ભૂલથી પણ કોઈ સ્ત્રીને આ બે શબ્દો નાં કહેવા જોઈએ નહીંતો જીવન બરબાદ થઈ જાય છે,જાણો આ બે શબ્દો વિશે……

આજે અમે તમને સમુદ્રશાસ્ત્રના જ્ઞાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં આજે અમે તમને જણાવીશું કે કોઈ પણ પુરુષે આ બે શબ્દો મહિલાઓને ન બોલવા જોઈએ. કારણ કે આ શબ્દો બોલવું એ સૌથી મોટું પાપ છે, અને જો કોઈના હૃદયમાંથી નિસાસો નીકળી જાય છે, તો કુદરત તરત જ તેને સ્વીકારે છે અને સજા કરે છે. તેથી, તમારે મહિલાઓ માટે આ બે શબ્દો ક્યારેય ઉપયોગમાં લેવા જોઈએ નહીં.જે વ્યક્તિ ક્ષમા કરી શકે છે તેણે કશાં વ્રત-તપ કરવાની જરૂર નથી અને જે વ્યક્તિ ક્ષમા નથી કરી શકતી તે લાખો વ્રત-તપ કરે તોય એનો કશો અર્થ નથી.આજે હું ક્ષમા વિશે તમને જે વાત કરવા ઇચ્છું છું.

Advertisement

ધર્મ કદીયે કોઈનું અહિત કરે ખરો? ધર્મ કદીયે કોઈને અન્યાય કરે ખરો? હા, ધર્મ દ્વારા સદીઓથી સ્ત્રીનું અહિત થતું રહ્યું છે, ધર્મના નામે આદિકાળથી સ્ત્રીઓને અન્યાય થતો રહ્યો છે. જગતમાં એક પણ ધર્મ એવો નથી જેણે સ્ત્રીને પુરુષને જેટલા અધિકાર આપ્યા છે એટલા અધિકાર આપ્યા હોય! સ્ત્રીને નરકનું દ્વાર કહેવાનું પાપ લગભગ તમામ ધર્મો દ્વારા થયું છે. કેટલાક સંપ્રદાયોમાં તો સ્ત્રીનું મોઢું જોવાની પણ મનાઈ હોય છે. કાં તો પુરુષ સ્વયં મોઢું ફેરવી લે છે કાં તો પછી સ્ત્રીને પડદામાં રાખવામાં આવે છે.આમ છતાં સ્ત્રી લાઇફટાઇમ ધર્મને માફ કરતી રહી છે. તમે માર્ક કરજો, પુરુષો કરતાં સ્ત્રીઓને જ ધર્મમાં અધિક આસ્થા હોય છે અને પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધારે વ્રત-તપ કરતી હોય છે. મને લાગે છે કે સ્ત્રીથી મહાન ક્ષમાવાન સંસારમાં કોઈ નથી, ભગવાન પણ નહીં.

ધર્મ દ્વારા સ્ત્રીનો માત્ર યુઝ થતો રહ્યો છે, ધર્મ દ્વારા સ્ત્રીનું ભરપૂર શોષણ થતું રહ્યું છે. સ્ત્રી વિધવા થાય એમાં તેનો કશો વાંક ખરો? કોઈ સ્ત્રી સ્વેચ્છાએ કદી વિધવા થવાનું પસંદ કરે ખરી? છતાં વિધવા સ્ત્રીને અપશુકનિયાળ કેમ-કેવા કારણે કહેવામાં આવી? વિધુર પુરુષ અપશુકનિયાળ ન ગણાય તો વિધવા સ્ત્રી કેમ અપશુકનિયાળ ગણાય? કોઈ સ્ત્રીને સંતાન ન થાય તો એમાં તેનો કશો કસૂર ખરો? કોઈ સ્ત્રી સ્વેચ્છાએ નિ:સંતાન રહેવા ઇચ્છે ખરી? છતાં નિ:સંતાન સ્ત્રીને વાંઝણી કહીને તેને અપશુકનિયાળ માનવામાં આવી. વાંઝણા પુરુષને કેમ કોઈ ધર્મ અપશુકનિયાળ નથી કહેતો?ગૌતમ બુદ્ધ પોતાની પત્ની યશોધરાને ભર ઊંઘમાં છોડીને ચાલી નીકળ્યા હતા. યશોધરાનો વાંક શો હતો? પિતાનું ઘર છોડીને પતિના પગલે-પગલે ચાલી નીકળેલી સ્ત્રી સાથે કોઈ પુરુષ આવું વર્તન કરે તો એને વિશ્વાસઘાત ન કહેવાય?લંકાવિજય પછી અગ્નિપરીક્ષા લઈને રામ સીતાનો સ્વીકાર કરે છે, પરંતુ એક ધોબીના બકવાસને કારણે એ જ રામ પ્રેગ્નન્ટ સીતાનો ત્યાગ કરે છે. જો રાજા હોવાના કારણે રામે પ્રજાના હિતમાં એમ કરવું પડ્યું હોય તો રામે રાજાનું પદ છોડી દેવું જોઈતું હતું. તેમણે પદ ન છોડ્યું, પત્નીને છોડી.

