ગૂગલની નોકરીને ઠોકર મારી ખોલી સમોસાની લારી આજે આટલાં રૂપિયા કમાઈ છે,આંકડો જાણી ચોંકી જશો……

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જેઓએ ગૂગલમા પોતાની નોકરી છોડીને અત્યારે સમોસા અને કચોરીની દુકાન ચલાવે છે મિત્રો મોટા ભાગના લોકો આઇટી પ્રોફેશનલ્સ ગુગલ પર કામ કરવાનું સ્વપ્ન ધરાવે છે અને તેમને ફક્ત ગુગલમાં બ્રાન્ડ મૂલ્ય જ નહીં પણ સારા પગાર અને સ્થિરતા પણ મળે છે અને એમબીએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મુનાફે થોડો સમય કામ કર્યું અને પછી વિદેશ જવાનું નક્કી કર્યું અને ત્યાં તેણે ગુગલનો ઇન્ટરવ્યુ લીધો અને તે સિલેક્ટેડ થઈ ગયો.

Advertisement

મિત્રો મુનાફ ગૂગલમાં જોડાયો અને થોડા વર્ષોની નોકરી બાદ જ રાજીનામું આપ્યું હતુ અને મુનાફે મુંબઈ પરત ફરવાનું મન બનાવી લીધું હતું અને હવે તે નોકરી કરવા માંગતો ન હતો પરંતુ કંઈક કરવા માંગતો હતો જેથી તે કેટલાક લોકોને નોકરી આપી શકે અને એવું કહેવામાં આવે છે કે જો ઇરાદા મજબૂત હોય તો આકાશને પણ વીંધી શકાય છે અને મુનાફ કાપડિયાએ આ વાત સાબિત કરી બતાવી હતી અને ખરેખર મુનાફ ગુગલમાં કામ કરતો હતો અને તેની નોકરી છોડીને તેણે સમોસા વેચવાનો ધંધો શરૂ કર્યો અને આ જોતાં જ તેનું નામ ફોર્બ્સ ટોપ 30 અંડર 30 ની યાદીમાં શામેલ થઈ ગયું હતુ.

પરંતુ અહીં મુનાફ કેવી રીતે પહોંચવું તે જાણીને વખાણવા યોગ્ય અને પ્રેરણાદાયક છે અને તેમની સફળતાની આ વાર્તા વાંચ્યા પછી, શક્ય છે કે તમે તે બની શકો જેની તમે ફક્ત તમારી સપનામાં છુપાયેલી કુશળતા દ્વારા કલ્પના કરો છો મિત્રો ગૂગલ જેવી મોટી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરવા દરેક લોકો ઈચ્છે છે પરંતુ જો કોઈ ગુગલની નોકરી છોડીને સમોસા-કચોરીનું વેચાણ કરવાનું શરૂ કરે તો એ જાણીને આશ્ચર્ય થશે. આવી જ એક કહાની છે મુનાફ કાપડિયાની. મુંબઇના રહેવાસી મુનાફે સમોસા વેચવા માટે ગૂગલની નોકરી છોડી દીધી હતી જો કે મુનાફ આ કામથી સારી કમાણી કરી રહ્યો છે.

મિત્રો મુનાફ કાપડિયા ગુગલમાં એકાઉન્ટ સ્ટ્રેટેજિસ્ટ હતા અને મસૂરી, હૈદરાબાદમાં કામ કરતા મુંબઈ પાછા ફર્યા હતા અને નોકરીની સાથે સાથે મુનાફે ટીબીકે નામની કંપની પાસેથી ડિલિવરી કિચન શરૂ કર્યું અને ઓનલાઇન ઓર્ડર લેવાનું શરૂ કર્યું હતુ અને આ રસોડામાં મુનાફે તેની માતા નફીસાના હાથથી બનાવેલી વાનગીઓ વેચવાનું શરૂ કર્યું હતુ મુનાફ બોહરા સમુદાયનો છે અને તેથી બોહરા થાળીને પણ મેનૂમાં મૂકવામાં આવી હતી અને લોકોને તેનો સ્વાદ પસંદ આવવા લાગ્યો હતો.

