અત્યાર સુધી લગ્ન નાં કરાવવાંનું આ કારણ જણાવ્યું બાબા રામદેવએ,એકવાર જરૂર વાંચજો……

નમસ્કાર મિત્રો આજે આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ ભારતના સૌથી લોકપ્રિય યોગ ગુરુ બાબા રામદેવ વિશે જેમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા તો મિત્રો પહેલા તેમના વિશે જાણીએ કે બાબા રામદેવ તરીકે જાણીતા સ્વામી રામદેવનો જન્મ ભારતના હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના અલીપુર ગામમાં વર્ષ 1965 માં થયો હતો.

અને બાબા રામદેવ એક ભારતીય હિન્દુ સ્વામી છે અને ખાસ કરીને યોગને પ્રખ્યાત બનાવવાના તેમના પ્રયત્નો માટે જાણીતા છે મિત્રો બાબા રામદેવના યોગ શિબિરમાં હજારો અનુયાયીઓ જોવા મળી રહ્યા છે તેમજ બાબા રામદેવ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ ના સ્થાપકોમાંના એક છે તેમજ બાબા રામદેવનો મુખ્ય ઉદ્દેશ જનતામાં યોગને પ્રોત્સાહન આપવાનો છે.

રામકૃષ્ણ યાદવ તરીકે જન્મેલા બાબા રામદેવે હરિયાણાના શહેજાદપુરમાં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને બાદમાં યોગપુર અને સંસ્કૃત શિક્ષણ માટે ખાનપુર ગામના ગુરુકુળમાં જોડાયા હતા અને ત્યા બાબા રામદેવે આખરે દુન્યવી જીવન છોડી દીધું અને તેમના હાલના નામના આધારે સંન્યાસી નુ નામ અપનાવ્યું હતુ અને ત્યારબાદમાં બાબા રામદેવે જીંદ જિલ્લાની યાત્રા કરી અને કાલ્વા ગુરુકુળમાં જોડાયા અને હરિયાણાના ગ્રામજનોને નિ શુલ્ક યોગની તાલીમ આપવાનું શરૂ કર્યું.

બાબા રામદેવે તેમના જીવનના ઘણા વર્ષો ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ શીખવાની સાથે સાથે ધ્યાન, તપશ્ચર્યા અને સ્વયં નિયમિત યોગનો અભ્યાસ કર્યો અને બાબા રામદેવે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની સ્થાપના કરી જે હરિદ્વારમાં એક સંસ્થા, જે યોગ અને આયુર્વેદની ઉપચાર શક્તિઓ પર સંશોધન કરે છે અને આ ઉપરાંત આ સંસ્થા નજીકના ગ્રામજનોને ઘણી નિ શુલ્ક સેવાઓ પણ પ્રદાન કરે છે.

બાબા રામદેવના શૈક્ષણિક કાર્યક્રમો ઘણા ધાર્મિક ટીવી ચેનલો પર પ્રસારિત થાય છે જેમ કે આસ્થા અને અન્ય ટીવી ચેનલો જેમ કે ઝી નેટવર્ક, સહારા વન અને ઇન્ડિયા ટીવી અને સ્વામી રામદેવ દેશભરમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણા યોગ શિબિરનું આયોજન કરે છે તેમજ વર્ષ 2007 માં કેઆઈઆઈટી યુનિવર્સિટી એ યોગદાનના વૈદિક વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને સ્વામી રામદેવના યોગદાન બદલ તેમને માનદ ડોક્ટરેટ એનાયત કર્યા હતા.

સ્વામી રામદેવ હવે કોઈ ઓળખાણ ની જરૂર નથી. તે દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. યોગને વૈશ્વિક બનાવવાનો શ્રેય પણ રામદેવને જાય છે. એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે પણ તેમનું નામ છે. તેમણે પતંજલિને ઘણી મોટી બ્રાન્ડ બનાવી છે. સ્વામી રામદેવની અતિશય લોકપ્રિયતા હોવા છતાં, ભાગ્યે જ ઘણા લોકો જાણે છે કે શા માટે તેમણે લગ્ન નથી.

