ક્યારેય નહીં જોઈ હોય દયા ભાભી ની આવી તસવીરો,જોઈને ભલભલી અભિનેત્રીઓને પણ ભૂલી જશો,જોવો તસવીરો…

પોપ્યુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટ્રેસ દયા ભાભી એટલે કે દિશા વાકાણી પોતાના કેરેક્ટરથી લોકોના દિલ જીતી ચુકી છે. તે શોમાં દયા બેનનો રોલ પ્લે કરે છે. તેનો અનોખો અંદાજ, હસવાની સ્ટાઈલ અને ગરબા કરવાના પેશનને લીધે લોકોને તેનું કેરેક્ટર ખૂબ જ પસંદ આવે છે. ફેન્સ આશરે બે વર્ષથી તેને સીરિયલમાં મિસ કરી રહ્યા છે.

Advertisement

તેણે વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધી હતી.આજે તારક મહેતા ના ઉલ્ટા ચશ્માં શો દરેક નો ફેવરીટ છે, ઘણા લોકો આ શો ના સ્ટારકાસ્ટ ના ફેંસ છે.દિશા વાકાણી એક ભારતીય અભિનેત્રી અને કોમેડિયન છે. તેનો જન્મ ગુજરાતમાં થયો હતો.દિશા વાકાણીએ પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ જોધા અકબરથી કરી હતી.દિશા વાકાણી નો જન્મ 17 ઓગસ્ટ 1978 માં અમદાવાદ માં થયો હતો.

દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978 માં ગુજરાતના અમદાવાદમાં એક જૈન ગુજરાતી પરિવારમાં થયો હતો.બહુ ઓછા લોકો જાણે છે કે દિશાના પિતા પ્રખ્યાત ગુજરાતી થિયેટર પર્સનાલિટી ભીમ વાકાણી છે. તેમણે અનેક પ્રખ્યાત ગુજરાતી નાટકોનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે.

દિશાએ ગુજરાતની કોલેજ, અમદાવાદથી ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.સૌથી રસપ્રદ વાત એ છે કે આ શોમાં તેના ભાઈ સુંદરનો રોલ કરનાર મયુર વાકાણી દિશાનો નાનો સગો ભાઈ છે. ભાઈ-બહેનનો એક બીજા પ્રત્યેનો પ્રેમ અને સમજણ પણ આ શોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

દિશાએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત ગુજરાતી પ્લેથી કરી હતી. તેમણે કમલ પટેલ vs ધમાલ પટેલ અને લાલી-લીલા જેવા નાટકોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.પ્લે ઉપરાંત દિશા ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. કમસિન: ધ અનટચ્ડ, મંગલ પાંડેએ ધ રાઇઝિંગ, સી કંપની અને દેવદાસમાં નાની ભૂમિકા ભજવી હતી.

પરંતુ એશ્વર્યા રાયની જોધા-અકબરમાં એશ્વર્યાની સખી માધવીની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રિયંકા ચોપડાની ફિલ્મ લવ સ્ટોરી 2050 માં મેડની ભૂમિકા પણ ભજવી હતી.દિશાએ પ્લે અને મૂવીઝ ઉપરાંત ઘણાં ટીવી શો પણ કર્યા છે.તેણે ખીચડી, ખિચડી ઇન્સ્ટન્ટ, આહત, રેશમ ડંખ અને સીઆઈડીમાં પણ કામ કર્યું છે.પરંતુ દિશાને તેના શો તારક મહેતા કા ઓલતાહ ચશ્માહથી વાસ્તવિક ઓળખ મળી.

તેમને દયાબેનની ભૂમિકા માટે 2009, 2010, 2014 અને 2015 માં હાસ્યની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો છે.24 નવેમ્બર 2015 ના રોજ દિશાના લગ્ન મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પાડીયા સાથે થયા. અને લગ્નના 2 વર્ષ પછી, 27 નવેમ્બર 2017 ના રોજ, દિશાએ એક ક્યૂટ પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ સ્તુતિ રાખ્યું..

તારક મહેતા કા ઉલટા ચશ્માં 2008માં શરૂ કરવામાં આવી હતી અને શરૂ થતાં જ તે પોતાની ઝડપ પકડીને અત્યાર સુધી ચાલી રહી છે પરંતુ આ લોકડાઉનના કારણે શો નું શુટિંગ થતું નથી.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભારતની સૌથી લાંબી ચાલતી સિટકોમ શ્રેણી છે. તે નીલા ટેલિ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.

સપ્ટેમ્બર, 2017થી શોમાં જોવા મળતી નથી,દિશા સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, અઢી વર્ષ બાદ પણ દિશા શોમાં પરત ફરી નથી. એવી પણ ચર્ચા હતી કે દિશાના પતિ મયુર પડિયાએ કેટલીક શરતો રાખી હતી, જેમાં દિશા માત્ર ચાર કલાક કામ કરશે અને 15 દિવસ જ સેટ પર આવશે. આ શરતો મેકર્સને સ્વીકાર્ય નહોતી.

દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો ત્યારથી તેમના શોમાં પાછા ફરવાની વાતો ચાલી રહી હતી. ચાહકો પણ લાંબા સમયથી તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની ઈચ્છા પુરી થવા જઈ રહી છે. ખુદ શોના મેકર્સે કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણી શોમાં પાછા ફરી રહ્યા છે.

દિશા વાકાણી અને દિલીપ જોશીનું પાત્ર આ કોમેડી શો માટે ખૂબ જ મહત્વના છે. એટલે જ, છેલ્લે બે વર્ષથી બતાવવામાં આવી રહ્યું છે કે દિશા તેમના માતાના ઘરે છે. એવી પણ વાતો આવી હતી કે શોના મેકર્સ અને દિશા વાકાણી વચ્ચે મતભેદો છે. જો કે આસિત કુમારની વાત પરથી એવું લાગી રહ્યું છે એવું નહોતું.

તેમણે કહ્યું કે, “દિશા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ક્યારેય કોઈ નકારાત્મક વાત નથી થઈ. અમે હંમેશા તેને શોમાં પાછા ફરવાનો આગ્રહ કરતા હતા. અમે બે વર્ષ દયાબેન વગર વાર્તાને આગળ વધારી, પરંતુ અમે ચોક્કસથી ઈચ્છીએ છે કે તેઓ શોમાં પાછા આવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા વાકાણીનાં કમબેકથી તેનો પતિ મયુર પડિયા બિલકુલ ખુશ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા તો સીરિયલમાં પરત ફરવા આતુર છે. ખરી રીતે તો દિશાએ એન્ટ્રી પ્રોમો પણ શૂટ કરી નાખ્યો હતો. જોકે, તેનો પતિ આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. તે ઈચ્છે છે કે દિશા પોતાની કરિયર છોડીને દીકરી સ્તુતિનાં ઉછેરમાં ધ્યાન આપે.

હવે, દિશા પતિની વિરૂદ્ધ જઈને કામ કરવા તૈયાર નથી. તે કામ તો કરવા માંગે છે. દિશાએ પ્રોડ્યુસર અસિત મોદી સાથે કમબેક અંગે વાત પણ કરી હતી. દિશાની તમામ શરતો માનવામાં આવી હતી. જોકે, હવે ચેનલ તથા સીરિયલના મેકર્સને દિશા પરત આવે તેવી કોઈ આશા નથી.

Advertisement