ભગવાન નેમિનાથ અને રાજુલનાં લગ્ન થવાનાં હતાં. જાન પણ આવી ગઈ હતી. જાનના જમણવાર માટે કેટલાંક પશુઓ લવાયાં હતાં. એ જોઈને નેમિનાથે વિચાર્યું કે મારાં લગ્ન નિમિત્તે આ નિર્દોષ પશુઓનો સંહાર થાય એ ઠીક નથી. તેમનું મન વિચલિત અને વિક્ષુબ્ધ થઈ ઊઠ્યુ. માંડવેથી તેઓ પાછા વળવા લાગ્યા. રાજુલને આ વાતની ખબર પડી એટલે તે પણ તેમની પાછળ ગઈ અને દીક્ષા લીધી. સવાલ એ છે કે આ આખીયે ઘટનામાં રાજુલના અસ્તિત્વની ઘોર ઉપેક્ષા કેમ થઈ છે? નેમિનાથ પેલાં નિર્દોષ-અબોલ પશુઓને છોડાવી દેવાનો આગ્રહ કરી શક્યા હોત. છેવટે રાજુલની સાથે પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈતો હતો. રાજુલને દીક્ષા લેવાના પ્રબળ ભાવ જાગ્યા હતા એવું નથી, તે તો બસ નેમિનાથના પગલે ચાલી નીકળી હતી. એમાં તેની મરજી હતી કે મજબૂરી? એક વખત તરછોડાયેલી સ્ત્રીનો એ જમાનામાં કોઈ હાથ પકડવા તૈયાર થતું નહોતું. આબરૂ બચાવવા રાજુલે એવો માર્ગ સ્વીકાર્યો હોય એ સાવ અશક્ય નથી.

પ્રથમ વંધ્યત્વ બોલવું – એક સ્ત્રી કે જેને સંતાન નથી. દુનિયા તેને વાંઝણી કહે છે. પરંતુ આ શબ્દ સ્ત્રીના કાનને એક તીરની જેમ વીંધે છે, જો કોઈ પુરુષ એમ કહે છે, તો તે સ્ત્રીનો આસ તે વ્યક્તિને ફટકારી શકે છે, તેથી આ શબ્દ ક્યારેય કોઈ પણ સ્ત્રી માટે વાપરો નહીં.બીજું વેશ્યા બોલવું – જે મહિલાઓ તેમના શરીર સાથે વ્યવહાર કરે છે. તેઓ આ દુનિયાને વેશ્યા કહે છે. પણ કોઈ સ્ત્રી એ સાંભળવાનું જરાય પસંદ નથી કરતી, અને જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને વેશ્યા કહે છે. વ્યક્તિ ખોટમાં છે. તેથી, કોઈ પણ સ્ત્રી માટે આ શબ્દનો ઉપયોગ કરશો નહીં.

