ઘરમાં રાખોછો તુલસીનો છોડ તો,ક્યારેય નાં કરો આ કામ,નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો.

ભારત દેશ એ ધાર્મિક સંસ્કૃતિક વારસા નો ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં દરેક ઘરમાં તમને ધર્મ નું રક્ષણ અને તેને સતત આગળ ચલાવવા માટે ની શક્તિ દેખાશે.ત્યારે આ માટે લોકો વર્ષો જૂની અનેક પ્રથા ઓને માન સન્માન આપી આજે પણ તેને જાળવી રાખે છે.આવીજ એક પ્રથા છે ઘરના આંગણામાં માં અથવા ઘરમાં તુલસી નો છોડ રાખવાની આજે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે.

તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે.માટેજ લોકો તુલસીનાં છોડ ને ઘરમાં રાખે છે.એટલુંજ નહીં પરંતુ તુલસી ને માતા તરીકે પણ પૂજે છે.એટલુંજ નહીં પરંતુ તુલસીના છોડમાં અનેક ઔષધિય ગુણો પણ રહેલા છે.તેનાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.માટે લોકો સાંજ સવાર માં તુલસીની પૂજા કરે કગે દીવો પ્રગટાવે છે.

આ બધું જાણતાં હવે તમને લાગે જ કે તુલસી નો છોડ રાખવો તો ફાયદાકારક છે તો તમે તદ્દન ખોટા છો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે.તો તમારે ઘણી ખરી વાતો નું ધ્યાન રાખવાનું છે.અને આજ વાતો અમે આજે તમને જાણવીશું તો આવો જાણીએ.મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તુલસી નો છોડ ઘરે હોય તો શી કાળજી રાખવી મિત્રો.

તુલસી નો છોડ ઘરે રાખતાં હોય તો ઘણી ખરી બાબતે તમારે ધ્યાન રાખવું પડે છે નહીં તો આ ફાયદાકારક છોડ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.તુલસીના છોડની આસપાસ ભીના કપડાં ન સૂકવવા.તે ઘરમા આવતી સકારાત્મક ઉર્જાને નુકસાન કરે છે.માટે પેહલી આ વાત તમારે યાદ રાખવાની છે.ભીના કપડાં શુકવવાથી તુલસી માતા નારાજ થઈ જાય છે.માટે ખાસ ધ્યાન રાખવું કે ભૂલથી પણ ક્યારેય આ ભૂલ ન થઈ જાય.

તુલસીના છોડની આસપાસની જગ્યા સ્વચ્છ રાખો.તુલસી નો છોડ એ એક મંદિર જ છે. માટે મંદિર ની આસપાસ ગંદકી ના કરવી જોઈએ.જો અહીં ગંદગી રહેશે તો ઘરમાં અશાંતિ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.મિત્રો મોટે ભાગે લોકો તુલસીની બાજુમાં ગણેશજીની મૂર્તિ પણ રાખે છે જોકે આ તદ્દન ખોટું છે આ કાર્ય ને અશુભ માનવામાં આવે છે.

તુલસીની સાથે ગણેશજીને રાખવાથી દરિદ્રતા આવે છે.તેથી ભૂલથી પણ આવું સ્થાપન ન કરો.માટે ક્યારેય આવી ભૂલ ન કરવી જોઈએ આવું કરવાથી તમે પાપ માં પડી શકો છો. મિત્રો આગળ વાત કરીએ તો તુલસીના છોડની પાસે ક્યારેય બૂટ ચંપલ ન કાઢો આવી ભૂલ કરવી તમને ખુબજ ભારે પડી શકે છે.જો તમે ઘરના આંગણામાં તુલસી ક્યારો રાખ્યો છે તો આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થતો નથી.તુલસી નજીક ચપ્પલ બુટ કાળવાથી ઘરમાં આર્થિક તંગી અનુભવાતી રહે છે.રસોડાની પાસે તુલસી રાખવાથી ઘરમાં ઝઘડા ઓછા થશે.બાળક માતા-પિતાનું કહેવું ન માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસી છોડ મુકો.આમ કરવાથી માતા તુલસીની કૃપા તમારાં પર રહે છે.