અશુભ નહીં ખૂબ નસીબદાર હોય છે ડાબોડી લોકો,આખા વિશ્વ માં માત્ર 12 ટકા લોકો જ છે ડાબોડી,જો તમે પણ છો ડાબોડી તો જરૂર વાંચો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆપણે જોયું છે કે ખાસ કરીને લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. ખાણી-પીણીથી લઇને કોઇપણ કામમાં લોકો તેમનો જમણો હાથ ઉપયોગમાં લે છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.સામુદ્રિક શાસ્ત્રમાં લેફ્ટી લોકોની કેટલીક ખાસિયત જણાવવામાં આવી છે. જેથી અમે તમને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ડાબા હાથથી કામ કરનારાઓની ખાસિયત જણાવીશું.

પુજા-પાઠ અથવા કોઈ શુભ કામ હોય તો જમણા હાથના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. મોટા વડીલો તો બાળકોને ડાબા હાથથી જમવાથી પણ ટોકતાં હોય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર ડાબા હાથનો ઉપયોગ શુભ કાર્યોના ઉપયોગ માં અશુભ માનવામાં આવે છે. વળી એટલે સુધી કે ડાબા હાથથી જમવું પણ અશુભ માનવામાં આવે છે. પરંતુ વિજ્ઞાન તેને ખૂબ જ ખાસ માને છે. દુનિયામાં ફક્ત ૧૨ ટકા લોકો જ ડાબા હાથનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. તો ચાલો જાણીએ કે શું ખાસ હોય છે ડાબોડી હાથવાળા લોકોમાં.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં ત્રીજા ભાવ પર શનિ અને બુધ હોય એ લોકો લખવા માટે ડાબા હાથનો ઉપયોગ કરતા હોય છે. એટલે જે વ્યક્તિ પર બુધનો સારો પ્રભાવ હોય એ લોકો ડાબોડી એટલે કે ડાબા હાથેથી લખનાર બને છે. આ લોકો કોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. ડાબા હાથે લખનાર લોકો ખૂબ જ નસીબદાર હોય છે. અને સાથે જ તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. તેઓ સચોટ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.

આર્ટિસ્ટ હોય છે.

દરેક કાર્યમાં ડાબા હાથનો ઉપયોગ કરવા વાળા લોકોમાં એક ખાસ વાત જોવામાં આવી છે. તે લોકો પોતાના ડાબા હાથનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી લેતા હોય છે. સાથોસાથ તેમનામાં એટલી જ અથવા તેનાથી થોડી જ ઓછી કુશળતાથી તેઓ પોતાના જમણા હાથનો પણ ઉપયોગ કરતા હોય છે.

બેસ્ટ આઈક્યૂ.

સામાન્ય ભાષામાં ડાબોડી લોકોનું આઈક્યૂ લેવલ વધારે હોય છે. એક શોધ અનુસાર કોઈપણ આઇક્યુ ટેસ્ટમાં સફળ થતા લોકોના લિસ્ટમાં સૌથી વધારે ડાબોડી લોકો હોય છે. શોધકર્તાઓનું માનવું છે કે ડાબોડી લોકો અન્ય લોકોની તુલનામાં ચીજોને એક અલગ દ્રષ્ટિથી જોવાની ક્ષમતા હોય છે. વિષય કોઈપણ હોય તેમનો એક અલગ સાર અથવા દિશા આપવી તેમની આદત હોય છે. જેને જોઈને અન્ય લોકો પણ દંગ રહી જતા હોય છે.

ધની હોય છે.

ડાબોડી લોકો વિશે કહેવામાં આવે છે કે તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી. તેઓ ખૂબ જ પૈસા કમાય છે અને ખર્ચ પણ વધારે કરે છે. પરંતુ અંતમાં તેમ છતાં પણ તેઓની પાસે ક્યારેય જીવનમાં પૈસાની કમી મહેસૂસ થતી નથી.

મલ્ટી ટાસ્કીંગ હોય છે આવી મહિલાઓ.

એક શોધ અનુસાર ડાબોડી મહીલાઓ એક સાથે ઘણા બધા કામ કરી શકતી હોય છે. તેનું એક કારણ તેમના દ્વારા સંતુલન બનાવવા માટે બંને હાથનો પ્રયોગમાં લાવવું પણ હોઈ શકે છે. ડાબોડી મહિલાઓ કામ કરતા સમયે પોતાના મગજને એવી રીતે નિયંત્રિત કરી લેતી હોય છે કે તેમના બન્ને હાથ એક સાથે કામ કરવા લાગે છે. તેમનું મગજ ખૂબ જ ઝડપથી બંને હાથને કમાન્ડ આપવા લાગે છે, પરિણામ સ્વરૂપે આંખના પલકારામાં જ તેઓ બધા કામ ખતમ કરી લેતા હોય છે.

રોચક જાણકારી.

ડાબોડી લોકો વિશે એક રોચક તથ્ય એવું પણ છે કે તેઓ સામાન્ય રીતે ડાબોડી લોકોમાં જન્મની સાથે જ આ આદત હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર જો કોઇ મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે, તો તેમાંથી એક બાળક ડાબોડી થવાની સંભાવના વધી જાય છે.

જલ્દી શરમાઈ જાય છે.

તેનું કારણ એવું પણ છે કે તેઓ ખૂબ જલ્દી પોતાની ભૂલ માની લેતા હોય છે. આપણે તેને ખાસિયત પણ કહી શકીએ છીએ. તે સિવાય ડાબોડી લોકો ગુસ્સાવાળા પણ હોય છે. તેમને હંમેશા ગુસ્સો તો નથી આવતો, પરંતુ જ્યારે કંઈ ખોટું જુએ છે તો તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરી શકતા નથી.આ લોકો સંવેદનશીલ અને નરમ સ્વભાવના હોય છે. આ લોકો ઝડપી બદલાતા અવાજને ખૂબ જ સારી રીતે સાંભળી શકે છે. તેઓ પૈસા કમાવવા અને ખર્ચ કરવામાં સૌથી આગળ રહે છે. આ લોકો મહાન બનવાની ખાસિયત ધરાવે છે. આ લોકો કલામાં પણ પ્રતિભા ધરાવે છે. એ લોકો એ બધી જ રમતો આસાનીથી રમી શકે છે જે જમણા હાથવાળા લોકો માટે સપનું હોય છે.

ડાબોડી લોકો અંગે એવું પણ કહેવામાં આવે છે કે ડાબા હાથથી કરવામાં આવતું કામ અશુભ હોય છે. ડાબા હાથથી કમ કરતા જોઇ લોકો ટોકવા લાગે છે કે આ અપશગુન છે. જો કોઇ ડાબા હાથનો ઉપયોગ કરે છે તો તે લોકોને ખોટા સમજવામાં આવે છે.પરંતુ જે લોકો લેફ્ટી હોય છે તે લોકો માટે તેમનો ડાબો હાથ જ જમણો હોય છે. તે લોકો ડાબા હાથથી કામ કરવામાં સહજ હોય છે. જોકે, લેફ્ટી લોકોની સંખ્યા ઘણી હોય છે. પરંતુ લેફ્ટી લોકો સાધારણ લોકો નથી હોતા. પરંતુ એક શોધમાં માલૂમ પડ્યું છે કે ડાબોડી લોકો ખૂબ પ્રતિભાશાળી હોય છે. લેફ્ટી લોકો હંમેશા ઉચ્ચ પદ પર કે સફળ હોય છે. લેફ્ટી લોકો કેટલીક એવી ખાસિયત છે જે હેરાન કરી દે એવી હોય છે. તો આવો જોઇએ કેવા હોય છે ડાબોડી લોકો.

ડાબા હાથ પ્રત્યેનો આવો અણગમો કફ્ત ભારતમાં જ જોવા મળે છે એવું નથી. લેટિન ભાષામાં ‘જમણા’ માટે શબ્દ છે ‘ડેક્સ્ટર’ જેના પરથી અંગ્રેજી શબ્દ રચાયો ‘ડેક્સ્ટરસ’ જેનો અર્થ થાય પ્રવિણ કે હોંશિયાર. એ જ લેટિનમાં ‘ડાબા’ માટે શબ્દ છે ‘સિનિસ્ટ્રા’, જેના પરથી રચાયેલા અંગ્રેજી શબ્દ ‘સિનિસ્ટર’નો મતલબ થાય શેતાની કે અપશુકનિયાળ! અંગ્રેજી ભાષા ડાબા પ્રતિ અન્યાયી હોવાની વધુ સાબિતી છે. અહીં ઓકવર્ડ (awkward) શબ્દ માટે two left feet અને કટાક્ષ માટે left-handed compliment એવો શબ્દસમૂહ પણ છે. સ્કોટલૅન્ડમાં તો દરિદ્ર અને ગંભીર બીમારીનો કાયમી ભોગ બનનાર માટે એવું કહેવાય છે કે ચોક્કસ એનું બાપ્ટિઝમ (ખ્રિસ્તી બાળકોની ધાર્મિક શુદ્ધિ માટે કરવામાં આવતી વિધિ) કોઈ ડાબોડી પાદરીએ કર્યું હશે! ઈંગ્લૅન્ડમાં વિક્ટોરિયન યુગમાં શાળામાં ડાબોડી વિદ્યાર્થીઓનો ડાબો હાથ પીઠ પાછળ રીતસર બાંધી દેવામાં આવતો હતો જેથી તેઓ જમણા હાથથી લખવાની ટેવ પાડે.

રમૂજ પમાડે એવી વાત એ હતી કે ખુદ ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયા પણ ડાબોડી હતી! કોઈને રાણીનો હાથ પીઠ પાછળ બાંધવાનો વિચાર નહિ આવ્યો હોય? દુનિયાના અનેક મહાન ચિત્રકારોએ તેમના ચિત્રોમાં શેતાનને ડાબોડી દેખાડ્યો હોવાથી પણ ડાબા હાથને અશુભ માનવામાં આવે છે.જોકે આ બધું તો દરેકની વિચારસરણી પર છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..