ધર્મેન્દ્રને હતા આ એક્ટર સાથે સબંધ પરંતુ ગરજ પૂરી થતાં છોડી દીધી હતી, જાણો કોણ છે આ એક્ટર…..

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં 90 એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને ધર્મેન્દ્ર સાથે પ્રેમ સબંધ હતા.બૉલિવૂડની ટ્રેજડી ક્વીન કહેવાતી મીના કુમારીનો 87 વર્ષના થયા છે. વર્ષ 1933માં દાદર (મુંબઈ)માં જન્મેલી મીના કુમારીનું સાચું નામ મહજબીન બાનો હતું.

તેમનો જન્મ 1 ઓગસ્ટ 1933 ના રોજ થયો હતો. ઘણી નાની ઉંમરમાં જ તેમણે ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું. ફિલ્મોમાં તેમણે જે પાત્ર ભજવ્યા તેને પોતાની ગંભીરતાથી સદા માટે અમર કરી દીધા. પણ અંગત જીવનમાં તેમને નિરાશ જ મળી. પણ તેની શરૂઆત આટલી નિરાશાજનક ના હતી.આમ તો, મીના કુમારીની રિયલ લાઇફમાં પણ ખૂબ ટ્રેજડી હતી. વર્ષ 1951માં ફિલ્મ ‘તમાશા’ના સેટ પર મીના કુમારીની મુલાકાત ડિરેક્ટર કમાલ અમરોહી સાથે થઈ હતી.

જેનાં એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી કમાલે મીના કુમારીને ફિલ્મોમાં કામ કરવાની ના પાડી નહીં પણ, તેમના પર શંકા કરતાં હતાં. જેને લીધે કમાલે મીના કુમારી પર પાબંદી લગાડી હતી.કમાલ અમરોહીની શરત હતી કે, મીના કુમારીનાં મેકઅપ રૂમમાં કોઈ મર્દ જશે નહીં, તે સાંજે 6.30 વાગ્યા સુધી ઘરે પાછી આવતી રહેશે.

મીનાએ આ શરત પણ માની લીધી હતી, પણ ઘણીવાર તે ઘરે મોડી આવતી હતી. શંકાને લીધે કમાલે તેમના આસિસ્ટન્ટ બકર અલીને મીનાની જાસૂસી કરવા કહ્યું હતું.ધર્મેન્દ્ર ‘ફિલ્મફેર’ની પ્રારંભિક ટેલેન્ટ કોન્ટેસ્ટમાં વિજેતા થવાથી જેવી પણ ફિલ્મો મળે તેના નિર્માતાઓ જે કાંઇ ચૂકવે એવા ઓછા મહેનતાણાના સહારે મુંબઈમાં રહેતા હતા.

તે દિવસોમાં ધર્મેન્દ્ર એક્ટિંગ કરતાં પોતાના શારીરિક સૌષ્ઠવને લીધે વધારે ફિલ્મો મેળવતા. એવામાં, 1962-63ના અરસામાં, મીના કુમારી સાથે ‘પૂર્ણિમા’ અને ‘મૈં ભી લડકી હૂં’ માટે તે પસંદ થયા. તે સમયનો મીના કુમારીનો રુતબો એવો જબરજસ્ત હતો કે ધર્મેન્દ્ર જેવા તેમના પ્રમાણમાં સાવ ઓછા જાણીતા અભિનેતા સાથે એ કામ કરવા તૈયાર થયાં એ જ મોટી વાત હતી.

1963નો ફિલ્મફેર એવોર્ડ જવાહરલાલ નહેરુનાં બહેન અને ગવર્નર એવાં વિજયાલક્ષ્મી પંડિતના હસ્તે 13મી જૂને અપાયો હતો. એ જ વિજયાલક્ષ્મી પંડિત અગાઉ એકવાર મીના કુમારી અને ધર્મેન્દ્રને આશ્ચર્યજ્નક સંજોગોમાં મળ્યાં હતાં. તેઓ ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન  બરેલીના સરકીટ હાઉસમાં પહોંચ્યાં, ત્યારે તેમના અચરજ વચ્ચે ત્યાંની લૉનમાં મીના-ધરમ બેઠેલાં હતાં.મીનાકુમારી તે વખતે ‘ભીગી રાત’ના શૂટિંગ માટે નૈનિતાલમાં હતાં અને ધર્મેન્દ્ર તેમને મળવા બે દિવસ માટે ત્યાં હાજર હોઇ બંને ફરવા નીકળ્યાં હતાં.

માર્ચ 1964માં ફિલ્મ ‘પિંજરે કે પંછી’ના મુહૂર્ત પર મીના કુમારીના મેકઅપ રૂમમાં ગુલઝાર પહોંચી ગયા હતા. જેને લીધે બકર અલીએ મીના કુમારીને લાફો મારી દીધો હતો. ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘મીના અને કમાલ વચ્ચે બધું સરખું ચાલતું નહોતું. તે મારી સાથે દરેક વાત શેર કરતી હતી. બસ, એક દિવસ એવું થયું કે, કમાલને શંકા થઈ અને આ પછી બંનેના સંબંધ બગડતાં ગયા હતાં.’’ આ પછી વર્ષ 1964માં બંનેએ છૂટાછેડા લીધાં હતાં.

