ગાર્ડનમા ફરવા ગયેલા પ્રેમીઓ સાથે બન્યો એવો બનાવ કે જાણીને તમે પણ ચોકી જશો..

નમસ્કાર મિત્રો પ્રેમ શબ્દ આવતા જ આપણને એક એવો સબંધની યાદ આવી જાય છે જેમા આજે આપણને માત્ર હવસ જ છુપાયેલી હોઇ છે અને પછી આપણે જ્યારે હવસ પુરી થયા પછી આપણે તેને છોડી દઇએ છે પરંતુ મિત્રો શુ આ સાચો પ્રેમ હોય છે મિત્રો આજે અમે તમને એક સાચા પ્રેમ વિશે જણાવવા જઇ રહ્યા છે કે કેવી રીતે મહેશ તેની પ્રેમિકા સેજલ સાથે વર્ષો જુદા હોવા છતા ફક્ત તેને જ પ્રેમ કરતો હતો અને તેમના જીવનમા કેટલી પરેશાની આવે છે પરંતુ તેઓ તેનો સામનો કરીને પોતાનો સાચો પ્રેમ હાસલ કરે છે તો મિત્રો આવો જાણીએ મહેશ અને સેજલના સાચા પ્રેમ વિશે.

મિત્રો આ વાત છે જયપુર ની જ્યા ખુબજ પ્રખ્યાત શાળામાં મહેશ અને સેજલ સાથે ભણતા હતા અને તેઓના ગુણ પણ નામ જેવા જ હતા જેનામાં રાય માત્રનો પણ ભય ન હતો એવો એ મહેશ અને જેને જોતા જ લોકોની આંખો હટે નહી એવી એ સેજલ તેની સુંદરતાના વખાણ કરતા કવિઓની કલમ પણ ઘસાઈ જાય એટલી હદે તે દેખાવડી હતી મહેશ દેખાવ મા પણ ખૂબ હેન્ડસમ હતો.

અને તેઓ બન્ને સુખી કુટુંબમાંથી આવતા હતા મહેશના પિતા એક ડૉક્ટર હતા અને તેઓ શહેરમાં નામાંકિત વ્યક્તિ હતા અને સેજલ ના પિતા શહેરની કોઈ કંપનીમા મેનેજર હતા અને થોડે દુર આવેલી કંપનીમા તેઓ નોકરી કરતા હતા મહેશ અને સેજલ ને કારણે બન્ને પરિવારના સભ્યો એકબીજાથી સારી રીતે જોડાયેલા રહેતા હતા અને તેથી ક્યારેક મહેશ ના ઘરે સેજલ દોસ્તો જોડે ગ્રુપ સ્ટડી માટે જતી હતી અને મહેશને સેજલ પ્રત્યે લાગણી હતી અને તે મનમાં તેને ચાહતો પણ હતો પરંતુ તેણે ક્યારેય પણ આ વાતની તેના દોસ્તો કે સેજલને આ વાતની જરાપણ ગંધ નહોતી આવવા દીધી.

મિત્રો એ શનિવારનો દિવસ હતો જ્યા વરસાદ વરસી રહ્યો હતો અને મહેશ સ્કુલ છૂટતા જ બાઈક લઇ ઘરે આવવા નીકળ્યો હતો રસ્તામાં વરસાદ ધોધમાર વરસીને તેનું કામ કરતો હતો અને અચાનક જ ખાડો આવતા મહેશનું સહજ ધ્યાન હટતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી પરંતુ તેને કઇ ખાસ વાગ્યું ન હોવાથી તે તરત જ ઉભો થઈને ઘરે પહોંચ્યો હતો અને જ્યારે સેજલ ને તેના દોસ્તો દ્વારા આ વાતની જાણ થતાં જ તે ફટાફટ ચાલુ વરસાદમાં છત્રી લઈને મહેશના ઘરે પહોંચી ગઈ હતી.

સેજલે જોયું હતું કે મહેશ બેડ પર બેસીને તેને પગમાં થયેલ ધાને જોઈ રહ્યો હતો સેજલે ફટાફટ ફર્સ્ટ એઈડ બોક્સ લઈ ઘા પર મલમ લગાવવાનું શરૂ કર્યું અને મહેશને બાઈક ધીરે ચલાવવાની તેમજ સાચવીને ચલાવવાની સલાહ આપતી રહી હતી પરંતુ મહેશ તો તેની આ સાર સંભાળ લેવાની રીત જોઈ વધારે પ્યારમાં ગળા ડૂબ થઈ ગયો હતો અને આ બન્ને એકબીજાને મનમાં સાચા દિલથી ચાહતા હોવાથી આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ હતી એનું તેમને ભાન પણ ન રહ્યું અને મહેશના મમ્મી પપ્પા તેમના સંબંધીને ઘરે ગયા હતા એટલે ઘરે કોઈ જ ન હતું ત્યારે સેજલ અને મહેશ બન્ને મહેશના રુમમા બેસી વાતો કરવા લાગ્યા હતા.

સેજલ હું તને છેલ્લા એક વર્ષથી પ્રેમનો પ્રસ્તાવ તારા આગળ મૂકવા ઈચ્છતો હતો પરંતુ તું ક્યારેય એકલી ન પડી અને આપણાં દોસ્તો હમેશા તારા સાથે રહેતા હતા અને તું પણ મને ચાહે છે એ મને ખબર જ ન હતી કહેતા મહેશે સેજલ નો હાથ પકડીને પોતાના હાથમાં લઈ લીધો હતો મહેશ હું તો તને કહેવાની જ હતી પરંતુ હું એ પ્યારને હંમેશા માટે રાખવા માંગતી હતી અને હું મારા પ્યારને ખોવા નથી માંગતી હું તારી સાથે લગ્ન કરવા માગું છું પરંતુ તારા પપ્પા શહેરના મોટા ડૉક્ટરો માના એક છે અને મારા પપ્પા તો માત્ર એક સામાન્ય મેનેજરની નોકરી કરે છે.

એટલે આપણા લગ્ન શક્ય ન બનત અને એટલે જ મેં તને કહેવાનું ટાળ્યું હતું પણ હવે મને એની ચિંતા નથી. આપણે બન્ને થઈને એ લોકોને વાત કરીશું અને સમજાવીશુ અને હજી ક્યાં આપણી લગ્નની ઉંમર થઈ ગઈ છે હજી તો આપણે આપણું કેરિયર પણ બનાવવાનું છે સેજલ બોલી અને તેઓએ આખું તેમનું બારમું ધોરણ સાથે કર્યું અને તેઓએ ભણવાની સાથે સાથે પ્યારમાં પણ આગળ રહ્યા હતા અને ખૂબ જ સરસ માર્કિંગ સાથે પાસ થયા હતા અને તેઓએ હજી સુધી તેમના અફેરની વાત કોઈને કરી જ ન હતી તેઓ બન્ને કોલેજમાં ટોપ કરતા હતા એટલે તેઓને કોલેજમાં સહુ કોઈ ઓળખતા અને અભયની ભણવામાં ખૂબજ રુચિ હતી.

તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં હતા અને એક દિવસ તેમણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો સ્થળમાં તેમણે વિદ્યાધર ગાર્ડન જવાનુ નક્કિ કર્યું અને તેઓ બન્ને એકલા જ જવાના હતા પણ તેમણે ઘરે કોલેજના દોસ્તો જોડે જઈએ છીએ એવું કીધું હતું અને નક્કી કરેલ તારીખે તેઓ સવારે મહેશની બાઈક લઇ નીકળી ગયા હતા જયપુરના વિદ્યાધર ગાર્ડન પર થોડી ભીડ વધુ હોય છે. ક્યારેક અનિચ્છનીય બનાવો પણ આ ગાર્ડન પર બનતા જ હોય છે. ત્યાંનું દ્રશ્ય એકદમ રમણીય હોય છે. રવિવાર હોવાથી બાળકો અને યુવાનો તોફાન મસ્તી કરતા રમી રહ્યા હતાં. અને સુસવાટા સાથે પવન સેજલ ના ગાલ પર અડકી ને જઈ રહ્યો હતો.

સેજલ સ્વભાવમાં બહુ રમતિયાળ પણ હતી તેણે પણ બાળકો જોડે રમવાનું અને મસ્તી કરવાનું શરૂ કરી દીધું હતું મહેશ તો સેજલના સ્વભાવનો દીવાનો હતો અને થોડીવાર મસ્તી કર્યા પછી સેજલ અને મહેશને બન્ને ગાર્ડનમા ફરવા લાગ્યા ત્યા અચાનક ત્યાં ગાર્ડનમા કોઈકની બચાવો બચાવોની બુમો સંભળાઈ હતી એટલે મહેશ તો બહાદુર હતો એટલે તેણે કશું પણ વિચાર્યા વગર તે વ્યક્તિની મદદ કરવા ચાલ્યો જાય છે અને જ્યારે મહેશ તે વ્યક્તિની મદદ કરીને પાછો આવ્યો.

તો સેજલ ત્યાં હતી જ નહીં અને તેણે બધાને પૂછ્યું હતું કે મારી સાથે આવેલ સેજલ ક્યાં છે પણ બધાનો જવાબ નકારમાં આવ્યો હતો. ઘણી શોધખોળ કરવા છતાં સેજલનો કોઈ પત્તો લાગ્યો નહિ અને જે વ્યક્તિની મદદ કરવા ગયો હતો એ પણ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને હવે મહેશને વાત સમજાઈ હતી કે આ આખું નાટક સેજલ ને કિડનેપ કરવા માટેનું જ હતું અને તે આ ડરથી ગભરાઇ ગયો હતો શુ કરે એની જ તેને ખબર નહોતી પડતી અને તે ઘરે ગયો અને શરૂઆતથી બધું કીધું અને એ પણ ઉમેર્યું કે તેઓ બન્ને ગાઢ પ્યારમાં પણ હતા અને લગ્ન કરવા પણ માંગતા હતા.

બન્ને પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જઈને એફ આઈ આર કરાવી હતી અને ઘરે આવ્યા પોલીસે કિડનેપિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી પણ કશું જ હાથમાં આવ્યું નહિ તેથી આ બન્ને પરિવારના સભ્યો વધુ ચિંતિત બન્યા હતા અને આ તરફ મહેશ ની યુ પી એસ સી ની પરીક્ષા આવવાની હતી જેની તે છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યો હતો અને તેનું સપનું આઈ. પી.એસ. બનવાનું હતું પરંતુ સેજલની ચિંતામાં તેનું મન વાંચવામાં લાગતું જ ન હતું પરંતુ તેણે પરિસ્થિતિ સંભાળીને ફટાફટ સિલેબસ પૂરો કરવાની તૈયારી કરી હતી.

1 વર્ષ થવા આવ્યું હતું પણ સેજલના કોઈ સમાચાર હતા નહિ અને પોલીસને ઇન્વેસ્ટિગેશન દરમ્યાન એટલી જ ખબર મળી કે આ રીતે અલગ અલગ શહેરોમાંથી દેખાવડી છોકરીઓની ઉઠાંતરી થાય જ છે અને અહીં મહેશ પણ તેની પરીક્ષા પાસ કરી લીધી હતી અને તે આઈ.પી.એસ.ની ટ્રેઇનિંગ પતાવી ડ્યુટી જોઈન કરી લીધી હતી શરૂઆતમાં તેનું પોસ્ટિંગ ડી.વાય.એસ.પી. તરીકે મુંબઈમાં થયું હતું અને તેણે હજી સુધી લગ્ન કર્યા ન હતા અને તે ગાળામાં મોટા શહેરોમાં ક્રાઇમનું પ્રમાણ વધુ હતું.