સ્ત્રી સતત ઉપેક્ષિત થતી રહી, અત્યાચાર વેઠતી રહી છતાં તેણે કદી ધર્મ સામે કે સમાજ સામે સવાલ નથી પૂછ્યો. સત્યવાદી હરિશ્ચંદ્રની પાછળ તારામતી વન-વન ભટકી. નળ રાજાની સાથે દમયંતી દુ:ખી-દુ:ખી થતી રહી. તેના હાથમાંથી માછલાં સરકીને તળાવમાં પાછાં ગયાં ત્યારે નળ રાજાએ તેને સ્વાર્થી કહીને તરછોડી. આમ છતાં સ્ત્રીએ કદી પોતાની મહાનતા ન છોડી. ક્યાંક તેણે તોરલ બનીને જેસલ જેવા ડાકુને તાર્યો તો ક્યાંક સાવિત્રી બનીને પતિ સત્યવાનને યમદૂતના હાથમાંથી છોડાવ્યો. પોતાની જાતને ઓગાળી નાખીને સ્ત્રી ક્ષમાધર્મનું જતન કરે છે.

ધર્મે સ્ત્રીને નથી જિવાડી, પરંતુ સ્ત્રીએ ધર્મનું ભરપૂર લાલનપાલન કર્યું છે. કોઈ પચાસ-સાઠ વર્ષની સાધ્વી હોય તો તેણે આઠ-દસ વર્ષના સાધુને વંદન કરવાનાં, પણ એ સાધુએ પોતાની માતા જેટલી ઉંમરની સાધ્વીને વંદન નહીં કરવાનાં! બોલો, આવો અન્યાય વેઠવાનું કોઈ પુરુષનું ગજું ખરું? સ્ત્રી માસિકધર્મમાં હોય (રજ:સ્વલા હોય) ત્યારે તો તેની આભડછેટ પાળવાની જ; પણ જ્યાં કોઈ સુખ-સન્માન મેળવવાનું હોય ત્યાંય સ્ત્રીને પાછળ રાખવાની, તેની માનસિક આભડછેટ પાળવાની. કહો, આવો અત્યાચાર વેઠવા કયો પુરુષ તૈયાર થાય.

પરલોકમાંય સ્ત્રીને અન્યાય,પૃથ્વીલોકની વાત છોડો, અહીં તો સ્ત્રીના સુખની આપણે કશી જ પરવા નથી કરી. પરંતુ પરલોક-સ્વર્ગલોકમાંય આપણે જે ભ્રામક સુખો પેદા કર્યા છે એમાંય અપ્સરાઓ દ્વારા સેવા થવાની કલ્પનાઓ કરી છે. સ્ત્રીઓને અપ્સરાની સેવાઓમાં ભલા કેટલો ઇન્ટરેસ્ટ હોય? પુરુષો માટે અપ્સરાઓ રાખો તો સ્ત્રીઓ માટે કામદેવ જેવા પુરુષોય રાખવા જોઈએ કે નહીં?

આજે પણ સ્ત્રી ક્ષમાવાન,પ્રાચીન કાળમાં જ નહીં, અર્વાચીન કાળમાંય સ્ત્રી ક્ષમાવાન બની રહે છે. એક યુવતીએ તેના મનપસંદ બૉયફ્રેન્ડ સાથે મૅરેજ કરી લીધાં હતાં. યુવતીના પિતાએ તેની સાથે તમામ સંબંધો તોડી નાખીને કહી દીધું કે હવે તું ભલે કૂતરાના મોતે મરજે, પણ મારા ઘરમાં પગ ન મૂકતી. થોડા વખતમાં યુવતીની માતા મૃત્યુ પામી. એકલા પિતા ગંભીર બીમારીમાં પટકાયા. દીકરીને સમાચાર મળ્યા.

રોતી-રોતી આવીને સોગંદ આપીને પિતાને પોતાના ઘેર લઈ ગઈ. જમાઈએ પણ કશું જ કહ્યા વગર સસરાને સ્વીકારી લીધા. દીકરીએ બાપને ક્ષમા બક્ષી એમ બાપે દીકરીને ક્ષમા બક્ષી હોત તો? તેનો વાંક તો એટલો જ હતોને કે તેણે પોતાના પ્રિય પાત્ર સાથે મૅરેજ કર્યા હતાં? સગી દીકરીને બાપ એટલો અધિકાર પણ ન આપી શકે?

Advertisement