પતિ કમાલ અમરોહીથી અલગ થયાં પછી મીના કુમારી અને ધર્મેન્દ્ર (પરિણિત) એક બીજાની નજીક આવ્યાં હતાં. તે સમયે મીના ટૉપની સ્ટાર હતી. જ્યારે ધર્મેન્દ્ર એક સ્ટ્રગલિંગ એક્ટર હતાં. મીના કુમારીએ તેમના કરિયરને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી હતી.કહેવામાં આવે છે કે, મીના કુમારીએ વર્ષ 1966માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર પત્થર’માં ધર્મેન્દ્રને લેવા માટે ભલામણ કરી હતી. આ ફિલ્મ તે વર્ષે સૌથી સુપરહિટ થઈ અને ધર્મેન્દ્ર ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિસ્ટ થયાં હતાં.

ધર્મેન્દ્ર અને મીના કુમારીનો સંબંધ લગભગ 3 વર્ષ સુધી ચાલ્યો અને પછી ધર્મેન્દ્ર પણ કમાલ અમરોહીની જેમ મીનાથી દૂર થઈ ગયાં હતાં. ધર્મેન્દ્રના દગાથી મીના કુમારીને એટલું દુખ થયું કે, તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.ભલે મીના કુમારીના લાખો ફેન્સ હતાં, પણ મીનાએ જેને પ્રેમ કર્યો, તે ક્યારે તેમના પ્રેમને સમજી શક્યા નહીં. ધર્મેન્દ્ર પાસેથી મળેલી બેવફાઈ પછી મીના કુમારી તેમના પર્સમાં દારુની નાની બોતલ પણ રાખતી હતી. દારૂ પીવાને લીધે મીના કુમારીની તબિયત બગડવા લાગી અને તેમને લિવર સિરોસિસ થઈ ગયું હતું.

ઘણી ફિલ્મોમાં કામ કરનાર અને જીવતાજીવે લેજન્ડ્રી એક્ટ્રસની સિદ્ધિ હાંસલ કરવાં છતાં છેલ્લાં સમયમાં મીના કુમારી પાસે સારવાર માટે રૂપિયા પણ નહોતાં. 31 માર્ચ, 1972માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે સવાલ ઊભો થયો કે, હૉસ્પિટલનું બિલ કેવી રીતે ભરી શકાશે. કહેવાય છે કે, મીના કુમારીના કોઈ ફેને પછી સારવારનું બિલ ચૂકવ્યું હતું. દુઃખની વાત છે કે, મીના કુમારીને હૉસ્પિટલમાં કમાલ અમરોહી જોવા પણ આવ્યા નહોતાં.

ઉલ્લેખનીય છે કે, મીના કુમારીએ બીમારી દરમિયાન તેમની અધૂરી ફિલ્મ ‘પાકીઝા’માં કામ કર્યું હતું.ફિલ્મ ‘પાકિઝા’ 4 ફેબ્રુઆરી, 1972ના રોજ રિલીઝ થઈ હતી અને 31 માર્ચ, 1972ના રોજ મીના કુમારીનું નિધન થઈ ગયું હતું. રસપ્રદ વાત છે કે, રિલીઝ પછી ફિલ્મ ‘પાકીઝા’ ફ્લૉપ માનવામાં આવી રહી હતી, પણ મીના કુમારીના નિધન પછી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

ધર્મેન્દ્રને પાકિઝા માટે સાઈન કરવામાં આવ્યો હતો પણ તેમના અને મીનાના અફેયરની ચર્ચાને કારણે કમાલે ગુસ્સામાં ધર્મેન્દ્ર ફિલ્મમાંથી બહાર કર્યો હતો.  મીના કુમારી જેવી સુપરસ્ટૅઅર સાથે ફિલ્મો કરીને ધર્મેન્દ્રએ પોતાનુ કેરિયર ઉભુ કર્યુ હતુ. એવુ કહેવાય છે કે જો મીના કુમારી ન હોત તો ધર્મેન્દ્ર આટલો મોટો સ્ટાર ન બની શકતો.   પછીના વર્ષોમાં ધર્મન્દ્રએ પણ મીના કુમારીના આ યોગદાનને કબુલ્યુ હતુ. ધર્મેન્દ્ર મીના કુમારીને પ્રેમ કરતા હતા.

માની કુમારીની ફિલ્મ સાહિબ, બિવી અને ગુલામ 1962 પણ હિટ રહી હતી. આ ફિલ્મમાં મીના કુમારીએ નાની વહૂનો રોલ પ્લે કર્યો હતો. જે દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. માની કુમારીએ પરિણીતા 1953, દાયરા 1953, એક હી રાસ્તા 1956, શારદા 1957, દિલ અપના ઔર પ્રીત પરાઈ 1960, દિલ એક મંદિર 1963, કાજલ 1965 અને ફૂલ ઔર પત્થર 1966 તેમની પસંદગીની હિટ ફિલ્મોમાંથી એક છે.

વિજય ભટ્ટે ભારત ભૂષણ મીના કુમારીને લઈને ઓછી બજેટમાં બૈજુ બાવરા બનાવી. બૈજૂ બાવરામાં તેમના નાયક ભારત ભૂષ્ણે પણ મીના કુમારી સામે પ્રેમનો એકરાર કર્યો હતો પણ મીનાનુ દિલ તો કમાલ સાહેબ માટે ધડકતુ હતુ.   ઈશ્કના નિષ્ફળ મીના આ ગમને ભૂલાવવા માટે દારૂના નશામાં રહેવા લાગી. વધુ દારૂ પીવાને કારણે તેને લિવર સિરોસિસની બીમારી થઈ ગઈ અને ફિલ્મ પાકિઝા રિલીઝ થવાના થોડા અઠવાડિયા પછી જ 31 માર્ચ 1972ના રોજ ફક્ત 39 વર્ષની વયે જ તેનુ નિધન થઈ ગયુ.