અને એક દિવસ એક ગુમનામ કોલ આવ્યો કે હેલો સર મુંબઈ પોલીસની કેદમાંથી ભાગી ગયેલ એક કુખ્યાત કેદી નવી આવેલી વેશ્યા જોડે આજે સેવન ફાઈવસ્ટાર હોટેલના રૂમ ન. 20માં રંગરેલિયા મનાવવાનો છે અને ત્રણ મર્ડરના ગુના તેના ઉપર લાગેલ છે અને આટલું કહીને ફોન કટ થઈ ગયો હતો અને મહેશ બાતમીના આધારે તપાસ કરાવતા બધી માહિતી મળી હતી અને આ તેનો પ્રથમ જ કેસ હતો એટલે મહેશ અને તેનો સ્ટાફ પૂરેપૂરી તૈયારીઓ સાથે હોટેલની આસપાસ ગોઠવાઈ ગયા હતા હવે તેઓ ધીરે ધીરે હોટેલના ગેટથી અંદર પ્રવેશી રહ્યા હતા અને તેમણે રૂમ નમ્બર 20 માં જવાનું હતું.

રૂમ ન 20 નો દરવાજો તોડતા જ જોયું હતું કે પેલો કેદી એક વેશ્યા જોડે બળજબરી કરી રહ્યો હતો અને તે વેશ્યા રડી રહી હતી અને એ વેશ્યા બીજું કોઈ જ નહિ પરંતુ મહેશની મહોબ્બત સેજલ હતી અને મહેશ તો તેને જોતા જ રહી ગયો હતો અને ત્યાં સુધીમાં પેલા ખૂંખાર કેદીએ મહેશ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું અને એ ગોળી સીધી મહેશના ડાબા હાથ પર વાગી હતી. ગોળીથી ઘાયલ સિંહ જેવા મહેશે પેલા કેદીનું ત્યાં જ એન્કાઉન્ટર કરી નાખ્યું હતું અને તેના શરીરને પિત્તળની ગોળીઓથી ભરી દીધું અને આ એન્કાઉન્ટરમાં કેદીને ભાગવાનો જરા પણ ચાન્સ ન મળ્યો હતો.

ઘાયલ થયેલ મહેશ અને સેજલ એકબીજાને ભેટીને ઉભા છે હા મહેશે તેને સ્વીકારી લીધી હતી કેમ કે એ સાચ્ચો પ્રેમ હતો ઇતિહાસના પ્રેમી પંખીડાઓ પણ આજે તેમની સામે ઝાંખા પડે એવો આ પ્રેમ હતો અને મહેશે નો આખો સ્ટાફ આ દ્રશ્ય નિહાળી રહ્યો હતો તેઓના મનમાં એક જ પ્રશ્ન ઉદભવે છે કે આપણા સર આ વેશ્યાને ભેટીને કેમ ઉભા છે ત્યારબાદ તેઓ બન્ને ઘરે આવ્યા હતા અને આટલાં વર્ષો પછી તેમના પરિવારે સેજલને જોતા જ રડવાનું ચાલુ થઈ ગયું હું વેશ્યા નથી પરંતુ મને વેશ્યાના ધંધામાં મોકલવા માટે કિડનેપ કરીને વેચી દેવામાં આવી હતી અને મારા જેવી ત્યાં બીજી પણ છોકરીઓ હતી.

અને એકવાર મને તક મળતાં જ મેં આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી પણ મરવાને બદલે હું લાંબા સમય માટે કોમામાં જતી રહી હતી રડતા રડતા સેજલે કહયુ હતુ પોલીસે રેડ પાડીને બધી છોકરીઓને ત્યાંથી ઘરે મોકલી દીધી હતી અને કિડનેપરોને જેલમાં બંધ કર્યા હતા અને ઘણા લાંબા સમય માટે કોમામાં રહેવાથી સેજલનું શરીર એકદમ સુકાઈ ગયુ હતુ અને તેનો પ્યાર મહેશ આજે પણ તેની રાહ જોઈને લગ્ન નથી કર્યા એ જોઈને તેનાં જીવમાં જીવ આવ્યો હતો મહેશ અને સેજલે ઘણી જલ્દી લગ્ન કરી લીધાં હતાં અને લગ્નના દિવસે મહેશ અને સેજલના ચહેરા પર અલગ જ તેજ પથરાયું હતું અને આ તેમનો સૌથી સુખદ દિવસ પણ હતો.