બનવું છે બોડી બિલ્ડર તો અપનાવો આ ટિપ્સ અને જોવો પરિણામ, ગમે એવો સિંગલ પસલી પણ બની જશે પહેલવાન

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંહમેશા જોવામાં આવે છે કે લોકો જાડા થાય છે તેઓ હમેશા પાતળા થવાનું વિચારે છે જેના કારણે ઘણી જાતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, પણ તમને ખબર છે કે જે લોકો પાતળા છે તેમને પણ ઘણી બધી સામાજિક તકલીફોનો સામનો કરવો પડે છે. પાતળા લોકો તેમના શરીરને લીધે હમેશા હલકી ભાવનાઓનો ભોગ બને છે. તેના લીધે ઘણી વાર તેઓ ભીડ વચ્ચે જવાથી પણ દુર રહે છે. તેમને તે વાતનો ડર રહે છે કે કોઈ તેના પાતળા શરીરને લઈને તેની મજાક ન ઉડાવે. પણ એ લોકો જાડા લોકો કરતા ઓછી હેલ્થ પ્રોબ્લમ નો ભોગ બને છે.જો તમે ખુબ વધુ પાતળા છો તો બની શકે કે તમે પણ પરેશાન છો. દુબળા શરીર ઉપર કપડાનું ફીટીંગ પણ બરોબર નથી આવતું. તે ઉપરાંત પાતળું શરીર હોવાથી ફિગર પણ ઠીક નથી લાગતું. જો તમે ખુબ વધુ પાતળા છો તો તમે નીચે આપેલી ટીપ્સ ને અજમાવીને તમારૂ વજન વધારી શકો છો. તમારું ખાવા પીવાનું ઠીક રાખો અને બહારનું જંક ફૂડ ન ખાવ. તેનાથી તમારા શરીરના મેટાબોલીજ્મ વધશે અને તમે સ્વસ્થ રહેશો. જેનાથી તમારું શરીર હેલ્દી અને આકર્ષક લાગશે.

Advertisement

પ્રોટીન યુક્ત ભોજન લેવાથી વજન વધે છે અમે માંસપેશીઓની શક્તિ વધે છે. તમને દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર, દાળિયા અને બીટ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. જો તમે ઈચ્છો તો કેળાનું મિલ્ક શેઈક પણ પી શકો છો કેમ કે કેળા ખાવાથી વજન વધે છે. સવારે કેળાનો શેઇક નો એક ગ્લાસ અને સાંજે કેરીના શેઈક નો એક ગ્લાસ વજન વધારવા માટે પીવો.અત્યાર ના સમયે વજન ઘટાડવું જેટલું મુશ્કેલ કામ છે કડાચ તેનાથી બીજું મુશ્કેલ કામ છે વજન વધારવાનું.જેમ માણસ વધારે જાડો હોય તો ફીટ અને હોટ નથી લાગતો પરંતુ ઘણાં પાતળા હોય તો ખૂબસૂરત પણ નથી લાગતાં.તો આજે આપણે જોઇએ વજન વધારવાની.કેટલીક સોનેરી ટિપ્સ.

જો આપણા શરીર ને સમયસર વ્યવસ્થિત ખોરાક સાથે કસરત કરાવવામાં આવે તો વજન સરળતાથી અને થોડા સમયમાં વધારી શકાય છે.જ્યારે વજન ઓછું હોય ત્યારે આપણે વ્યક્તિને સ્વાભાવિક રીતે જ વધુ ઘીવાળું અથવા તળેલું ખાવા માટે આગ્રહ કરતાં હોઈએ છીએ.
હવે ખરેખર તો વજન વધારવા માટે બને ત્યાં સુધી વધુ પ્રોટીનવાળો ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.જ્યારે વધુ પડતા ઘી-તેલવાળો ખોરાક ખાવામાં આવે ત્યારે થોડુંક ખાતાં જ પેટ ભરાઈ જાય છે અને તમે પૂરતાં પોષકતત્ત્વોવાળો ખોરાક લઈ શકતા નથી. વજન ઘટાડવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે નીચે જોઈએ. બને ત્યાં સુધી સવારે અથવા સાંજે 30થી 40 મિનિટની કસરત કરવાની આદત પાડો. થોડા સમય માટે વેઈટ લિફટિંગ કરી શકો, ફુલપ્સ , બેન્ચ પ્રેસેઝ, ડિપ્સ કરો.

કેલરીવાળો કાર્બોહાઈડ્રેટથી ભરપુર ખોરાક એટલે કે ડ્રાય ફ્રુટ્સ,બાફેલા બટાકા, બાફેલા ચણા, ઘઉંની બ્રેડ, ઇડલી અને નટ્સ તમારા ડાયેટમાં શામેલ કરો.3. જો વજન વધતું ન હોય તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું બિલકુલ બંધ કરાવી દો. બહારના ખોરાકમાં પોષકતત્ત્વો મળતાં જ નથી.તેના કારણે પેટ બગડે છે અને ઓછી ભૂખ લાગવાની સમસ્યા સર્જાઈ શકે છે.દિવસ દરમિયાન 3થી 4 વખત થોડું થોડું પૌષ્ટિક ખાવાનું ખાવાથી ફાયદો થાય છે.સવારના સમયે નાસ્તામાં પૌંઆ, ઉપમા, બાફેલા બટાકા વગેરે લેવાનું રાખો.

ભોજન સમયે સવારે અને સાંજે બંને સમયે બાફેલી દાળ, બાફેલાં કઠોળ, દૂધ, દહીંવાળો ખોરાક લઈ શકાય છે.દરરોજનાં 2 કેળા ખાવો, વધારે કેલરી માટે સિંગલ ફ્રુટ જ્યૂસની જગ્યાએ મિક્સ ફ્રુટ જ્યૂસ લો.તમે કેળા સાથે બીજા ફળ પણ ખાવાના રાખો.જેના કારણ થી તમારી તબિયત પણ સારી રહેશે અને વજન માં પણ વધારો થશે. બટાકા જેવી મૂળ વાળી શાકભાજીમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ પ્રમાણમાં હોય છે જેનાથી શરીરને જરૂરી ફેટ મળે છે, રોજ નક્કી પ્રમાણમાં પાકા કે કાચા બટેટાનો સલાડ, સેન્ડવીચ કે અન્ય પ્રકાર નાં ભોજન નું સેવન કરવાથી થોડા જ દીવસોમાં વજન વધારી શકાય છે.

 

જો તમારે સ્વસ્થ અને સુંદર દેખાવું છે તો તમે બદામનું સેવન જરૂર કરો. તેનાથી તમને શક્તિ મળશે, વજન વધશે અને વિટામીન, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી આવે છે. 12 બદામ રાત્રે પલાળી રાખો અને સવારે છાલ કાઢીને વાટી લો. તેમાં એક ચમચી ઘી અને સાકર ભેળવીને ગરમ દૂધ સાથે ખાવ,મધ પાચનક્રિયા ને સારી કરે છે અને વજન પણ વધારે છે. પાતળી છોકરીઓને એક ચમચી મધ એક ગ્લાસ ગરમ દૂધ માં ભેળવીને લેવું જોઈએ.

જવ.

રાત્રે એક મુઠી જવ ના દાણાને પલાળીને રાખો. સવારે તેમાં છોતરા કાઢીને દૂધમાં ઉકાળીને ખીર તૈયાર કરી લો. પછી તેને સાકર કે મધ ભેળવીને ખાવ. તેમાં બે ખજુર પણ નાખી શકો છો.

રોજ વ્યાયામ કરો.

રોજ વ્યાયામ કરવાથી તમારા શરીરનું ફેટ માંસપેશીઓમાં પરિવર્તિત થઇ જાય છે. થોડા યોગ આસન અને શ્વાસ લેનારી એકસરસાઈજ કરો, જેનાથી શરીરના ઝેરીલા પદાર્થ નીકળીને શરીરને સ્ટેમિના વધે. તમે ધારો તો સ્વર્ગાસન, બ્રીજ પોજ, કૈટ પોજ અને શવાશન રોજ કરી શકો છો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement