મિત્રો નમસ્કાર આજે અમે આલેખ દ્વારા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આપણે ઘણીવાર જોયુ છે કે લોકો પોતાના ચેહરાને સુંદર અને વ્યવસ્થિત રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે જેના માટે અમુક લોકો મોંઘી મોંઘી કંપનીની ક્રીમોનો ઉપયોગ જોવા મળે છે પરંતુ આ લોકો પોતાના ચેહરાને સુંદર રાખવાની સાથે તેમના પગ અને હાથની સારસંભાળ રાખવાનું ભુલી જાય છે અને તેના લોધાએ તેમ્ના હાથ અને પગ ઉપર કાળા પડી જાય અને આવુ એટલા માટે થાય છે કે લોકો વધારે ધ્યાન પોતાના ચેહરા ઉપર આપે છે પરંતુ મિત્રો આપણે આપણા શરીર ઉપર પુરતુ ધ્યાન આપવુ જોઇએ જેના કારણે આપણુ શરીર સ્વસ્થ રહે છે મિત્રો અમુક લોકો એ ગલતફેહમી હોય છે કે આ એક બિમારી હોય છે પરંતુ મિત્રો એવુ નથી હોતુ તે માત્ર આપણી સાર સંભાળ ના રાખવાનું પરિણામ હોય છે.મિત્રો ઘણા લોકો પોતાની નોકરી કે વ્યવસાયના કારણે લોકો બહાર ખરાબ વાતાવરણમા બહાર ફર્યા કરે છે અને જેના કારણે તેઓ સૂર્યના પ્રકાશમા રહે છે જેના કારણે સૂર્યના તેજ પ્રકાશ સીધો તેમની ત્વચા ઉપર પડે છે જેના કારણે ડોક હાથ,પગ અને ઘુંટણ ઉપર કાળાશ જામી જાય છે જેના કારણે ઘના લોકો ખુબજ ચિંતિત રહેતા હોય છે અને તેમા ખાસ કરીને છોકરીઓ તેમની સુંદરતાને લઈને ખુબજ સજાગ રહે છે અને તેઓ તેમની સુંદરતા સાથે કોઇપણ જાતનો સમાધાન કરવા માંગતી નથી.
મિત્રો તેનાથી ગભરાઇ જવાની જરુર નથી તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે ચામડીના મૃત કોષોનો ત્વચા પર ભરાઇ જવા તેમજ હાથ-પગની જોઈએ તેટલી સંભાળ ન લેવી, કેમિકલ વાળા ઉત્પાદનનો વપરાશ કે પછી હોર્મોન્સમાં આવેલો તફાવત મિત્રો તમે કેટલીકવાર જોઈ શકો છો કે તમારા હાથ અને પગ કાળા થતા જતા હોય છે તો તે કોઈ મેડિકલ કન્ડીશન પણ હોઈ શકે છે તો મિત્રો આવો આજે અમે તમને જણાવીએ કે તમે તમારા કાળા હાથ અને પગને કેવી રીતે કાળશ થી છૂટકારો મેળવવો જોઈએ.
લેક્ટિક એસિડ વાળી સામગ્રીઓનો ઉપયોગ કરો.
મિત્રો તેના માટે તમારે જે પદાર્થોમાં વધારે પ્રમાણમા લેક્ટિક એસિડ સમાયેલું હોય તે તમારા કાળા હાથ અને પગને ધોળા બનાવવામાં તમારી મદદ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે લેક્ટિક એસિડ એક એવું તત્ત્વ છે જે તમારી ત્વચા પરથી ડેડ સ્કીન સેલ્સને સરળતાથી અને કોમળતાથી દૂર કરે છે અને તમારા હાથ પગના રંગને પણ વ્હાઇટ કરવામાં મદદ કરે છે મિત્રો તેના માટે તમે દહીં, દૂધ કે પછી એવો કોઈ પણ પદાર્થ કે જેમાં લેક્ટિક એસિડ હોય તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો તેના માટે તમારે તમારા હાથ પગ અને જો તમારી ડોક કાળી રહેતી હોય તો તેના પર પણ લેક્ટિક એસિડ યુક્ત પદાર્થનું મસાજ કરવું અને ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લેવું મિત્રો જો તમે દૂધનો ઉપયોગ કરતા હોવ તો હંમેશા કાચા દૂધનો જ ઉપોયગ કરો.
