કેન્સર ના રોગીઓ માટે આ છોડ છે રામબાણ ઈલાજ,જાણી લો ખૂબ કામ ની માહિતી.

કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે. કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરના કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

 

સુવા ગ્રીન અજમાના પરિવારનો એક પ્રકાર છે જેને અંગ્રેજીમાં ‘ડિલ’ તરીકે ઓળખવામાં આવે છે.સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે. અને અમે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે છે સુવા. સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે વળી પચવામાં હલકા છે.

આ છોડ નો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ છોડ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં બધી સુવા ભાજી ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે. તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે છે. આવો, તો ચાલો જાણી લઈએ તેના ફાયદા.

સુવા ભાજીમાં કેલરી ઓછી જોવા મળે છે જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખી શકાય છે. એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર અને વિટામિન્સથી સમૃદ્ધ આ છોડ રક્ત કોલેસ્ટ્રોલ ના સ્તરને નિયંત્રિત કરવામાં મદદગાર હોય છે.આ છોડના પાનમાં લાઈમોનીન અને યુજીનોલ વગેરે તેલ આ છોડના પાંદડામાં હોય છે. . એનેસ્થેટિક અને એન્ટિસેપ્ટિક તત્વોની હાજરીને લીધે આ છોડ રોગનિવારક લાભ પૂરા પાડે છે. તેમાં રહેલું તેલ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

સુવા ભાજીમાં રાઈબોફ્લેવિન, ફોલિક એસિડ, બીટા કેરોટિન, વિટામિન એ, નિયાસિન અને વિટામિન સી વધારે હોય છે, જે શરીરના મેટાબોલીજ્મ ને જાળવી રાખે છે.સુવા ભાજીમાં ઉચિત માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવી શકે છે. એના સેવનથી ઓસ્ટીયોપોરોસિસની સમસ્યા પણ દૂર થઈ શકે છે. દરરોજ સુવા ભાજી ખાવાથી ઓસ્ટિઓપોરોસિસ ઘટાડી શકાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ વાસ્તવિક ઘટકો શામેલ છે જે ચેપથી રાહત આપે છે.

સુવા ભાજીના સેવનથી પાચનને સ્વસ્થ બનાવી શકાય છે. તેને ખાવાથી ખરાબ પેટની સમસ્યા દૂર થઈ શકે છે.સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.સુવાના ગુણોનો લાભ લેવા પા થી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

આ ભાજી માર્કેટમાં બહુ ઓછી જોવા મળે છે, પણ એની વિશિષ્ટ સુગંધથી એ અન્ય ભાજીઓથી અલગ તરી આવે છે. સુવાની ભાજી ઉષ્ણ, તીક્ષ્ણ, લૂખી, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તકર છે. પિત્તકર ગુણને કારણે એકલી સુવાની ભાજી ખાવાને બદલે એને બટાટા અથવા પાલકની સાથે ઉમેરણ તરીકે વાપરી શકાય.સુવાભાજી ના પાંદડા થી લોહી ના સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબીટીસના દર્દીઓને લોહી સુગર લેવલને કન્ટ્રોલ કરવા માટે અને ઇન્સુલીન બનાવવામાં વધારો કરવા માટે પોતાના ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. એવી ઘણી જ્ડ્ડી બુટ્ટીઓ અને મસાલા છે, જે ડાયાબીટીસના ઉપચારમાં ઉપયોગી છે.

તેમાની એક સુવાભાજીના પાંદડા છે. જીરુંના છોડ જેવા દેખાતા આ છોડને શેમ્પુ કે સુવાભાજીના નામથી ઓળખવામાં આવે છે. અમેરિકી બોટનીસ્ટ ડોક્ટર જેમ્સ મુજબ, સુવાભાજીમાં 70 જાતના કેમિકલ હોય છે, જેના લીધે તે ડાયાબીટીસ ના ઈલાજ માટે અસરકારક જ્ડ્ડી બુટ્ટી છે.અભ્યાસ મુજબ, સુવાભાજી ના પાંદડાના રસમાં ઘણા આરોગ્ય માટે ઉપયોગી ગુણ છે, જેના લીધે તે ટાઈપ 2 ડાયાબીટીસના ઇલાજમાં ઉપયોગી છે. જયારે બીજી સ્વાસ્થ્ય સબંધી તકલીફોના ઈલાજ અને શરીરના નુકશાન કરતા સોજાને ઓછા કરવા માટે ગ્લુકોકોર્ટીકોઈડ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે, તે લાંબા સમય સુધી હાઈપરગ્લાઈસેમીયા નું નેતૃત્વ કરી શકે છે. આ એક એવી સ્થિતિ છે, જયારે ટાઈપ 2 ડાયાબીટીસ દર્દીઓમાં ગ્લૂકોજનું વધુ પ્રમાણ થઇ જાય છે. આમ તો સુવાભાજી ના પાંદડા નો રસ પીવાથી ઇન્સુલીનના સ્તરમાં ઉતાર ચડાવ ને ઓછો કરવો અને લોહી શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. તે ઉપરાંત તેના પાંદડાનો રસ થાઈરોઈડ કન્ટ્રોલ કરવા અને ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત કરવામાં મદદગાર છે.

તેનો ઉપયોગ કેમ કરવો ભારતમાં સુવાભાજી ના પાંદડાનો ઉપયોગ ડુંગળી, લસણ, આદુ, જીરું, લીલા મરચા અને સરસીયાનું તેલને સાથે ભેળવીને શકભાજી તરીકે કરવામાં આવે છે. તમે તેના પાંદડા નું જ્યુસ બનાવીને પી શકો છો. જ્યુસમાં લીંબુ અને થોડું કાળું મરચું ભેળવીને સવાર અને સાંજ પીવાથી લાભ થશે.તમે સુવાભાજીના પાંદડાને લોટ સાથે ભેળવીને પરોઠા પણ બનાવી શકો છો. તે સિવાય તેના પાંદડા નો સૂપ, સલાડ, અથાણું અને ગર્નીશ તરીકે ઉપયોગ કરી શકો છો.

સુવાભાજીના પાંદડાને તમે કાચા પણ ચાવી શકો છો કે કે તેના બીજ ને સોસ લગાવવામાં ઉપયોગ કરી શકો છો. તમે તેના બીજ નો પાવડર બનાવીને દાળ અને શાકભાજીમાં મસાલા તરીકે ઉપયોગ કરી શકો છો.જો તમે ટાઈપ 2 ડાયાબીટીસ ના દર્દી નથી, તો પણ સુવાભાજી ખાવાથી તમને લોહી શુગર લેવલ ઓછું કરવા અને ઇન્સ્યુલીન બરોબર કરવામાં મદદ મળી શકે છે. માટે આ લીલા પાંદડાઓ ને તમારા ખોરાકમાં જરૂર સામેલ કરો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