મિત્રો નોકરીની સાથે મુનાફને ધંધો વધારવા જેટલા જોઈએ એટલા ઓર્ડર મળતા ન હતા અને આવી સ્થિતિમાં તેણે ધંધો બંધ કરવાનું વિચારવાનું શરૂ કર્યું હતુ અને તે દરમિયાન, તેમને ફોર્બ્સ ઇન્ડિયાનો ફોન આવ્યો કે તેઓ 30 અંડર 30 ઇશ્યૂ માટે તેમને આવરી લેવા માગે છે અને આ ફોને મુનાફમાં ઉત્તેજનાનો વધારો કર્યો અને તેને સમજાયું કે તેની વાનગીઓની સુગંધ ફોર્બ્સ પર પહોંચી ગઈ છે.અને જ્યારે 2019 સુધીમાં મુનાફે મુંબઈના ઘણા વિસ્તારોમાં તેની શાખા ખોલી દીધી હતી અને તેમની વાનગીઓનો સ્વાદ ઋષિ કપૂર, રાણી મુખર્જી, ઋત્વિક રોશન સહિત બોલિવૂડ હસ્તીઓની જીભમાં પહોંચી ગયો હતો અને વૈશ્વિક મહામારી કોરોનાના કારણે મુનાફનું કિચન બંધ છે જો કે મુનાફ કહે છે કે સમોસા સિવાય અમે અન્ય વાનગીઓ બનાવીએ છીએ જેમ કે મટન સમોસા, નરગિસ કબાબ, ડબ્બા ગોશત વગેરે.

મુનાફના નિયમિત ગ્રાહકો આ વાનગીઓને ખૂબ પસંદ કરે છે અને દરરોજ ઓર્ડર બુક કરાવે છે અને આ સમોસા ધીમે ધીમે દેશભરમાં પ્રખ્યાત થઈ રહ્યા છે તેમજ તમને જણાવી દઈએ કે મુનાફની રેસ્ટોરન્ટ ફક્ત એક વર્ષથી ખુલી છે અને તેમનું ટર્નઓવર 5 મિલિયન સુધી પહોંચી ગયું છે પરંતુ તેઓ આગામી ત્રણથી પાંચ વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર મેળવવા માંગે છે અને જેના પર તેઓ સતત કામ કરી રહ્યા છે.

મિત્રો સમોસાની વિશેષતા અંગે મુનાફે જણાવ્યુ હતુ કે મારી માતા ઘણી વાનગીઓ બનાવે છે અને તે તેમને પણ ગમે છે પરંતુ તેમાંના સૌથી ખાસ મટન કીમા સમોસા છે જેને લોકો ખૂબ પસંદ કરે છે અને આ ધંધો શરૂ થયાના થોડા સમય પછી મુનાફની વાર્તા અને તેના કાર્યની એટલી ચર્ચા થઈ કે ફોર્બ્સે તેનું નામ અંડર 30 એચિઅર્સની સૂચિમાં શામેલ કર્યું હતુ જો કે તેના ધંધા માટે નફો કરવો સહેલું ન હતું.

મિત્રો મુનાફ તેને તેની માતા પાસેથી પ્રેરણા મળી હતી જે ખૂબ જ સારુ જમવાનું બનાવતી હતી અને ટીવી પરથી જોતી વખતે નવા પ્રયોગો પણ કરતી હતી અને તેને જોયા પછી જ મુનાફને ખ્યાલ આવ્યો કે શા માટે ફૂડ ચેઇન શરૂ કરવી નહીં મુનાફે પોતાની એક કંપની શરૂ કરી જેનું નામ તેમણે ધ બોહરી ​​કિચન રાખ્યું અને મુનાફનો ધંધો સ્થાપિત કરવામાં તેની માતાએ પણ ઘણી મદદ કરી અને ખરેખર જ્યારે મુનાફે રેસ્ટોરન્ટ શરૂ કરી ત્યારે તેની માતા ત્યાં ભોજન અને નાસ્તા બનાવતી હતી અને મુનાફે તેની ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું છે કે હુ તે વ્યક્તિ છુ જેણે સમોસા વેચવા માટે ગૂગલ ની નોકરી છોડી દિધી.

Advertisement