સ્વામી રામદેવ પર કૌશિક દેકાએ ધ બાબા રામદેવ ફેનોમોનન ફ્રોમ મોક્ષ તો માર્કેટ નામનું પુસ્તક લખ્યું છે અને આ પુસ્તક સમજાવે છે કે રામદેવે શા માટે લગ્ન ન કર્યા પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે રામદેવ ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને દયાનંદ સરસ્વતીના પુસ્તક સત્યર્થ પ્રકાશ તેમને મળી અને આ પુસ્તકે રામદેવનું આખું જીવન બદલી નાખ્યું ખરેખર સત્યાર્થ પ્રકાશમાં બ્રહ્મચર્ય વિશે ઘણું લખ્યું હતું.

પુસ્તક વાંચ્યા પછી રામદેવે તપસ્વીઓની જેમ અને કંઈક અંશે જીવન જીવવાનો પ્રયાસ શરૂ કર્યો પુસ્તક વાંચ્યા પછી જ તેમણે પ્રાણ લીધું કે તે કદી લગ્ન કરશે નહીં અને હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરશે અને તેથી જ રામદેવે કદી લગ્ન કર્યા નહીં જણાવી દઈએ કે રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965 માં હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના અલી સૈયદપુર ગામમાં થયો હતો. રામદેવનું નામ તેના માતાપિતાએ રામકૃષ્ણ યાદવ રાખ્યું હતું.

ગામની એક સરકારી શાળામાં ભણતા હતા ત્યારે તે ઘરેથી ભાગી ગયા હતા અને હરિયાણા ના ખાનપુરમાં ગુરુકુળમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુરુકુળમાં વેદો, વેદાંત અને દર્શન શાસ્ત્ર ના ઊંડા અભ્યાસ પછી, રામકૃષ્ણ યાદવ બાબા રામદેવ બનીને વિશ્વની સામે આવ્યા. આજે તે આ નામથી વિશ્વભરમાં પ્રખ્યાત છે પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ સ્વામી રામદેવ મુલાક્ત દરમિયાન જોવા મળ્યા હતા.

ડિસેમ્બર 2006 ના એક અખબારી અહેવાલ મુજબ સ્વામી રામદેવે દાવો કર્યો હતો કે તેમણે યોગનો ઉપયોગ કરીને એડ્સનો ઇલાજ પણ શોધી કાઢયો હતો અને આ અખબારી અહેવાલો દ્વારા ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્વામીજીને આ દાવાઓ રોકવા કહ્યું અને કહ્યું કે જો તે આ ખોટા દાવાઓ બંધ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કે બાબાના અન્ય દાવાઓમાં એક એ છે કે સાત વખત શ્વાસ લેવાની કવાયત દ્વારા યકૃત, સ્તન, પ્રોસ્ટેટ, ગર્ભાશય અને મગજની ગાંઠો સહિત કેન્સરની સારવાર શક્ય છે, સ્વામી રામદેવે અહેવાલો મુજબ દસ્તાવેજો છે પુરાવા પણ છે.

રામદેવના જણાવ્યા મુજબ તેમની પાસે ત્રણ પ્રાથમિક ટ્રસ્ટ છે જેમાંથી દિવ્ય યોગ મંદિર સૌથી પ્રાચીન ટ્રસ્ટ છે જેની કુલ સંપતિ 249 કરોડ 63 લાખ રૂપિયા છે અને છેલ્લા 12 વર્ષ દરમિયાન જનકલ્યાણ માટે કુલ 685 કરોડ 25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ પંતજલિ યોગપીઠની સંપતિ 164 કરોડ 80 લાખ રૂપિયા છે અને આજ સુધીમાં 53 કરોડ 52 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ કાળા નાણાંના અભિયાન માટે રચાયેલ ભારત સ્વાભિમાન ટ્રસ્ટની સંપતિ 9 કરોડ 57 લાખ રૂપિયા છે અને જેમાં 11 કરોડ 51 લાખ રૂપિયાનો ખર્ચ જનતાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હતો.