તમારી ત્વચાને સ્ક્રબ કરો અને તેને હંમેશા સ્વચ્છ રાખો.
મિત્રો બીજી એક મહત્ત્વની વાત એ છે કે તમારે હંમેશા એ વાત ધ્યાનમાં રાખવી કે તમારે તમારી ત્વચાને નિયમિત રીતે સ્ક્રબ કરવી કરવી જોઇએ મિત્રો સ્ક્રબ કરવાથી તમારી ત્વચા પરની મૃત ત્વચા દૂર થઈ જશે અને તેની સાથે સાથે ત્વચા પરની ગંદકી અને ધૂળ પણ દૂર થશે અને તે તમારા રોમ છીદ્રોને વધતા થતાં પણ અટકાવશે અને મિત્રો આમ કરીને તમે તમારી ત્વચાને તેજસ્વી અને ચમકીલી બનાવી શકશો મિત્રો તેના માટે તમે નિયમિત સ્ક્રબ અથવા તો એક્સફોલિએશન ગ્લવ્ઝનો ઉપયોગ કરી શકો છો.
સુર્ય પ્રકાશ થી તમારી ત્વચાને બચાવો.
મિત્રો ઘના ઍવા લોકો છે લાબા સમય સુધી બહાર તડાકામા રહેતા હોય છે જેના કારણે તેમની ત્વચા કાળી પડી જતી હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમારે તમારી ત્વચાને તમારે સૂર્યના કીરણોથી બચાવવાની છે મિત્રો તેમ થવાથી તમારી ત્વચા કાળી નહીં પડે અને તમારી ત્વચા કાળી થાય છે તેનું સૌથી મોટું કારણ સુર્ય પ્રકાશમાં વધારે પડતું રહેવું તેજ છે તેના માટે તમારે ઘણાબધા પ્રમાણમાં સનસ્ક્રીન તમારા હાથ તેમજ પગ પર લગાવવું જોઈએ મિત્રો ત્વચાને કાળી થતા રોકવા માટે તમારે ઉચ્ચ ઍસપીઍફ ધરાવતું સનસ્ક્રીન લગાવવું જોઈએ મિત્રો બજારમાં તમને વિવિધ પ્રકારના ઉચ્ચ ક્વોલિટિના સનસ્ક્રીન લોશન મળી રહેશે.
મોઇશ્ચરાઇઝીંગ ખૂબ જ મહત્ત્વનું છે.
મિત્રો તમારો ચહેરો હોય કે પછી તમારા હાથ પગ હોય તમારા શરીર માટે મોઇશ્ચરાઇઝર ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો મોઇશ્ચરાઇઝીંગ માત્ર તમારી ત્વચાને હાઇડ્રેટ જ નથી કરતી પણ તે તેને સ્વચ્છ અને બ્રાઇટ રાખવામાં પણ મદદ કરે છે અને તેના માટે તમારે તમારા હાથમાં બોડી ક્રીમ લેવી અને તેનાથી તમારી ત્વચા પર હળવા હાથે મસાજ કરવું જોઇએ જેના કારણે તમારી ત્વચાને તમારે સતત હાઇડ્રેટ એટલે કે નરમ રાખવાની છે મિત્રો તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને સ્વચ્છ રહેશે મિત્રો તેના માટે તમે બટર, કોપરેલ તેલ અથવા તો એલોવેરા જેલનો પણ તમારી ત્વચાને હાઇડ્રેટ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
હળદરનો ઉપયોગ.
