જાણો ભારતના એક એવા ગામ વિશે, જેનો રાજા ખાઇ છે ભારત દેશમા અને સુવા માટે જાય છે બીજા દેશમા..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આપણા ભારત દેશમા ઘણા બધા ગામો એવા છે જે પોતાની અલગ અલગ પરંપરા માટે જાણીતા છે પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઇ રહયા છે જેના વિશે તમે ભાગ્ય જ સાંભળ્યું હશે મિત્રો કહેવાય છે કે આ ગામનો મુખિયો ખાવાનું અલગ દેશમા ખાઇ છે અને સુવા માટે બીજા દેશમા જાય છે.મિત્રો તમે વિચાર કરતા હશો કે આ ગામનો મુખિયો આટલો અમીર વ્યક્તિ હશે પરંતુ તમારી જાનકારી માટે તમને જણાવી દઈએ કે તમે જે વિચારો છો તેવુ કઇ નથી પરંતુ આ જે ગામ છે તે બે દેશોની સરહદ ઉપર આવેલુ છે જેના કારણે તે ગામનો મુખિયો આવુ કરવા માટે સક્ષમ છે તો આવો જાણીએ આ વિચિત્ર ગામ વિશે મિત્રો વિશ્વના ઘણા દેશો એવા છે જેમની બોર્ડર લાઈન વિચિત્ર હોય છે અને આ એક એવું ગામ છે.

જ્યાં વડા બે દેશોમાં નિયમિત મળે છે પરંતુ શું તમે એવા ગામ વિશે સાંભળ્યું છે કે જેનો મુખિયો બીજા દેશમાં ખોરાક લે છે અને સૂવા માટે તે બીજા દેશમાં જાય છે મિત્રો તો ચાલો તમને જણાવી દઈએ કે આવું અનોખું ગામ ફક્ત ભારતમાં છે અને આ ગામ જેટલું સુંદર છે તેટલું જ તેની અનોખી કહાની છે અને આ ગામનું નામ લોંગવા છે જેનો અડધો ભાગ ભારતમાં આવે છે અને અડધો ભાગ મ્યાનમારમાં આવે છે.

મિત્રો લોંગવા ગામ સોમ જિલ્લામાં આવેલું છે, નાગાલેન્ડની રાજધાની કોહિમાથી 389 કિમી ઉત્તરમાં છે ભારતની પૂર્વ આંતરરાષ્ટ્રીય સરહદ પર વસેલું એક નાનકડું ગામ પોતામાં અનોખું છે અહીં સ્થાયી થયેલા કોન્યાક જાતિના રાજાનું નામ આંગ નગોવાંગ છે જે અંતર્ગત લોંગવા સહિત કુલ 75 ગામોને આવરી લેવામાં આવ્યા છે અને આમાંથી કેટલાક ગામો મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના છે મિત્રો તમને જણાવી દઇએ કે તેમની સંખ્યા અન્ય જાતિઓની તુલનામાં ઘણી વધારે છે અને તે જ સમયે તેમની ભાષા નાગામિસ છે જે નાગા અને આસામી ભાષાથી બનેલી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ગામનો અડધો ભાગ ભારતમાં છે અને બાકીનો અડધો ભાગ મ્યાનમાર દેશમાં પડે છે અને આ ગામની એક વિશેષતા એ પણ છે કે અહીં સદીઓથી સ્થાનિક લોકોમાં દુશ્મનનું માથું કાપવાની પરંપરા ચાલતી હતી જેના પર વર્ષ 1940 માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો મિત્રો લૉંગવા નાગાલેન્ડના મોન જિલ્લામાં ઘનઘોર જંગલો વચ્ચે અને મ્યાનમારની સરહદ સાથે અડકેલુ ભારતનું છેલ્લું ગામ છે.

અને અહીં કોયાંક આદિવાસીઓ રહે છે જેઓ ભારે ખૂંખાર માનવામાં આવે છે અને પોતાના કબીલાની સત્તા અને જમીન પર કબ્જા માટે તેઓ સમયાંતરે પાડોશી ગામો સાથે લડાઈ કરે છે વર્ષ 1940 થી પહેલા કોયાંક આદિવાસીઓ પોતાના કબીલા અને તેની જમીન પર કબ્જા માટે તેઓ અન્ય લોકોના માથા કાપી નાખતા હતા. કોયાંક આદિવાસીઓને હેડ હન્ટર્સ પણ કહેવામાં આવે છે અને આ આદિવાસીઓ મોટેભાગે પહાડોના ઊંચા ભાગોમાં જ રહે છે જેથી દુશમ્નો પર નજર રાખી શકે.

બાદમાં વર્ષ 1940 માં જ હેડ હંટિન્ગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને એવું મનાય છે કે વર્ષ 1969 બાદ આદિવાસીઓના આ ગામમાં હેડ હંટિન્ગની કોઈ ઘટના નથી બની તેમજ તમને જણાવી દઇએ કે આ ગામને બે ભાગોમાં કઈ રીતે વહેંચવું તેનો જવાબ ન માલ્ટા અધિકારીઓએ નક્કી કર્યું કે સીમા રેખા ગામની વચ્ચેથી નીકળશે પરંતુ કોયાંક પર તેની કોઈ અસર નહિ પડે અને બોર્ડરના પિલર પર એક બાજુ મ્યાનમારની ભાષામા બર્મીઝ અને બીજી બાજુ હિન્દીમાં સંદેશ લખેલ છે.

મિત્રો આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે કોયાંક આદિવાસીઓમાં મુખિયા પ્રથા ચાલે છે અને આ મુખિયા અસલમાં આખા ગામનો પ્રમુખ હોય છે તેને એકથી વધુ પત્નીઓ રાખવાની પણ છૂટ હોય છે અને હાલમાં આ ગામનો મુખિયા 60 જેટલી પત્નીઓ ધરાવે છે તેમજ ભારત અને મ્યાનમારની સરહદ આ મુખિયાના ઘરની વચ્ચોવચ્ચ નીકળે છે અને એટલા માટે જ એમ કહેવાય છે કે આ ગામનો મુખિયા જમવાનું ભારત દેશમાં કરે છે અને ઊંઘવા મ્યાનમાર દેશમાં જાય છે.

વળી આ ગામના લોકોને ભારત અને મ્યાનમાર બન્ને દેશોની નાગરિકતા મળેલી છે અને તેઓ પાસપોર્ટ કે વિઝા વગર બન્ને દેશોમાં આવ જા કરી શકે છે અને તે જ સમયે મ્યાનમાર અને ભારતની સરહદ તેમના ઘરમાંથી પસાર થાય છે અને આવી સ્થિતિમાં તેમનો પરિવાર મ્યાનમાર ના ભાગમાં ખોરાક લે છે પરંતુ ઉઘવા માટે ભારતીય સરહદનો ઉપયોગ કરે છે તેમજ લોંગવા ગામના રાજાનો પરિવાર પણ તેની 60 પત્નીઓ સહિત ખૂબ મોટો છે અને તે જ સમયે તે ગામના રાજાનો પુત્ર મ્યાનમાર આર્મીમાં છે.