બોલીવુડમાં આવીને આ બ્રિટિશ વ્યક્તિઓ બન્યાં કરોડોના માલિક,આ કલાકારોનાં નામ જાણી તમને પણ નવાઈ લાગશે.

જે અંગ્રેજો એ લગભગ 200 વર્ષ આપણા ઉપર રાજ કર્યું બોલિવૂડમાં તેમને પણ રોજગાર મળે છે. જી હાજે અંગ્રેજો સાથે લડીને આપડે આઝાદી મેળવી એ અંગ્રેજોએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત નામ નહિ કમાવ્યું પણ રૂપિયા પણ કમાવ્યા છેજો કે આ વલણ હવે ચાલતું નથી પરંતુ એક સમય હતો જ્યારે લોકો વિલનના પાત્રમાં અંગ્રેજોને જોઈને બધાં આનંદ લેતા હતા. તે દિવસોમાં મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય વિલનમાં પાત્રમાં એક અંગ્રેજની જેમ દેખાતો માણસ હોઈ છે.

અહીં અમે કેટલાક કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે બ્રિટિશ હોવા છતાં બોલિવૂડમાં નામ અને પૈસા બંને કમાવ્યા તેમને માત્ર ફિલ્મોમાં જ નહીં પણ ટીવી પર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે તૂટી ફૂટી હિન્દી બોલીને આ બ્રિટીશ કલાકારોએ ભારતીયોનું ઘણું મનોરંજન કર્યું હતું આ કલાકારો પર એક નજર.

ટોમ ઑલ્ટર.

ટોમે પોતાને 100% ભારતીય માનતા હતે અને એમનો દાવો હતો કે તેમનામાં ભારતીયતા સ્થાયી છે ટીવી ફિલ્મો ઉપરાંત તેમને થિયેટર સાથે પણ જોરદાર લગાવ હતો. તેમને પ્રખ્યાત સીરિયલ શક્તિમાનમાં ગુરુજીની ભૂમિકાથી ઓળખ મળી. તેને જૂનૂન ફિલ્મ અને ટીવી સીરિયલ જુનૂન તરફથી પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. ટોમ પહેલી વાર 1976 માં આવેલી ફિલ્મ ચરસ માં સ્ક્રીન પર દેખાયા હતા જ્યારે તેમને છેલ્લે રિશ્તે કે ચક્રવ્યુહ નામની સિરિયલમાં જોવા મળ્યા હતા. જણાવીએ કે ટોમનો જન્મ ભારતના મસૂરીમાં થયો હતો અને તેના માતાપિતા અમેરિકન મૂળના હતા.

બોબ કિસ્ટ્રો.

ઓસ્ટ્રેલિયાના સિરકમાં જન્મેલા બોબ એક નાના મોટા પાત્ર હોવા છતાં ખૂબ લોકપ્રિય થયા હતા. તે વિદેશી મહેમાન વિદેશી વ્યાપારી અથવા અધિકારી અને વિદેશી ડોનની ભૂમિકામાં વધુ દેખાયા છે. તેમણે લગભગ 200 જેટલી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.તેઓ અભિનેત્રી પરવીન બોબીને મળવા માટે ભારત આવ્યા હતા અને અહીં જ સ્થાયી થઇ ગયા હતા તેનું અસલી નામ રોબર્ટ જ્હોન ક્રિસ્તો હતું.

બેન કિંગ્સલે.

બેન કિંગ્સલે 1982 માં ફિલ્મ મહાત્મા ગાંધીમાં ગાંધી નું પાત્ર ભજવ્યું હતું અને આ રીતે તે પ્રખ્યાત બની ગયા હતા તેમનું અસલી નામ કૃષ્ણ પંડિત ભાંજી છે તે ઇંગ્લેન્ડના રહેવાસી છે અને તેના પિતા ગુજરાતી અને માતા ઈંગ્લીશ હતા બેનને ઓસ્કાર અને ગ્લોડન ગ્લોબ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે.

પોલ બ્લેકનોર્થ.

આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લગાન ના કેપ્ટન રસેલની ભૂમિકા ભજવીને પોતાની અપાર છાપ છોડી હતી તેણે લગાન ફિલ્મ માટે 6 મહિના હિન્દી શીખ્યુ હતું પોલે યુ.એસ.માં કેટલાક ટીવી શો માં અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગેવિન પેકાર્ડ.

80 અને 90 ના દાયકામાં દરેક ત્રીજી ફિલ્મમાં ગેવીન ને જોવામાં આવ્યા છે. આઇરિસ મૂળના ગેવિન પેકાર્ડ બોલિવૂડનો જાણીતો ચહેરો રહ્યો છે.