મિત્રો તમારી હળદરનો ઉપયોગથી તમે તમારા ચહેરાને ખબુજ સુંદર બનાવી શકો છો મિત્રો હળદર એક એવો પદાર્થ છે જે તમને ખૂબ જ સરળતાથી મળી જાય છે તેમજ મિત્રો હળદરથી તમારી ત્વચા ઉજળી બનશે અને સાથે સાથે તમારા હાથપગની ચામડીમાં પણ ફેર જોવા મળશે મિત્રો હળદરમાં સમાયેલા મહત્ત્વના એન્ટીઓક્સિડન્ટ્સ અને કરક્યુમીન તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનને ઘટાડશે અને આ રીતે તે તમારા હાથ તેમજ પગને કાળા થતા અટકાવશે અને તેના માટે તમારે એક-બે ચમચી હળદર લેવાની અને તેમાં થોડું દૂધ ઉમેરવું અને હવે તે બન્નેને બરાબર મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી અને તે પેસ્ટને હાથ અને પગ પર લગાવવુ જોઇએ અને હવે મિત્રો તેને જાતે જ સુકાવા દો અને સુકાઈ ગયા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.
ચોખાનું પાણી.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ છે કે દરેક ના ઘરમા ચોખા વાળું પાણી બહાર ફેકી દેવામાં આવે છે પરંતુ મિત્રો શુ તમે જાણો છો કે આ ચોખાના પાણીથી પણ તમે તમારી ત્વચા મુલાયમ બનાવી શકો છો જેના માટે તમારે ચોખાના પાણીમાં સ્કીન લાઇટનિંગ એજન્ટ્સ સમાયેલા હોય છે જે તમારી ત્વચા પરના ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે. તેના માટે તમારે થોડું ચોખાનુ પાણી લેવાનું છે અને તેને તમારા હાથ તેમજ પગ પર લગાવવાનું છે અને તેને તેની જાતે જ સુકાવા દેવું જોઇએ અને હાથ પગ સુકાઈ ગયાબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવા મિત્રો આ જ પ્રયોગથી તમારી ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરે છે.
ખાટા ફળોનો ઉપયોગ.
મિત્રો ખાટા ફળોમા તમે લીંબુ, નારંગી, મોસંબી જેવા ખાટા ફળોનો ઉપયોગ તમારી ત્વચાને ઉજળી બનાવી શકો છો અને તે તમારી ત્વચાને કાળી થતાં પણ અટકાવે છે મિત્રો તેમાં રહેલું વિટામીન સીનું ઉચ્ચ પ્રમાણ તમને હાઇપરહપીગ્મેન્ટેડ પેચીસથી બચાવશે અને તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનના પ્રમાણમાં પણ ઘટાડો કરશે મિત્રો તમે તમારી ત્વચા પર લીંબૂને ઘસી શકો છો અને તમારા શરીર પરના કાળા પડી ગયેલા ભાગ પર તમારે લીંબુ ઘસવું તેમ કરવાથી તમે ધીમે ધીમે તમારી ત્વચા ઉજળી બની જશે મિત્રો આ સિવાય તમે સંતરાની છાલનો કે પછી તાજા પપૈયાના બીજનો પણ ઉપયોગ તમારા હાથ પગને ધોળા કરવા માટે કરી શકો છો.
એપલ વિનેગરનો ઉપયોગ.
મિત્રો તમે એપલ વિનેગરનો ઉપયોગ પણ તમારા હાથ અને પગની ત્વચાને ધોળી બનાવવા માટે કરી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે તેમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે તમારી ત્વચાને ચમકદાર અને વ્હાઇટ બનાવવામાં મદદ કરે છે અને તેના માટે તમારે 2 કપ એપલ વિનેગર લેવાનું છે અને ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરવું અને હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા હાથ તેમજ પગ પર રૂના પુમડાની મદદથી લગાવી લેવું અને હવે તેને સુકાવા માટે છોડી દેવું અને હાથ અને પગ સુકાઈ જાય ત્યાર બાદ તમારે સાદા પાણીથી તેને ધોઈ લેવા મિત્રો આ ઉપાય કરવાથી તમારી ત્વચા ઉપર જામી ગયેલી કાળાશ દુર થાય છે.