે, બાલકૃષ્ણ અને યોગેશ્વર કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને ખરા અર્થમાં એક જ વ્યક્તિ જાણે છે અને તે છે જ્ઞાની પુરુષ, કારણકે તેમની આત્માની જાગૃતિ કૃષ્ણ ભગવાન જેવી જ છે. આવા જ્ઞાની અત્યંત દુર્લભ હોય છે. .ઘણા વિચારે છે કે કૃષ્ણ ભગવાન લડાઈઓ લડ્યા, ઘણા માણસોને મારી નાખ્યા, તેમને સોળ હજાર રાણીઓ હતી અને તેઓ આરામદાયક અને વૈભવી જીવન જીવ્યા. આવા સંજોગોમાં એમને ભગવાન કેમ કહેવાય? શા માટે આખી દુનિયાના લોકો એમને ભક્તિભાવથી પૂજે છે?હકીકતમાં ભગવાન (એટલે કે આત્મા) કૃષ્ણ ભગવાનમાં પ્રગટ થયા. બીજા શબ્દોમાં તેઓ આત્મસાક્ષાત્કારી પુરુષ હતા. તેમને આત્માની નિરંતર જાગૃતિ હતી. ( નિરંતર જાગૃતિ કે “હું શુદ્ધ આત્મા છું અને શરીર જુદું છે.”)

સંસારિક વ્યવહારમાં ભૌતિક રીતે સંડોવાયલા હોવા છતાંપણ, તેમને “હું કર્તા નથી” ની જાગૃતિ નિરંતર રહેતી. તેમને ઘણી રાણીઓ હતી અને તેઓ ભવ્ય અને વૈભવી જીવન જીવ્યા છતાંપણ, તેઓ હકીકતમાં નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. પોતાના કર્મોથી કોઈ છૂટી શકે નહિ અને પોતાના કર્મોની અસર જાગૃતિ સાથે ભોગવ્યા વિના છુટકો નથી. એવી આત્મજાગૃતિ સાથે તેઓ જીવ્યા.

મહાભારતના મહાન યુદ્ધ પહેલાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું “અર્જુન, તું મારી સાથે લાંબા કાળથી છે છતાંપણ તું મને ખરા સ્વરૂપે ઓળખતો નથી. જેને તું તારી સામે જુએ છે તે ખરેખર હું નથી. તું જે જુએ છે તે શરીર છે. હું શરીરથી જુદો છું. હું શુદ્ધાત્મા છું. તું પણ શુદ્ધાત્મા છે. તારા ભાઈઓ, કાકાઓ, ગુરૂઓ અને મિત્રો જેમની સાથે તું હમણાં લડવાનો છે તેઓપણ શુદ્ધાત્મા છે. આ (લડાઈ)એ તારું કર્મ છે, તેથી તારે આત્માની જાગૃતિ સાથે તેને પૂરું કરવું રહ્યું. જો તું આત્માની જાગૃતિ સાથે આ લડાઈ લડીશ તો તને કોઈ નવા કર્મો નહિ બંધાય અને તારા બાકીના કર્મો પૂરા થશે અને તારો મોક્ષ થશે.

આમ અર્જુન, કૃષ્ણ ભગવાને આપેલી જાગૃતિમાં રહ્યો. તેણે ઘણા મહાન પુરુષોને મારી નાખ્યા છતાં તેને એકપણ કર્મ બંધાયું નહિ અને તેણે એજ ભવમાં મોક્ષ મેળવ્યો.જેટલી ભગવાન કૃષ્ણની લીલાઓ છે તે જ રીતે ઘરમાં અને આપણી ઉપર તેમના આશીર્વાદ રાખવા માટે ઘરમાં કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ તેમની પૂજા કરવી જોઈએ.વાસ્તુ પ્રમાણે ઘરમાં ભગવાનનો ફોટો લગાવવો શુભ હોય છે. ભગવાનના વિભિન્ન ફોટાઓનું મહત્વ અલગ અલગ હોય છે. શ્રીકૃષ્ણના વિભિન્ન રૂપના પ્રેરણાદાયક છે. તેની દરેક લીલા અનુકરણીય અને અનુપમેય છે. ઘરમાં વાસ્તુ ઉર્જા અને સંસ્કારો વધારવા માટે ભગવાન કૃષ્ણના સ્વરૂપ અતુલનીય છે.કૃષ્ણ જન્માષ્ટમીની તકે જાણો સુખ, સમુદ્ધિ અને લક્ષ્યો પુરા કરવા માટે ભગવાનના ક્યાં ફોટા ઘરમાં ક્યાં સ્થળ ઉપર લગાડવા જોઈએ.

ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો અથવા મૂર્તિ તમારા જીવનમાં રહેલા મોટામાં મોટો વાસ્તુદોષ દુર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું દરેક સ્વરૂપ એટલું સુંદર છે કે તેનું સ્વરૂપ જોઇને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી જ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો ફોટો તેમજ મૂર્તિ રાખવાને ખુબ શુભ માનવામાં આવે છે. તો આજે અમે તમને એ જણાવશું કે કેવી રીતે તમે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરીને વાસ્તુ દોષને દુર કરી શકો છો.ભગવાન શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય તેવો ફોટો રસોઈ ઘરમાં લગાવવો જોઈએ. તેનાથી રસોઈ ઘરના જે પણ નાના મોટા વાસ્તુ દોષ હોય તે દરેક દુર થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રસોડામાં માખણ ખાતા કૃષ્ણ ભગવાનનો ફોટો પૂર્વ દિશામાં લગાવવાનો છે.

ઘરના ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખુણામાં માખણચોર, લડ્ડુગોપાલના દ્રશ્ય સહજતા અને પ્રેમ આપે છે. મનુષ્યના મનમાં આસ્થા જગાવે છે. ઘરમાં 12 વર્ષ સુધી બાળકો હોય તો કૃષ્ણની બાળ સ્વરૂપના ફોટા અવશ્ય લગાવો. તે સ્મૃતિ અને બુદ્ધિમતાને વધારનારા છે. પૂર્વમાં શ્રીકૃષ્ણના ગોપાલરૂપનું ચિત્ર લગાવે છે. આ ધાન્ય અને ધર્મના પ્રદાતા છે. ઈશ્વર ભક્તિ અને આસ્થાની સાથે પ્રકૃતિનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીવાસ બની રહે છે.દક્ષિણ-પૂર્વ દિશામાં ભગવાનના વિરાટ સ્વરૂપના ફોટા લગાવો. તે ઉર્જાનું સુચક છે. સમસ્ત બ્રહ્માંડમાં પોતાને સમાવીને અસીમ ઉર્જાનું પ્રતિક ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત સંસારના ભોક્તા છે. આ દિશા રસોઈ માટે હોય છે. દક્ષિણ દિશામાં ગોવર્ધન પર્વત ઉઠાવેલા શ્રીકૃષ્ણના રૂપનો ફોટો લગાવો. તે સંરક્ષણનું પ્રતિક છે. ઘરમાં તમામ સુરક્ષિત અને સહજ અનુભવ કરે છે. આકસ્મિક આપદાઓની આશંકા ઓછી થઈ જાય છે. તેનાથી લડવાની સમજ આવે છે.

દક્ષિણ-પશ્વિમ દિશામાં કૃષ્ણના સુદર્શન ચક્રધારી સ્વરૂપની પ્રતિમા અથવા તેનો ફોટો લગાવો. આ રૂપ આપણને નકારાત્મતાથી દુર રાખે છે. તામસિક શક્તિઓથી બચાવે છે. આ દિશા રાહુની માનવામાં આવે છે. ભગવાનના મોહિની રૂપને જોઈને દેવતાઓએ અમૃતપાન કરાવ્યું હતું. રાહુના દગ્ગાથી અમૃત પીવા ઉપર ભગવાને ચક્ર વડે તેનું માથુ ધડથી અલગ કરી દીધું હતું.

પશ્વિમ દિશામાં ભગવાન દ્વારકાધીશનું ચિત્ર લગાવવાથી ધન સંપદા વૈભવનું આગમન થાય છે. બધાનો સહયોહગ મળે છે. ઘરમાં આનંદમાં વધારો થાય છે. મોટા પ્રત્યે આદરભાવ વધે છે. ઉત્તર-પશ્વિમ દિશામાં રાધા-કૃષ્ણ અને રાસલીલાનું ચિત્ર લગાવો. આનંદ ભરનારા આ રૂપ સમસ્ત ચિંતાઓને દુર કરે છે. કોમલ ભાવનાઓને વધારે છે. વિવાહ યોગ્ય સુંદર પ્રસ્તાવ પ્રાપ્ત થાય છે. જીવનમાંથી નીરસતાનો નાશ થાય છે. આ દિશા ચંદ્રમાંની હોય છે. આ રૂપ જીવનમાં રસ અને પવિત્રતા ભરે છે.ઉત્તરદિશામાં ભગવાન કૃષ્ણના સારથી અને ગીતા ઉપદેશના ફોટા લગાડવા જોઈએ. જ્ઞાનની આ દિશા બુધ ગ્રબ અને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. જ્ઞાન વિવેકથી આપણે જીવનમાં દરેક યુદ્ધ જીતી શકીએ છીએ. અસ્ત્ર ઉઠાવ્યાં વગર જ શત્રુઓનો સંહાર કરી શકો છો. શ્રેષ્ઠ વિચારોથી જીવન બદલી શકો છો.જે લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવું હોય તેમણે પોતાના બેડરૂમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો રાખવો જોઈએ. ફોટો એવી રીતે રાખવો કે પતિ પત્ની જ્યારે સવારે ઉઠે તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ફોટા પર નજર જવી જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ તો થશે પરંતુ તમારા બેડરૂમમાં જે પણ વાસ્તુ દોષ કે ગ્રહ દોષ હશે જેના કારણે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો તે વાસ્તુ દોષ દુર થાય છે.

સામાન્ય રીતે તો વાસ્તુ શાસ્ત્રમાં બેડરૂમમાં પૂજા ઘર તેમજ ભગવાનની મૂર્તિ રાખવા માટે નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ રાધા કૃષ્ણની મૂર્તિ બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો ખુબ સારા રહે છે. બંને વચ્ચે ખુબ પ્રેમ રહે છે. તેમજ વારંવાર થતા વાદ-વિવાદોથી પણ બચાવે છે. જે દંપતી વચ્ચે નાની નાની વાતે ઝગડો થતો હોય તેમજ વાદ-વિવાદો ઉભા થતા હોય અને બંને વચ્ચે પ્રેમની કમી હોય તો તેમણે પોતાના બેડરૂમમાં રાધા કૃષ્ણની મૂર્તિ અથવા ફોટો રાખવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થશે.ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાનો ફોટો જો ઘરમાં પૂર્વ દિશા તરફ રાખવામાં આવે તો ઘણી સમસ્યાઓ દુર થવા લાગે છે. તેના પરિવારની દરેક વ્યક્તિ પર ખુબ શુભ પ્રભાવ પડે છે.

આ ઉપરાંત વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને ટોકરીમાં લઇ જતા હોય તેવો ફોટો લગાવો તો તેનાથી પણ ઘરની ઘણી સમસ્યાઓ દુર થાય છે. તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે તેમજ ધનની કમી હોય તો તેનું પણ નિવારણ આવે છે. જો આ ફોટો ઘરમાં લગાવો તો તમારું ઘર દરેક રીતે પરિપૂર્ણ રહેશે એટલે કે ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરપુર રહેશે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી ઉદ્દભવતી મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો ઘરે તેમજ કાર્ય સ્થળ બંને જગ્યાએ રાખવો જોઈએ. તેનાથી ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કે કાર્ય સ્થળ પર ક્યારેય યુદ્ધમાં સારથી બનેલ કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા હોય તેવો ફોટો ક્યારેય ન રાખવોજો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