ઘર માં આ રીતે લગાવો હનુમાનજી ની તસવીર,ઘર માં આજીવન નહીં થાય પૈસા ની અછત….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંશાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે.હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય છે.દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.

Advertisement

કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.

હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ.

હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું. મા આ શું લગાવી રહ્યાં છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધુ.એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનની ઈર્ષ્યા થવા લાગી.

શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું – હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મે દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું.શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યાં કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યાં. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યાં.

પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટામોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યાં ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહી કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યુ. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધુ શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે જે યુગ ચાલી રહ્યો છે તે કલયુગ છે. નકારાત્મકતા સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહી છે. ઘણા લોકો એવા છે જે નકારાત્મક રહે છે. કળિયુગમાં માણસ હિંસક બની રહ્યો છે. ભગવાન હનુમાનજી અમર છે અને દરેક યુગમાં જીવે છે. કહેવાય છે કે કલિયુગમાં તેઓ એક માત્ર દેવતા છે જે પૃથ્વી પર સાક્ષાત્ વિરાજમાન છે, જે ભક્ત તેના સાચા મનથી તેમને યાદ કરે છે, તેની સહાય માટે હનુમાનજી અવશ્ય આવે છે અને તેમના ભક્તોના બધા કષ્ટો દૂર કરે છે. તો હવે આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ કે હનુમાનની સ્તુતિ કરવા સિવાય તમે હનુમાનજી ની તસવીર પણ ઘરમાં મૂકી શકો છો.એવું કહેવામાં આવે છે કે પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવનાઓ ઉત્પન્ન કરવા માટે, શ્રી રામની ઉપાસના કરતી વખતે અથવા શ્રી રામનું કીર્તન કરતી વખતે હનુમાનજી ની તસવીર લગાવી સારું માનવામાં આવે છે.

જો તમે પરિવારના સભ્યોનો વિશ્વાસ વધારવા માંગતા હોય, તો હનુમાનની તસવીર હાથમાં ઉભા કરેલા પર્વત સાથે ઘરમાં રાખવી જોઈએ. જે તસવીરમાં હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઊડી રહ્યા હોય એવી તસવીર ને ઘરમાં લગાવવી શુભ માનવામાં આવતી નથી. જો આપણે શાસ્ત્રો અનુસાર જોઇએ તો હંમેશા મહાબલી હનુમાનજીની સ્થિર અવસ્થાની મૂર્તિની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.જો તમે ઘરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો છો જેમાં તેઓ ભગવાન શ્રીરામની સેવા કરતા નજર આવી રહ્યા છે તો તેનાથી ઘર-પરિવારમાં ક્યારે પણ ધનની કમી રહેશે નહીં.

જો તમે હનુમાનજીની એવી તસવીર પોતાના ઘરમાં લગાવો છો જેમાં તેઓ યુવા અવસ્થામાં પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરેલ છે તો તેને શુભ માનવામાં આવે છે.તમે પોતાના બાળકોના રૂમમાં હનુમાનજીની લંગોટ પહેરેલી તસવીર લગાવો, તેના લીધે તમારા બાળકોના મનમાં અભ્યાસ પ્રત્યે રુચી જાગશે.એવું કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનજી ની મૂર્તિ મૂકીને, દુષ્ટ આત્માઓ ઘરમાં પ્રવેશતા નથી. એવું કહેવાય છે કે બેડરૂમમાં તસ્વીર ન લગાવવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનદાદાનો ફોટો હંમેશા હનુમાનજીનું મુખ દક્ષીણ દિશામાં આવે તે રીતે લગાવવો જોઈએ. હનુમાનદાદ એ પોતાનો પ્રભાવ સૌથી વધારે દક્ષીણ દિશામાં દેખાડયો છે. માટે દક્ષીણ દિશા તરફ હનુમાનદાદાનું મુખ રાખવું સૌથી શુભ માનવામાં આવે છે. એટલા માટે જ મોટા ભાગના હનુમાનદાદાના મંદિરો દક્ષીણ મુખના જ હોય છે. દક્ષીણ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને ત્યાંથી નકારાત્મક ઉર્જા આવતી હોય છે. પરંતુ જો દક્ષીણ દિશમાં હનુમાનદાદનો ફોટો ઘરમાં લગાવીએ તો નકારાત્મક ઉર્જા ઘરમાંથી ભાગે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે સુખ અને શાંતિની વધે છે સાથે સમૃદ્ધિ પણ આવે છે.મિત્રો ક્યારેય પણ હનુમાનદાદા નો ફોટો આપણે જ્યાં સુતા હોઈએ એ શયનરૂમમાં ન લગાવવો જોઈએ. હનુમાનદાદા બાળ-બ્રહ્મચારી છે તેથી તેમનો ફોટો શયનરૂમમાં ન રાખવો પરંતુ ઘરના મંદિર અથવા ઘર માં કોઈ અન્ય પવિત્ર સ્થાન પર રાખવો શુભ માનવામાં આવે છે.

જો તમે એવું ઇચ્છતા હોય કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ પ્રવેશે ન કરે તો હનુમાનદાદા ની શક્તિ પ્રદર્શન મુદ્રા વાળો ફોટો લગાવવો જોઈએ. આ ઉપરાંત પંચમુખી હનુમાનદાદા નો ફોટો મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવી શકો છો અથવા ત્યાં રાખવો કે જે જગ્યાએ દરેકની નજર પડી શકે તેમ હોય. તેવું કરવાથી ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ પ્રવેશ થતો નથી.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement