જો તમે તમારી ત્વચા ને સુંદર અને શોફ્ટ બનાવવા માંગો છો તો આજે જ કરી દો,આ વસ્તુનો ઉપયોગ ફાયદા જાણીને તમે પણ ચોકી જશો..

નમસ્કાર મિત્રો આપણે સુંદર અને ઝગમગતી ત્વચા કેવી રીતે મેળવી શકીએ આપણો ચહેરો કેવી રીતે બેદાગ થઈ શકે આ એવા કેટલાક પ્રશ્નો છે જે આપણે બધા ત્વચારોગ વિજ્ઞાનીઓને પૂછીએ છીએ પરંતુ આપણે બધાં સ્વચ્છ, સુંદર અને ખુશખુશાલ ત્વચાનું સ્વપ્ન જોતા જોઇએ છે કોઈને પિમ્પલ્સ, શ્યામ ફોલ્લીઓ, સોજો આંખો અથવા આંખોની આસપાસ શ્યામ વર્તુળો જોવાનું પસંદ નથી હોતુ તો ત્વચા અને ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ સ્પષ્ટ રીતે જુદી જુદી હોય છે.

પરંતુ શુષ્ક ત્વચા ઘણીવાર ખંજવાળની ​​સમસ્યા પેદા કરે છે અને તેથી તેને ચમકતા રાખવા માટે તેમાં મોશ્ચરાઇઝ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તૈલીય ત્વચામાં ખીલની સમસ્યા થાય છે અને તેની સાફ્વાર દરમિયાન આપણે ત્વચા આપણને તકલીફ આપે છે કારણ કે આપણે તેની સંભાળ સાથે સંકળાયેલ સામાન્ય ભૂલો કરીએ છે.

આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ કે પછી ફેસ ક્લિન્ઝર યુઝ કરતા હોઈ છીએ તે પુરું થઈ જાય અને તેના વગર જ કામ ચલાવવું પડે છે પણ તમારે તેમ ન કરવું જોઈએ આજે અમે તમને એવી કેટલીક ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓ વિષે જણાવીશું જે તમારા ચહેરાને સ્વચ્છ તો કરે જ છે પણ તેને નીખાર પણ આપે છે અને મુલાયમ પણ બનાવે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.

દૂધ.

મિત્રો આ એક ક્લાસિક પસંદ છે અને તમને એ ખબર છે કે ઇજીપ્તની સૌંદર્યવાન રાણી ક્લિયોપેટ્રા પોતાની ત્વચાને આ કૂદરતી ક્લીન્ઝર વડે સાફ કરતી હતી અને તે ક્લીન્ઝર હતું દૂધ. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે અને તે તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરવા માટે અસરકારક છે. તેના માટે તમારે ફેટ ફ્રી કે લો ફેટ મિલ્ક ન વાપરવું પણ ફુલ ફેટ દૂધ વાપરવું જોઈએ. તે એટલા માટે કારણ કે ફૂલ ફેટ દૂધમાં પ્રોટીન અને મોઇશ્ચરાઇઝર વધારે હોય છે જે તમારી ત્વચાને ખૂબ લાભ પહોંચાડે છે.

દૂધનો પ્રયોગ કરવા માટે તમારે તમારી હથેળીમાં થોડું દૂધ લેવાનું છે અને તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવાનું છે, જેવું તમે સામાન્ય ક્લીન્ઝર કે ફેસવોશ સાથે કરતા હોવ તેવી રીતે. થોડી વાર માટે તમારે દૂધવાળા હાથેથી તમારા ચહેરાને હળવે થી મસાજ કરવું જોઈએ જેનાથી તમારી ત્વચામાં દૂધ ઉતરી શકે અને તેને પોષણ મળી શકે. ત્યાર બાદ તમારે ચહેરાને ધોઈ લેવો.

આ પ્રયોગ તમારી ત્વચા પર જાણે જાદૂ કરશે. તે ઓર વધારે ઉજળી અને સુંવાળી બનશે. અને જે મહિલાઓ સેન્સીટીવ સ્કીન ધરાવતી હોય, તેમણે ફૂલ ફેટ મિલ્ક સાથે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ, અને ડ્રાઇ સ્કીન વાળાએ તો ચીંતા જ ન કરવી જોઈએ. તેઓ ખાલી ફૂલફેટ દૂધનો પણ ઉપયોગ કરી શકે છે અને તેમાં તમે ફેંટેલું ઇન્ડુ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે દૂધથી નાહી પણ શકો છો. તેનાથી તમારા શરીરની બધી જ ત્વચાને તેનો લાભ મળશે.

લીંબૂ.

મિત્રો લીંબૂ તમને ઘણી બધી રીતે મદદ કરે છે. તે એક ઉત્તમ ડીટોક્સીફાઇંગ અને વેઇટ લોસ ફૂડ છે. તમારે રોજ એક લીંબુનો રસ પીવો જોઈએ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે તમારી ત્વચાને ખૂબ જ અસરકારક રીતે સ્વચ્છ બનાવે છે. ખાસ કરીને જે છોકરીઓની ત્વચા ઓઈલી હોય તેમની ત્વચા લીંબૂથી સાફ કરવાથી ખૂબ જ સ્વચ્છ થઈ જાય છે. આ સિવાય તે ત્વચાને યુવાન અને ઉજળી પણ બનાવે છે.

તેના માટે તમારે કશું જ નથી કરવાનું. તમારે એક તાજુ લીંબુ લેવાનું છે તેનો જ્યુસ કાઢવાનો છે અને તેને તમારા ચહેરા પર લગાવવાનો છે, ચહેરા પર લીંબૂનો રસ લગાવી તેને થોડી ક્ષણો તેમ જ રહેવા દો જેથી કરીને તે તમારી ત્વચામાં ઉતરી શકે ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો અને તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી લેવી. જો કે લીંબૂનો રસ લગાવ્યા બાદ ચહેરો ધોયા વગર મોઇશ્ચરાઇઝર લગાવશો તો પણ સારું રહેશે.

કદાચ તમને એવું લાગે કે તેનાથી તમને બળતરા થશે તો તેવું નહીં થાય. ઉરલટાનું તેનાથી તમને તાજગી લાગશે, જો કે લીંબુનો રસ લગાવતી વખતે તમારે તમારી આંખોને સુરક્ષિત રાખવી જોઈએ કારણ ત્યાં તો તમને બળતરા થશે જ. આ સિવાય તમે તેનો ઉપયોગ ફેશિયલ ક્લિન્ઝર તરીકે એક નોન-સ્ક્રબીંગ એક્સફોલીએટર તરીકે પણ કરી શકો છો. જો તમને ક્રીમ જેવું ક્લીન્ઝર જોઈતુ હોય તો તમે લીંબૂ સાથે દહીં અથવા દૂધ પણ મિક્સ કરી શકો છો.

મધ.

મધ તમારી ત્વાચને કૂદરતી રીતે સ્વચ્છ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. મધ એક કૂદરતી હ્યુમેક્ટન્ટ છે જે હવામાંથી મોઇશ્ચર ખેંચી લાવે છે. તે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે, અને તેને એક કૂદરતી ચમક આપે છે. સામાન્ય રીતે ઓર્ગેનિક હની તમારી ત્વચા પર વધારે અસરકારક રહે છે પણ તમે કાચુ મધ પણ વાપરી શકો છો. પણ તમારે પ્રોસેસ્ડ મધ ન વાપરવું જોઈએ.

કારણ કે તેમાં કંઈ ખાસ પોષકતત્ત્વો નથી હોતા. કાચા મધના ખૂબ ફાયદા ત્વચાને થાય છે. કાચા મધમાં ઘણી બધી હીલીંગ પ્રોપર્ટીઝ રહેલી છે, તે ત્વચાને થતા ઇરીટેશનથી બચાવે છે તેમજ ત્વચા પરની લાલાશને દૂર કરે છે મધ અને ઓલીવ ઓઇલ ભેળવીને તમે મોઇશ્ચરાઇઝીંગ ક્લીન્ઝર બનાવી શકો છો. આ મિશ્રણનો ઉપયોગ તમે ઓવરનાઇટ માસ્ક તરીકે પણ કરી શકો છો.

ખાંડ અથવા બ્રાઉન શુગર.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બ્રાઉન શુગર કે પછી સાદી ખાંડ એક એક્સફોલીએટીંગ એટલે કે સ્ક્રબર તરીકે ઉત્તમ કામ કરે છે. તેનાથી તમાચી ત્વચા પરની મૃત ચામડી દૂર થઈ જાય છે. પણ તે સાથે સાથે ખાંડ એક ઉત્તમ ક્લીન્ઝર પણ છે. તમારે થોડા તેલ સાથે થોડી ખાંડ ઉમેરવી જોઈએ. તેલમાં તમે ઓલીવ ઓઈલનો ઉપયોગ કીર શકો છો, આ સિવાય તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

કોપરેલ.

કોપરેલ તેલ તેમજ ઓલીવ ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તેમાં રહેલી ખાંડ તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરશે. પણ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે માત્ર ખાંડનો જ ઉપયોગ કરવો જોઈએ, અને તેલની જગ્યાએ તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો. હવે આ બન્ને વસ્તુના મિશ્રણથી તમારે તમારા ચહેરા પર ખૂબ જ હળવાશથી મસાજ કરવું ચહેરા ઉપરાંત તમે તમારા શરીર પર પણ તેનાથી મસાજ કરી શકો છો અને ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો અને તમારી ત્વચા તમને ખૂબ જ સ્મૂધ અને સોફ્ટ લાગશે.